Tekana bhav registration : ટેકાના ભાવ માટે 22 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે, સમયમર્દાયા વધારાઈ
Tekana bhav registration : ભારત સરકાર રાજ્ય સરકારો સાથે મળીને ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરે છે જેથી ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય અને પોષણક્ષમ વળતર મળી રહે.
આ વર્ષે સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા મુખ્ય પાકોના ટેકાના ભાવ વાવેતરની શરૂઆત પહેલાં જ જાહેર કરી દેવામાં આવ્યા હતા, જેથી ખેડૂતો યોગ્ય આયોજન કરી શકે.

ટેકાના ભાવે પોતાના પાકનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે નોંધણી કરાવવાની શરૂઆત થઈ હતી અને શરૂઆતમાં તેની છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી.
જો કે, રાજ્યભરમાંથી વધુને વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે તે હેતુથી સરકારે આ નોંધણીની સમયમર્યાદામાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
હવે ખેડૂતો ૨૨ સપ્ટેમ્બર સુધી ટેકાના ભાવે પાક વેચવા માટે પોતાની નોંધણી કરાવી શકશે. આ વિસ્તૃત સમયગાળો એવા ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થશે, જેઓ કોઈ કારણસર નિર્ધારિત સમયમાં નોંધણી કરાવી શક્યા નહોતા.












Click it and Unblock the Notifications
