આ છે દુનિયાના સૌથી તીખા મરચા, ખાવાની વાત તો દુર અડશો તો પણ અઠવાડીયુ હાથ બળશે
મરચુ દુનિયાભરના તમામ લોકો કોઈને કોઈ રીતે ખાય જ છે. મરચાને લીલા અને શુકા તેમજ પાવડર બનાવીને ઉપયોગ કરવામાં આવે છે. જો કે વિસ્તાર પ્રમાણે મરચાની તીખાસ અને કલરમાં ફરક હોય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં ફળની જેન ખાઈ શકાય તેવાથી શરૂ કરીને માત્ર હાથ લગાવવાથી હાથ બળે તેવા મરચાની જાતો ઉપબલ્ધ છે. આજે આપણે દુનિયાની આવી જ કેટલીક સૌથી તીખી જાતોની વાત કરવાના છીએ.

ભૂત જોલકિયા
દુનિયાના સૌથી તીખા મરચાનું નામ ભૂત જોલકિયા છે. આ મરચા આસામમાં પાકે છે. આ મરચાને વિશ્વનું સૌથી તીખુ મરચું માનવામાં આવે છે અને વર્ષ 2007માં તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં તેને સામેલ પણ કરાયું છે.
ખાસ વાત એ છે કે તેને ભૂત પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થાનિક ભાષામાં આસામના લોકો તેને યુ-મોરોક, લાલ નાગા અથવા નાગા જોલોકિયા પણ કહે છે. આસામ ઉપરાંત મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં પણ તેની ખેતી થાય છે. ભૂત જોલકિયા ભારતમાંથી સમગ્ર વિશ્વમાં નિકાસ થાય છે. તે હજારો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
ડ્રેગન્સ બ્રેથ
તીખાસ મામલે ડ્રેગન્સ બ્રેથ ચિલી બીજા ક્રમે આવે છે. બ્રિટનમાં તેની ખેતી થાય છે. તેની તીખાસ 2.48 મિલિયન સ્કોવિલે એકમ સુધી માપવામાં આવી છે, જે સામાન્ય મરચાં કરતાં લગભગ 2000 ગણી વધારે છે.
આ મરચાનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. એવું કહેવાય છે કે જો આ મરચાનો થોડો ભાગ ખાવામાં ઉમેરવામાં આવે તો આખો ખોરાક તીખો બની જાય છે.
નાગા વાઇપર
નાગા વાઇપર પણ વિશ્વના સૌથી તીખા મરચાંમાં ગણવામાં આવે છે. આ એક પ્રકારનું હાઇબ્રિડ મરચુ છે. તેની ખેતી પણ બ્રિટનમાં જ થાય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે દરેક મરચાનો રંગ ક્યારેક અલગ હોય છે. એટલે કે તેનો રંગ લાલ, લીલો અને કાળો હોઈ શકે છે.
કેરોલિના રીપર
કેરોલિના રીપર પણ તેની તીખાસ માટે દુનિયાભરમાં ફેમસ છે. તેનું નામ 2013માં તીખાશ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નોંધાયેલું છે. તેની ખેતી માત્ર અમેરિકામાં જ થાય છે. કેરોલિના રીપર પણ હાઇબ્રિડ મરચાનો એક પ્રકાર છે. તેને સ્વીટ હબનેરો અને નાગા વાઇપર મરચાને ક્રોસ કરીને વિકસાવવામાં આવ્યુ છે. આ મરચું એટલું તીખુ છે કે લોકો ખાવાથી બચે છે.
ત્રિનિદાદ બેચ સ્કોર્પિયન
ત્રિનિદાદ બેચ સ્કોર્પિયન ખતરનાક તીખુ મરચું છે. કેરેબિયન ટાપુઓ પર તેની ખેતી થાય છે. ખાસ વાત એ છે કે સ્કોર્પિયન નામ પાછળ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે. તે વીંછીના ડંખ જેવી પોઇંટેડ પૂંછડી ધરાવે છે. આ મરચુ ખતરનાક તીખુ હોય છે.












Click it and Unblock the Notifications
