ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી, ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ
ગુજરાતમાં ભર શિયાળે માવઠાનો માહોલ સર્જાયો છે. આ માવઠાને કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યાની સ્થિતી સર્જાઈ છે. ચોમાસમાં કપાસનો પાક નિષ્ફળ ગયા બાદ હવે શિયાળુ વાવેતરમાં વરસાડે અડંગો જમાવ્યો છે.
સમાચાર અનુસાર, ગુજરાતના ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. આ વરસાદને કારણે કારણે શિયાળુ વાવેતર કરી રહેલા ખેડૂતો માટે મુસિબત ઉભુ થયુ છે.

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કપાસનો પાક નિષ્ફળ જતા મોટાભાગના વિસ્તારોમાં જીરાનું મોટુ વાવેવર થયુ છે. હવે માવઠાને કારણે જીરાનો પાક પણ બગડવાની સ્થિતી સર્જાઈ છે.
જણાવી દઈએ કે, હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં એકદમ પલ્ટો જોવા મળ્યો છે. મોડી રાતથી જ ઘણા વિસ્તારોમાં વરસાદના સમાચાર છે.
સમાચારો અનુસાર, જુનાગઢ, કચ્છ, ગીર સોમનાથ, ઉના, ગોંડલ જેતપુર, મોરબી જિલ્લાના હળવદ તાલુકા તેમજ મોરબી આસપાસના વિસ્તારોમાં પણ હવામાનમાં પલટા સાથે વરસાદ જોવા મળ્યો છે.
આ વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ વરસાદ ચણા, જીરું અને ઘઉં સહિતના શિયાળુ પાકોને મોટુ નુકસાન પહોંચાડી શકે છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, રાજ્યમાં હવામાન વિભાગે પહેલા જ વરસાદની આગાહી કરી છે. ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.












Click it and Unblock the Notifications
