Farming Tips : તરબૂચ વાવણીની પદ્ધતિ, માવજત અને ઉત્પાદન | Watermelon Farming
Farming Tips : ઉનાળુ પાકોમાં નિયમિત વવાતા પાકોમાં ફળ પાક તરબૂચ મુખ્ય પાક છે. તરબૂચ ટુંકા ગળાનો પાક અને સારો નફો આપતો પાક છે.
તરબૂચના પાકમાં સમયે સમયે ખાતર, પાણી અને માવજત જરૂરી છે નહીં તો ઉત્પાદનની સાથે સાથે ગુણવતા પણ ઘટતી હોય છે. તરબૂચનું વાવેતર ગુજરાતનાં બધા જિલ્લાઓમાં થાય છે.

Watermelon Farming : તરબૂચની ખેતી શરૂ કરતા પહેલા આટલુ ચોક્કસ જાણી લો
તરબૂચની ખેતી માટે જમીન અને તૈયારી
તરબૂચની ખેતી દરેક પ્રકારની જમીનમાં કરી શકાય છે. ખાસ કરીને નદીના પટની રેતાળ અને કાંપવાળી જમીનમાં ઉત્પાદન વધુ મળે છે. ગોરાળુ જમીન પણ આ પાક માટે અનુકૂળ છે. જમીનની સારી રીતે ખેડાણ કરી, રોટાવેટર ચલાવી જમીન સમતલ કરવી. સાથે સડી ગયેલું દેશી ખાતર અથવા સેન્દ્રીય ખાતર અને પાયાના ખાતરો જમીનમાં ભેળવી દેવા.
હવામાનની જરૂરિયાત
તરબૂચ માટે ગરમ અને સૂકું હવામાન અનુકૂળ છે. સામાન્ય રીતે 25-30°C તાપમાન આ પાક માટે શ્રેષ્ઠ છે. પાકના ફળ પકવામાં સૂર્યપ્રકાશ મીઠાશ વધારવામાં મદદ કરે છે.
વાવણી પદ્ધતિ અને સમય
તરબૂચની વાવણી જાન્યુઆરીના મધ્ય થી માર્ચની આખર સુધી કરી શકાય છે. વાવેતર 2 મીટર x 1 મીટરના અંતરે અથવા જોડિયા હાર પદ્ધતિથી કરી શકાય છે. બીજ વાવતા પહેલાં ફુગનાશક દવા સાથે બીજ માવજત કરવી.
ખાતર વ્યવસ્થાપન
આ પાક માટે છાણિયું ખાતર સાથે 100 કિગ્રા નાઈટ્રોજન, 125 કિગ્રા ફોસ્ફરસ અને 100 કિગ્રા પોટાશ હેકટરે આપવું. ફળોની ગુણવત્તા સુધારવા માટે કેલ્શિયમ નાઈટ્રેટ, મેગ્નેશિયમ સલ્ફેટ અને બોરોનનો છંટકાવ ફળોના વિકાસ સમયે કરવો.
છંટણી
હાઇબ્રિડ તરબૂચની ખેતીમાં જરૂરી હોય ત્યારે ફળોની સંખ્યા ઓછી રાખવી જેથી મોટા અને સારી ગુણવત્તાવાળા ફળો મળી શકે.
પિયત અને નિંદામણનું નિયંત્રણ
આ પાક માટે ટપક સિંચાઈ શ્રેષ્ઠ છે. નિંદામણ નિયંત્રણ માટે ખેતી પછી ખુરપીથી દુર કરવું.
ઉત્પાદન અને કાપણી
તરબૂચનો પાક 80-90 દિવસમાં તૈયાર થાય છે. અનુકૂળ પરિસ્થિતિઓમાં 30-50 ટન પ્રતિ હેકટર ઉત્પાદન મેળવી શકાય છે.
તરબૂચની ખેતી વિશે સંપૂર્ણ માહિતી મેળવો, જેમાં જમીન, વાવણી, ખાતર વ્યવસ્થાપન, પિયત પદ્ધતિઓ અને વધુનું માર્ગદર્શન છે. ઉનાળુ પાક માટે તરબૂચની સફળ ખેતી કરી નફો વધારવો.












Click it and Unblock the Notifications
