Astrology News : શરીરના આ નિશાન સુચવે છે રાજયોગ, રાજા જેમ જીવે છે જાતક
Astrology News : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પ્રત્યેક ગ્રહ એક ચોક્કસ સમય દરમિયાન એક રાશિમાંથી અન્ય રાશિમાં પરિવર્તન કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચરનું મહત્વ ઘણુ વધારે હોય છે, જેની અસર તમામ રાશિના જાતકો પર પડે છે.
ગ્રહોના પરિવર્તનના કારણે રાજયોગનું નિર્માણ થાય છે. આવામાં ઘણા ઓછા લોકો હોય છે, જેમની કુંડળીમાં રાજયોગ હોય છે.

રાજયોગ કેવી રીતે રચાય છે? - જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, જ્યારે વ્યક્તિની કુંડળીના નવમા અને દસમા ભાવમાં બેઠેલા ગ્રહો શુભ હોય છે, ત્યારે કુંડળીમાં રાજયોગ બને છે. કુંડળીમાં આ યોગ હોવાથી વ્યક્તિ રાજાની જેમ રહે છે. ભૃગુવેદમાં કહેવામાં આવ્યું છે કે, જે કુંડળીમાં બુધ અને ચંદ્રની શુભ સ્થિતિ રાજયોગ બનાવે છે, આવા લોકો રાજકારણમાં ખૂબ જ સફળ બને છે, અને તેમનું જીવન દરેક રીતે સારું રહે છે.
આ પગના નિશાનો શુભ છે - સમુદ્ર શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિના પગના તળિયા પર ચક્ર અથવા કુંડળીનું નિશાન હોય, તો તે વ્યક્તિ નેતા અથવા શાસક બને છે. એવું પણ માનવામાં આવે છે કે, તે વ્યક્તિ દેશની શક્તિના શિખરે પહોંચે છે.
જ્યારે આ નિશાન હાથમાં છે - જે વ્યક્તિના હાથ કે પગમાં સ્ટાર, છત્ર, માછલી, તળાવ કે વીણા જેવા કોઈ નિશાન હોય, તો આ પણ રાજયોગનો સંકેત છે. આવા વ્યક્તિને જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે. આ સાથે જ આ લોકોને જીવનમાં ઘણું સન્માન મળે છે.
હાથ પર તલ - શરીર પર રહેલા મોલ્સ પણ તમને રાજયોગ વિશે જણાવી શકે છે. જો કોઈ વ્યક્તિની હથેળી અને તળિયા પર તલ હોય તો તે રાજયોગ સૂચવે છે. એવું કહેવાય છે કે. જે વ્યક્તિની હથેળીની મધ્યમાં તલ હોય છે, તે ખૂબ જ ધનવાન અને ભાગ્યશાળી હોય છે. બીજી તરફ પગમાં તલ હોવાનો અર્થ એ છે કે, તે વ્યક્તિને રાજાની જેમ સન્માન મળવાનું છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
