8-9 માર્ચે સુર્ય ગ્રહણ, આ 12 રાશિઓ પર પડશે પ્રભાવ
સૂર્ય ગ્રહણ એક મોટી ખગોળીય ધટના હોય છે. જે પોતાની સાથે અન્ય ગ્રહ નક્ષત્રો પર પણ અસર પાડે છે અને આ જ કારણે જ્યોતિષ વિદ્યા મુજબ સૂર્ય ગ્રહણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અને તેને અશુભ પણ ગણવામાં આવે છે આ જ કારણે સૂર્ય ગ્રહણ બાદ મંદિર, ઘરની સફાઇ કરવામાં આવે છે અને વિકિરણોથી બચવા ગ્રહણના સમયે લોકો બહાર જવાનું ટાળે છે.
ત્યારે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ બુધવારે થવાનું છે. તે સમયે સૂર્ય પૂર્વભદ્રા અને બૃહસ્પતિ નક્ષત્રોમાં હશે અને રાહુ ઉત્તરફાગુની નક્ષત્રમાં. આવા સમયે સૂર્ય અને ચંદ્ર કેતુની સાથે કુંભ રાશિમાં બિરાજમાન થશે. અને શનિને છોડીને બાકી તમામ ગ્રહ તેના ગ્રહણથી પ્રત્યક્ષ કે અપ્રત્ક્ષ રીતે પ્રભાવીત થશે ત્યારે આ સૂર્યગ્રહણનો પ્રભાવ તમારી રાશિ પર કેવો પડશે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સૂર્યગ્રહણ
8-9 માર્ચે થનારા સૂર્યગ્રહણથી જ્યોતિષ મુજબ અલગ અલગ રાશિઓ પર શું પ્રભાવ પડશે તે વિષે જાણો આગળના સ્લાઇડરમાં...

મેષ
મેષ રાશિને આ ગ્રહણની કોઇ અસર નહીં થાય. બૃહસ્પતિ તમારું ભાગ્યોદય કરશે અને મંગળ તમારી રક્ષા કરશે.

વૃષભ
કોઇ કાર્ય ઉતાવળમાં ના કરો. નિર્ણય લેતા પહેલા જાણકારો અને મોટાની સલાહ લો. નાનકડી ભૂલ મોટી સમસ્યા બની શકે છે.

મિથુન
તમારા ગ્રહો પ્રબળ છે. તમને આ ગ્રહણથી કોઇ ફરક નહીં પડે. બૃહસ્પતિનો પ્રભાવ તમને સફળતા અપાવશે.

કર્ક
ગ્રહણના પ્રભાવથી તમારું સ્વાસ્થય બગડશે. લોહીની અછત, લો બ્લડ પ્રેશર, પાચન તંત્રની સમસ્યાઓ રહેશે.

સિંહ
ગ્રહણના પ્રભાવથી તમને અનિદ્રાની સમસ્યા રહેશે. પરિવારમાં ખટપટ રહેશે. અને શરીરમાં નબળાઇ લાગશે.

કન્યા
તમારી રાશિ પર પણ આ ગ્રહણની કોઇ જ અસર નહીં થાય. શનિનો સકારાત્મક પ્રભાવ તમને તમારા કામમાં સફળતા અપાવશે.

તુલા
આ દરમિયાન તમે અનેક વસ્તુઓને લઇને દુવિધા અનુભવશો. કાર્ય ક્ષેત્રમાં સફળતાની પ્રબળ સંભાવના છે.

વૃશ્ચિક
મંગળના પ્રભાવથી તમે તમામ સંકટથી દૂર રહેશો. અને તમારી હાનિનું વિચારતા લોકોને પોતે જ હાનિ ભોગવવી પડશે.

ધનુર
તમારા જીવનમાં ઉથલ પથલ રહેશે. ધૈર્ય રાખો. કારણ કે કામ બગડશે તો પણ જલ્દી બધુ સારું થઇ જશે.

મકર
મકર રાશિના જાતકોને વ્યવસાયિક કાર્યમાં થોડી નરવસનેસ રહેશે. પરિવારમાં ઝગડો તમારું બ્લડ પ્રેશર વધારશે.

કુંભ
કુંભ રાશિના જાતકોને આવનારા 15 દિવસોમાં કોઇ બિમારી થઇ શકે છે. મન અશાંત રહેશે અને બનેલા કામ બગડવાની આશંકા રહેશે.

મીન
સફળતા તમારા પગ ચૂમશે. તમને બહુ જલ્દી વ્યવસાયિક કાર્યમાં નવું પદ મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
