Holi 2023 : 30 વર્ષ બાદ હોળી પર સર્જાશે દુર્લભ યોગ, શનિ-ગુરૂની યુતિથી મળશે લાભ

Holi 2023 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના પાવન પર્વ પર ગ્રહ ગોચર થવાને કારણે આ વખતે ગ્રહોનો દુર્લભ સંયોગ થઈ રહ્યો છે, જે કારણે આ વર્ષે આ તહેવાર ખૂબ જ ખાસ રહેશે. 30 વર્ષ બાદ શનિ અને ગુરુ પોતપોતાની રાશિમાં છે.

Holi 2023 : દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. હોળીનો તહેવાર રંગોનો અને આનંદ ઉલ્લાસનો તહેવાર છે. આ વર્ષે 7 માર્ચ, 2023ના હોલકા દહન કરવામાં આવશે. જેના બીજા દિવસે 8 માર્ચના રોજ ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ બંન્ને દિવસે ગ્રહોની સ્થિતિ ખાસ રહેશે, જેનાથી અદ્ભુત સંયોગ બનશે.

શનિ-સૂર્ય અને બુધની યુતિ બનાવશે ત્રિગ્રહી યોગ

શનિ-સૂર્ય અને બુધની યુતિ બનાવશે ત્રિગ્રહી યોગ

આ સમયે કુંભ રાશિમાં શનિ-સૂર્ય અને બુધનો સંયોગ બની રહ્યો છે. આ 3 ગ્રહોના સંયોગથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આવો સંયોગ 30વર્ષ બાદ બન્યો છે. આ પહેલા 1993માં હોલિકા દહનના અવસર પર આ ત્રણ ગ્રહો કુંભ રાશિમાં હતા. આ સિવાય ગુરુ સ્વરાશિ મીન રાશિમાંછે, જે 12 વર્ષ બાદ થઈ રહી છે.

આ અગાઉ વર્ષ 2011 માં હોળીના અવસર પર, ગુરુ પોતાની રાશિ મીન રાશિમાં હાજર હતા. આ રીતે ગ્રહોની આ શુભ અને અદ્ભુત સ્થિતિ એક દુર્લભ યોગ બનાવી રહી છે, જેની તમામ 12 રાશિઓ પર મોટી અસર પડશે.

સૂર્ય અને બુધનો સંયોગ બુધાદિત્ય રાજયોગ સર્જી રહ્યો છે

સૂર્ય અને બુધનો સંયોગ બુધાદિત્ય રાજયોગ સર્જી રહ્યો છે

આ સાથે કુંભ રાશિમાં સૂર્ય અને બુધનો સંયોગ બુધાદિત્ય રાજયોગ સર્જી રહ્યો છે. બુધાદિત્ય રાજયોગને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભમાનવામાં આવે છે. આ વખતે આ યોગ વૃષભ, કર્ક અને કુંભ રાશિના લોકોને શુભ ફળ આપશે.

શુક્રની પણ પડશે મોટી અસર

શુક્રની પણ પડશે મોટી અસર

આ ઉપરાંત સંપત્તિ-વિલાસ, પ્રેમ-રોમાન્સ આપનાર શુક્ર હાલમાં ગુરુની સાથે મીન રાશિમાં છે. ગુરુ એ ગ્રહ છે, જે ભાગ્યમાં વધારો કરે છે.

મીન રાશિમાં આ 2 શુભ ગ્રહોની હાજરી લોકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રેમ વધારશે. મીન રાશિમાં શુક્રનો ગુરુ સાથે જોડાણ ખાસ કરીનેવૃષભ અને તુલા રાશિના લોકોને શુભ ફળ આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X