ધર્મ : જાણો કેમ શિવલિંગની પૂર્ણ પ્રદક્ષિણા ના કરાય ?

Posted By:
Subscribe to Oneindia News

ભગવાન શંકર રૂપ રહિત છે. એટલે કે શિવ અનંત છે, અસીમ છે. તે દયાળુ પણ છે અને રૌદ્ર રૂપી પણ છે. શિવલિંગ ભગવાનની સૃજનાત્મક શક્તિનું રૂપ છે. ભગવાન શંકર હંમેશા અટલ અને અચલ રહે છે. ભગવાન શિવને જલ્દી ખુશ કરી શકાતા હોવાથી તેમને આશુતોષ કહે છે, ઉપરાંત તેઓ અંબિકાના પતિ હોવાને કારણે તેમને અંબિકેશ્વરના નામે પણ ઓળખાય છે. શિવ એકલા એવા ભગવાન છે જેમની પૂજા આખો માસ કરવામાં આવે છે.તેમને પ્રસન્ન કરવા માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે, તેમને ભજવામાં આવે છે અને કેટલાક દિવસો સુધી સાંસારિક જીવનથી દૂર રહેવામાં આવે છે.

શ્રાવણ માસમાં લોકો મંદિરે જઈ શિવલિંગની પૂજા કરે છે. તેના પર બીલીપત્ર, દૂધ, દહીં અને ભાંગ ચઢાવે છે. સાથે જ શિવલિંગની પરિક્રમા કરે છે. એવા અનેક લોકો હોય છે જેઓ શિવલિંગની આખી પરિક્રમા કરે છે તો કેટલાક લોકો અડધી પરિક્રમા કરે છે. જો કે શ્રાવણમાં પરિક્રમા કરવાના કેટલાક ખાસ નિયમો છે. આવો જાણીએ આ નિયમો વિશે.

શિવલિંગની અર્ધ-પરિક્રમા

શિવલિંગની અર્ધ-પરિક્રમા

શિવપુરાણ અને શાસ્ત્રો પ્રમાણે શિવ ભક્તોને શિવલિંગની અર્ધપરિક્રમા કરવી જોઈએ. એનું કારણ છે કે શિવ આદી અને અનંત બંને છે.

શિવલિંગની સંરચના

શિવલિંગની સંરચના

શિવલિંગમાંથી બહાર નીકળતી શક્તિ અનંત છે જેને નિર્મલિ કહે છે. શિવલિંગ પર દૂઘ અને પાણીનો અભિષેક કરવામાં આવે છે, તેને નિર્મલિ કહેવાય છે.

શિવની શક્તિ

શિવની શક્તિ

શિવની શક્તિ એટલી ઉગ્ર છે કે, તેની વચ્ચે આવવાની કોઈની હિંમત થતી નથી. એવું કહેવાય છે કે નિર્મલિ શિવલિંગનો અંશ છે, જેના પર ક્યારેય પગ મુકવો નહિં.

ભગવાન શંકરનો ગુસ્સો

ભગવાન શંકરનો ગુસ્સો

એક જૂની કથા પ્રમાણે એક વાર રાજા ગંધર્વ શિવલિંગનો અભિષેક કરી રહ્યા હતા. જેના પછી તેમણે પરિક્રમા દરમિયાન નિર્મલિ પર પગ મુકી દીધો હતો. જેના ફળ સ્વરૂપે ગંધર્વ પોતાની તમામ શક્તિઓ ખોઈ ચૂક્યા હતા.

નિર્મલિનું મહત્વ

નિર્મલિનું મહત્વ

ગ્રંથોમાં એવું જણાવાય છે કે ભગવાન શિવ અને શક્તિની નિર્મલિના સંપર્કમાં આવવા અથવા તેના પર પગ રાખવાથી તમને ભગવાન શિવનો ગુસ્સો સહન કરવો પડે છે.

શિવલિંગમાં નિર્મલિનો ઉદ્દેશ્ય

શિવલિંગમાં નિર્મલિનો ઉદ્દેશ્ય

પ્રાચીન કાળમાં શિવલિંગ એવી રીતે બનાવાયું છે કે નિર્મલિ (દૂધ, અને પાણી વહેનારી જગ્યા) પૃથ્વીની સપાટીની અંદર ઉંડાઈ સુધી હોય છે. જેને મનુષ્ય જોઈ શકતા નથી

શિવલિંગની પરિક્રમાનો નિયમ

શિવલિંગની પરિક્રમાનો નિયમ

આજના સમયમાં નિર્મલિને પૃથ્વીની સપાટીની ઉપર બનાવાય છે જેને કારણે પૂર્ણ-પરિક્રમા દરમિયાન મોટાભાગના લોકો પગ મુકી દે છે. પરિણામે શિવલિંગની અર્ધ પરિક્રમા જ કરવી જોઈએ.

English summary
In Hinduism, Lord Shiva is revered as one of the three chief ‘trimurti’ or the Holy Trinity, along with Brahma and Vishnu.
Please Wait while comments are loading...