Akshaya Tritiya 2025 : અખાત્રીજે સોનાની જગ્યાએ ખરીદો આ 5 વસ્તુ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Akshaya Tritiya 2025 : આવતી 30 એપ્રિલે અખાત્રીજ ઉજવાશે. હિંદુ ધર્મમાં આ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે. તેને અક્ષય તૃતિયાના નામે પણ ઓખળવામાં આવે છે.
અક્ષયનો અર્થ છે જે ક્યારેય નાશ પામે નહીં. આ દિવસ પર સોનું ખરીદવું અતિશય શુભ ગણાય છે, પરંતુ આજકાલ સોનાની ઊંચી કિંમતોને કારણે ઘણા લોકો બીજા વિકલ્પ શોધી રહ્યાં છે.

આજે અમે તમને જણાવવા જઈ રહ્યાં છીએ એવી પાંચ વસ્તુઓ વિશે જે અખાત્રીજ પર ખરીદવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે.
આ પાવન દિવસે માટીના વાસણ, પીળી સરસો, હળદરની ગાંઠ, પીળી કૌડી અને રૂ ખરીદવુ વિશેષ શુભ માનવામાં આવે છે. ભવિષ્ય પુરાણ અને નારદ પુરાણમાં પણ આ વસ્તુઓનો ઉલ્લેખ મળે છે. દરેક વસ્તુ કોઈક ગ્રહના પ્રતિકરૂપ છે, જે જીવનમાં સકારાત્મક ઊર્જા લાવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તાંબુ અને સોનું બંને સૂર્ય ગ્રહને મજબૂત બનાવે છે, જે વ્યક્તિને સમાજમાં માન-સન્માન અપાવે છે. રૂ શુક્ર ગ્રહનું પ્રતિક છે અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે.
હળદરની ગાંઠ ગુરુ ગ્રહને મજબૂત બનાવી જીવનમાં સ્થિરતા અને વૈભવ લાવે છે. માટીના વાસણ મંગળ ગ્રહને મજબૂત કરે છે અને કર્જ મુક્તિ અને મુશ્કેલીઓમાંથી બચાવ આપે છે. પીળી સરસૌથી ઘરની દારિદ્રતા દૂર થાય છે, જ્યારે પીળી કૌડી ધન અને સંપત્તિમાં વૃદ્ધિ કરાવે છે.
આ ઉપરાંત અખાત્રીજના દિવસે કનિકધારા સ્તોત્રનો પાઠ કરવું વિશેષ લાભદાયી માનવામાં આવે છે. આ દિવસે સફેદ વસ્તુઓ જેમ કે દહી, દુધ, ખીર વગેરેનું દાન કરવાનું પણ ખુબ જ પુણ્યદાયી ગણાય છે.
દ્રિક પંચાંગ મુજબ તૃતીયા તિથી 29 એપ્રિલે સાંજે 5:32 વાગ્યે શરૂ થશે અને 30 એપ્રિલે બપોરે 2:12 વાગ્યે સમાપ્ત થશે. પૂજાનો શ્રેષ્ઠ સમયગાળો સવારે 5:41 થી બપોરે 12:18 સુધી રહેશે, કુલ 6 કલાક 37 મિનિટ સુધીનો છે. આ અવસરે પૂજા અને ગૃહપ્રવેશ બંને માટે દિવસ વિશેષ અનુકૂળ છે.












Click it and Unblock the Notifications
