અક્ષય તૃતિયા એટલે શુભ દિવસ, લક્ષ્મીની કૃપા મેળવવા અપનાવો આ ઉપાયો

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

શાસ્ત્રોમાં અક્ષય તૃતિયાને અતિ શુભ અને ફળદાયક પર્વ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સદૈવ માટે તેમનો વાસ રહે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતિયા તિથિને અક્ષય તૃતિયા ઉજવાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે 18 એપ્રિલને બુધવારે અક્ષય તૃતિયા ઉજવાશે. આ દિવસે લક્ષ્મીની સાથે વિષ્ણુ અને કુબેરની પૂજા પણ કરવામાં આવે છે. આ અવસરે બજારોમાં ભારે ભીડ જોવા મળે છે અને ખાસ કરી આભૂષણોની દુકાનો પર. અક્ષય તૃતિયા પર સોનાની ખરીદી અત્યંત મહત્વની અને શુભ મનાય છે. એવું મનાય છે કે આ દિવસે સોનું ખરીદવાથી બરકત આવે છે.

આ સિવાય પણ કેટલાક લોકો અન્ય ઉપાયો પણ કરે છે જેનાથી લક્ષ્મી પ્રસન્ન થાય અને તેમના આશિર્વાદ પ્રાપ્ત થાય. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવિશુ કે જેનાથી તમારા પર જરૂર દેવી લક્ષ્મીની કૃપા વરસશે અને મળશે અક્ષય લાભ.

રાખો આ વાતોનું ખાસ ધ્યાન

રાખો આ વાતોનું ખાસ ધ્યાન

 • પૂજા પહેલા સાફ સફાઈ હોવી જરૂરી છે, કારણ કે જ્યાં ગંદકી હોય છે ત્યાં લક્ષ્મીનું આગમન થતુ નથી.
 • આ દિવસે સોનું-ચાંદી ખરીદવું સારુ મનાય છે, જો કે તમે ન ખરીદો માત્ર વાસણ ખરીદો તો પણ ચાલે. એવું મનાય છે કે અક્ષય તૃતિયાએ કરેલી ખરીદી ઘરમાં શુભ ફળ લાવે છે.
 • સ્નાન કર્યા વિના તુલસીના છોડને હાથ ન લગાવો.
રાખો આ વાતોનું ખાસ ધ્યાન

રાખો આ વાતોનું ખાસ ધ્યાન

 • ઈર્ષા, દ્વેષ, ક્રોધ વગેરે નકારાત્મક ભાવથી દૂર રહો અને માન શાંત રાખો, કારણ કે કલેશ વાળા સ્થાને માતાનો વાસ થતો નથી.
 • ગરીબો અને બ્રાહ્મણોને દાન કરવાનું ભૂલશો નહિં. આ દિવસે જો તમે દાન નહિં કરો તો તમારી આર્થિક દ્રષ્ટિએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
કરો આ ઉપાય

કરો આ ઉપાય

 • અક્ષય તૃતિયાના દિવસે કેટલાક કાર્યો જેને કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.
 • આ દિવસે વૃક્ષારોપણ કરવું ખૂબ સારુ છે. એવું મનાય છે કે અક્ષય તૃતિયાએ લગાવેલા વૃક્ષો જેમ જેમ વધે છે તેમ તેમ વૃક્ષ વાવનારની પણ ઉન્નતિ થાય છે.
 • તુલસીની છોડની સેવા કરો, તેનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
 • તરબૂચ અને માટલાનું દાન કરો.
મહાલક્ષ્મી સ્ત્રોતનો પાઠ

મહાલક્ષ્મી સ્ત્રોતનો પાઠ

 • શ્રી યંત્રની સ્થાપના કરો.
 • માતા લક્ષ્મીની ચાંદીની ચરણ પાદુકાને મંદિરમાં સ્થાપિત કરો.
 • મહાલક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો.
 • એકાંક્ષી નારિયળને માતા લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે. કહેવાય છે કે તેની પૂજા કરવાથી મનુષ્યને ક્યારેય ધનની અછત વર્તાતી નથી.

English summary
For many, Akshaya Tritiya is the most glorious and auspicious day for gold purchase and worship of lord Vishnu and goddess Laxmi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.