હાથની રેખાઓ પરથી જાણો પૈસાદાર થવાના ચાન્સ

શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે તમારા હાથમાં ધનની રેખા તમારા જીવન વિશે શું જણાવે છે? આ રેખાઓની મદદથી તમારી આર્થિક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.

શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે તમારા હાથમાં ધનની રેખા તમારા જીવન વિશે શું જણાવે છે? આ રેખાઓની મદદથી તમારી આર્થિક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.

હસ્તરેખા શાસ્ત્રમાં કેટલીક ખાસ રેખાઓનો ઉલ્લેખ છે, જેના વિશે તમને માહિતી હોવી જરૂરી છે. જો આ રેખાઓ યોગ્ય રીતે તમારા હાથમાં હોય તો તમે પૈસા મામલે ખુશકિસ્મત હોઈ શકો છો. તમારી હથેળીમાં પૈસાની રેખા અંગે જાણો અને જુઓ કે તે તમારા માટે કેટલી લાભદાયક છે.

આ પણ વાંચો: રાશિ પ્રમાણે જાણો કયો છે તમારો લકી નંબર

જો રેખા શનિ પર્વતથી થઈને સીધી નીચે તરફ જતી હોય

જો રેખા શનિ પર્વતથી થઈને સીધી નીચે તરફ જતી હોય

જો એક સીધી રેખા શનિ પર્વતથી થઈને આવતી હોય અને ધનની રેખા તમારી ભાગ્ય રેખાથી ઉપર તરફ જતી હોય તો તમે નસીબદાર છો. હસ્ત રેખાના નિષ્ણાતો પ્રમાણે આ સ્થઇતિમાં રેખા સીધી હોવી એ પૈસા મામલે ખૂબ જ શુભ સાબિત થાય છે. આવા લોકો પોતાના પૂર્વજોના સારા કામને કારણે પૈસાદાર બને છે. કુળ મળીને કહીએ તો આવા લોકો પોતાની મહેનતના બદલે કિસ્મતના કારણે પૈસાદાર બને છે.

જો આ સ્થિતિમાં બનતું હોય ત્રિકોણ

જો આ સ્થિતિમાં બનતું હોય ત્રિકોણ

જો તમારી હથેળીમાં પણ ભાગ્ય રેખા અને હ્રદય રેખાની મદદથી ત્રિકોણ બનતું હોય તો તે તમારા માટે ધનલાભનો ઈશારો છે. આ નિશાનનો અર્થ છે કે તમે અલગ અલગ સ્રોતથી પૈસા કમાઈ શકો છો.

અંગૂઠા પાસે હોય આવી રેખા

અંગૂઠા પાસે હોય આવી રેખા

જો અંગૂઠા પાસે આવી રેખા છે જે તર્જની આંગળી તરફ આવતી હોય તો વ્યક્તિ બુદ્ધિમાન અને સમજદાર હોય છે. આવા વ્યક્તિ પોતાના નેતૃત્વના ગુણથી ખાસ્સા પૈસા ભેગા કરી શકે છે.

એ રેખા જે અંગૂઠા અને સૌથી નાની આંગળીને જોડતી હોય

એ રેખા જે અંગૂઠા અને સૌથી નાની આંગળીને જોડતી હોય

જો તમારી હથેળી પર એક એવી રેખા હોય જે તમારા અંગૂઠાથી શરૂ થતી હોય અને તેનો બીજો છેડો નાની આંગળીના બેઝ તરફ જતો હોય તો તમે તમારા પરિવાર માટે પૈસા કમાવવામાં સફળ રહેશો. તમે તમારા ખાનદાન માટે જમીન જાયદાદ જેવા લાભ મેળવી શકો છો અથવા તો તમને લગ્ન પછી ધનલાભ થશે.

તમારી ભાગ્ય રેખામાંથી બે રેખા નીકળતી હોય

તમારી ભાગ્ય રેખામાંથી બે રેખા નીકળતી હોય

જો તમારી ભાગ્ય રેખામાંથી કાંટા જેવી રેખા નીકળતી હોય અને શનિ પર્વત તરફ પહોંચતી હોય તો આર્થિક મામલે તમે લકી રહી શકો તેવી સંભાવના વધુ હોય છે. આ ઉપરાંત તમે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રસિદ્ધ બની શકો છો.

અંગૂઠાના મૂળથી રેખા શનિ પર્વત પહોંચતી હોય

અંગૂઠાના મૂળથી રેખા શનિ પર્વત પહોંચતી હોય

જો રેખા તમારા અંગૂઠાના નીચેના ભાગથી શરૂ થઈને શનિ પર્વત તરફ જતી દેખાય તો તમારે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા અંગે વિચારવું જોઈએ. નિષ્ણાતો પ્રમાણે આવી રેખા વાળા વ્યક્તિ વેપારમાં ખૂબ સફળ થતા હોય છે. તેમની આ રેખા ધન રેખા તરીકે પણ કામ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X