રાશિ પ્રમાણે જાણો કયો છે તમારો લકી નંબર

ગ્રહની ચાલ બદલાય કે સૂર્યની બદલાતી સ્થિતિ, આપણે તેની આપણા જીવનમાં શું અસર પડશે તે જાણવા ઈચ્છતા હોઈએ છીએ.

ગ્રહની ચાલ બદલાય કે સૂર્યની બદલાતી સ્થિતિ, આપણે તેની આપણા જીવનમાં શું અસર પડશે તે જાણવા ઈચ્છતા હોઈએ છીએ. અમે અમારા આર્ટિકલ દ્વારા એવો પણ પ્રયત્ન કરીએ છીએ કે તમને આ પરિવર્તનો અંગે જે સવાલો હોય તેવા જવાબ મળી રહે.

આજના આ લેખમાં અમે એ જણાવીશું કે તમારી રાશિના આધારે તમારા માટે કયો અંક લકી છે. ચાલો જાણીએ આ વર્ષે કયો અંક તમારા નસીબ પર અસર કરી શકે છે.

આ પણ વાંચો: 2019માં આ 7 રાશિના લોકોની લવ લાઈફ શરૂ થશે, કોઈ ખાસ કરશે પ્રેમની વાત

મેષ

મેષ

આ રાશિનો સ્વામી મંગળ છે, જેને કારણે આ રાશિના લોકો ઉર્જાથી ભરપૂર, સાહસી અને રોમાંચકારી ચીજો કરવા માટે ઉત્સુક રહે છે. આ રાશિ માટે લકી નંબર છે 6, 18, 41, 77 અને 831. આ તમામ અંકો તમારા જીવનમાં સકારાત્મક્તા લાવી શેક છે. અને તમારી મુશ્કેલી ઓછી કરવામાં મદદ કરી શકે છે.

વૃષભ

વૃષભ

આ રાશિના લોકો ખાસ્સા રોમેન્ટિક, લોજિકલ અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ધીરજ રાખનારા લોકોમાંના એક છે. આ રાશિનો સ્વામી શુક્ર છે. હાલના વર્ષમાં તમારા માટે શુભ અંક 5, 35, 50, 57 અને 82 છે.

મિથુન

મિથુન

આ વર્ષ મિથુન રાશિના જાતકો માટે ઉતાર-ચડાવ વાળું રહેવાનું છે. આ વર્ષે તેમણે પોતાના આધ્યાત્મિક પક્ષ પર ફોકસ કરવાની જરર છે. તમારા માટે 1, 10, 18, 35, અને 86નો આંકડો લાભદાયી રહેશે.

કર્ક

કર્ક

આ રાશિના લોકોની સિક્સ્થ સેન્સ જબરજસ્ત હોય છે, સાથે જ તેઓ કલ્પનાશીલ વ્યક્તિ પણ હોય છે. તેમની રાશિનો સ્વામી સૂર્ય છે. આ વર્ષે તેમના માટે 1, 21, 24, 58 અને 66નો અંક શુભ રહેશે.

સિંહ

સિંહ

આ રાશિનો સ્વામી પણ સૂર્ય છે, જેને કારણે આ રાશિના જાતકો, ઉદાર, પ્રામાણિક અને ઉત્સાહી હોય છે. તેઓ જે સકારાત્મક પરિવર્તનની રાહ જોઈ રહ્યા હતા, આ વર્ષે તે મળી શકે છે. તેમના માટે 6, 24, 39, 59 અને 83નો અંક લકી રહેશે.

કન્યા

કન્યા

આ રાશિના લોકો પોતે જ સંરક્ષક પ્રકારના હોય છે. તેમનામાં બીજાની મદદ કરવાનો ગુણ, સારો વ્યવહાર કરવાો ગુણ હોય છે. આ રાશિના જાતકો માટે 16, 29, 79, 80 અને 90નો અંક શુભ રહેશે.

તુલા

તુલા

આ રાશિના લોકોનું સમાજમાં નામ હોય છે, તેમની ઓળખાણ પણ સારી એવી હોય છે. તેઓ બીજાને પોતાના ચાર્મ અને ખૂબસૂરતીથી પ્રભાવિત કરે છે. આ રાશિનો સ્વામી શુક્ર છે. આ વર્ષે તમારા માટે 7, 20, 55, 77, 86 અંક લાભદાયક છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના લોકો થોડા મિસ્ટિરિયસ હોય છે. તેમને સ્વતંત્ર કે એકલા રહેવું ગમે છે. આગામી સમયમાં તમારા માટે 27, 29, 45, 53 અને 89નો અંક શુભ રહેવાનો છે.

ધન

ધન

આ રાશિના લોકો સાહસી અને આશાવાદી હોવાને સાથે સાથે લાપરવાહ પણ હોય છે. ધન રાશિના લોકોને આગામી સમયમાં 6, 16, 23, 60 અને 81 અંકથી મદદ મળી શકે છે. સકારાત્મક પરિણામ મેળવવા તમારે વધુ પ્રયત્ન કરવાની જરૂર છે.

મકર

મકર

મકર રાશિના લોકો પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે સાચો રસ્તો પસંદ કરે છે. તેઓ મદદગાર અને ભરોસો કરી શકાય તેવા હોય છે. પરંતુ તેમનો સ્વભાવ થોડો જિદ્દી અને રહસ્યમયી હોય છે. આ વર્ષે મકર રાશિના લોકો માટે 3, 21, 66, 83 અને 84 અંક લાભદાયી છે.

કુંભ

કુંભ

કુંભ રાશિના લોકો સહનશીલ, શાંત અને ફ્રેન્ડલી હોય છે. જરૂર પડે ત્યારે તેઓ આક્રમક પણ થઈ શકે છે. આ રાશિના જાતકો માટે લકી અંક 17, 40, 46, 61 અને 76 હોય છે.

મીન

મીન

આ રાશિના લોકો સતર્ક અને આદર્શવાદી હોય છે. તેમનો ગુસ્સો સારો હોય છે. આ વર્ષે તમારા માટે 8, 19, 27, 56 અને 69નો અંક શુભ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X