મેષ પ્રેમ રાશિફળ 2023(Aries Love Horoscope): પ્રેમ બાબતે લકી છે આ વર્ષ
મેષ રાશિ માટે આવનારા નવા વર્ષ 2023 દરમિયાન પ્રેમ રાશિફળ કેવુ રહેશે તે અહીં જાણો.
મેષ પ્રેમ રાશિફળ 2023: મેષ રાશિના લોકો વર્ષ 2023માં પ્રેમના મામલામાં ભાગ્યશાળી સાબિત થશે. તમે તમારા જીવનસાથી પ્રત્યે જેટલા સમર્પિત અને પ્રામાણિક રહેશો તેટલો તમારો પ્રેમ ખીલશે. પરંતુ જો તમે પ્રેમમાં છળ-કપટ કરશો તો તમે સંબંધ ગુમાવશો. જો તમારો પ્રેમ સંબંધ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે તો આ વર્ષે તમારા પ્રેમ લગ્નની પૂરેપૂરી શક્યતાઓ છે. વર્ષની શરૂઆતમાં પંચમ ભાવમાં શુભ ગ્રહોની દ્રષ્ટિ હોવાથી એ લોકોને પણ શુભ ફળ મળવાનુ છે જેમના જીવનમાં હજુ સુધી પ્રેમનો પ્રવેશ નથી થયો.

જીવનસાથી પ્રત્યે આકર્ષણ વધશે
ખાસ કરીને એપ્રિલથી ઓગસ્ટ મહિનો અપરિણીત લોકો માટે છે. કોઈ પ્રિય વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. તે તમને સમજશે અને તમે પણ તેની આત્મીયતા અનુભવશો. વિવાહિત લોકોની વાત કરીએ તો રાહુ-કેતુ અને પંચમ પર અશુભ ગ્રહોની દ્રષ્ટિ દાંપત્યજીવનમાં સંઘર્ષ અને તણાવ પેદા કરશે. આ સમય વર્ષના પ્રારંભથી લઈને એપ્રિલ અને ઓક્ટોબર પછી વર્ષના અંત સુધી ખાસ કરીને કષ્ટદાયક રહેશે. એપ્રિલમાં ગુરુની સ્થિતિ બદલાવાથી થોડી રાહતનો અનુભવ થશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી પ્રત્યે તમારુ આકર્ષણ અને લગાવ વધશે. તમે તમારા જીવનસાથી સાથે મનોરંજક યાત્રા પર પણ જઈ શકો છો. ભેટની આપ-લે પણ કરશે.
શુભ રત્નઃ પોખરાજ ધારણ કરો.
ઉપાયઃ ભગવાન શિવની પૂજા કરો અને દર શનિવારે પીપળાના ઝાડમાં જળ ચઢાવો અને શનિદેવની પૂજા કરો. રાહુ કેતુના ઉપાય પણ કરો
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
