Ashadh Maas 2023: અષાઢ માસના વ્રત અને ગ્રહોના રાશિ પરિવર્તનની આખી યાદી
Ashadh Maas 2023: અષાઢ મહિનામાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંનેની સમાન રીતે પૂજા કરવામાં આવે છે. અષાઢનો મહિનો કાળઝાળ ગરમીનો મહિનો છે, તેથી પગરખાં-ચપ્પલ, છત્રી, જળ કુંભ ખાસ કરીને જરૂરિયાતમંદોને દાનમાં આપવામાં આવે છે.
અષાઢ મહિનામાં મીઠું અને આમળાનું દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. મોટા ભાગના મુખ્ય યજ્ઞો આ મહિનામાં કરવામાં આવે છે. આ મહિનામાં ઘણા મોટા ઉપવાસ અને તહેવારો આવશે. ગ્રહોનુ રાશિમાં પણ પરિવર્તન આવશે.

અષાઢ મહિનાના મુખ્ય વ્રત-તહેવાર
7 જૂનઃ સંકટ ચતુર્થી વ્રત, ચંદ્રોદય રાતે 10:44
9 જૂનઃ પંચક પ્રારંભ સવારે 6:02થી
10 જૂનઃ કાલાષ્ટમી
13 જૂનઃ પંચક સમાપ્ત બપોરે 1:33 વાગે
14 જૂનઃ યોગિની એકાદશી વ્રત
15 જૂનઃ પ્રદોષ વ્રત
16 જૂનઃ માસ શિવરાત્રિ
17 જૂનઃ પિતૃ અમાસ
18 જૂન: અષાઢી અમાસ
19 જૂન: ગુપ્ત નવરાત્રિ પ્રારંભ
20 જૂન: શ્રી જગદીશ રથયાત્રા જગન્નાથપુરી
21 જૂન: દક્ષિણાયન અને વર્ષાઋતુ પ્રારંભ
22 જૂન: વિનાયક ચતુર્થી
24 જૂન: કુમાર ષષ્ઠી
25 જૂન: વિવસ્વત સપ્તમી
26 જૂન: દુર્ગાષ્ટમી
27 જૂન: ભડલી નવમી, ગુપ્ત નવરાત્રિ સમાપ્ત
29 જૂનઃ દેવશયની એકાદશી, શ્રી વિષ્ણુ શયનોત્સવ, ચાતુર્માસ પ્રારંભ
2 જુલાઈઃ શ્રી સત્યનારાયણ પૂર્ણિમા વ્રત, કોકિલા વ્રત
3 જુલાઈ: ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા, આષાઢી સોમવતી પૂર્ણિમા વ્રત
ગ્રહોનુ રાશિ પરિવર્તન
7 જૂન: બુધ વૃષભ રાશિમાં સાંજે 7:46થી
15 જૂન: સૂર્ય મિથુન રાશિમાં સાંજે 6:15થી
17 જૂન: શનિ વક્રી રાતે 10:58થી
20 જૂન: બુધ અસ્ત પૂર્વમાં રાતે 1:50 વાગે
22 જૂનઃ સૂર્ય આદ્રામાં પ્રવેશ, વાહન મેષ વર્ષા મધ્યમ
24 જૂન: બુધ મિથુન રાશિમાં બપોરે 12:42થી
30 જૂન: મંગળ સિંહમાં રાતે 4:05 વાગ્યાથી












Click it and Unblock the Notifications
