બિઝનસમેન બનવા માંગો છો? તો આ ગ્રહો કરશે તમારી મદદ
માનીએ કે અત્યારના કમ્પ્યુટર યુગમાં માણસે મલ્ટી ટેલેન્ટેડ રહેવુ જોઈએ. પરંતુ એ વાત પણ એટલીજ સાચી કે બધાજ કામ કોઈ એક વ્યકિત ન કરી શકે. દરેક વ્યકિતની તાકાત અને ક્ષમતા જુદી-જુદી હોય છે અને વ્યકિતએ પોતાની ક્ષમતા મુજબ જ પોતાનુ કાર્યક્ષેત્ર નક્કી કરવુ જોઈએ. લોકોને તમે ત્યારેજ જોબ આપી શકો કે જ્યારે તમે પોતે કોઈ બિઝનેસ કરતા હોવ. બિઝનેસ કરવો અને તેમાં સફળતા મેળવવી એ આપણી કુંડળીના ગ્રહો અને તેની દિશા-દશાને આધારે નક્કી થાય છે.
દશમભાવનો સંબંધ આપણી જીવિકા સાથે હોય છે. દ્વિતીય, દ્વિતીયેશ અને એકાદશ ભાવનુ કુંડળીમાં મજબુત હોવુ જરૂરી મનાય છે. કારણકે, દ્વિતીય, દ્વિતીયેશ ધન સાથે જોડાયેલા છો. ઉપરાંત એકાદશેશ અને એકાદશનો ભાવ લાભ સાથે જોડાયેલો છે. વેપારમાં ધનનુ વિશેષ મહત્વ છે. ધન હશે તોજ તમે બિઝનસ કરી શકશો. તો જ તમે લાભ મેળવી શકશો.
તમારી કુંડળીમાં એકાદશ અને એેકાદદેશ બળવાન નહીં હોય તો તમે સારો લાભ મેળવી શકશો નહિં. આમ તો વેપાર કરવા માટે બુધ અને ગુરુ ગ્રહનુ શુભ હોવુ વધુ મનાય છે. પરંતુ વેપાર કઈ ચીજ ને લગતો છે તેના પર આધાર રાખે છે. પરિણામે દરેક ગ્રહોની પોતપોતાના ક્ષેત્રમાં અલગ અલગ ભૂમિકા છે. ગ્રહો અને વ્યવસાય:

રાજનીતિ, ચિકિત્સા વિદ્યુત વિભાગ
જો તમે રાજનીતિ, ચિકિત્સા વિદ્યુત વિભાગ, હોટલ, રેલવે વિભાગ, સોના-ચાંદીની વહેંચણી, કે મેડિકલ સ્ટોર, જનરલ સ્ટોર, કાપડ, વાહન વેચાણ કે પુસ્તક વેચાણ, અથવા કરિયાણાનો વ્યવસાય કરવા માટે કુંડળીમાં સુર્ય ગ્રહ શુભ અને બળવાન હોવો જોઈએ.

ગાર્ડનિંગ કાર્ય, ખેતી, તરલ પદાર્થોના વેપાર
જો તમે ગાર્ડનિંગ કાર્ય, ખેતી, તરલ પદાર્થોના વેપાર, આયુર્વેદિક દવા, વિજળીની દુકાન, મોટર પાટ્સ, પેટ્રોલ પંપ, કોલ્ડ ડ્રિંક પાણી, સંગીત એકેડમી, માટી કામ કે બાંધકામને અથવા દલાલી, કેરોસિન-ઓઈલ, પ્રકાશન, દુધની ડેરી વગેરેનો વ્યવસાય કરવા માંગતા હોવ તો તમારી કુંડળીમાં ચંદ્ર બળવાન હોવો જરૂરી છે.

કોમ્પ્યુટર સોફ્ટવેર
તમે કોમ્પ્યુટર સોફ્ટવેર, હાર્ડવેર, ઈલેક્રટ્રિક, મેડિકલ, સર્જરી સામાન, કોટ-કચેરી, ધર્મ ઉપદેશક, ઔષધિઓનુ કારખાનુ વગેરે જેવા બિઝનસ કરવા ઈચ્છો છો તો, તે માટે મંગળ ગ્રહનુ મજબુત હોવુ જરૂરી છે. સાથે જ મંગળ દશમ, દશમેશ અને લાભભાવથી સંબંધિત હોવો જોઈએ.

પર્યટન, ટેલિફોન, તંબાકુ
પર્યટન, ટેલિફોન, તંબાકુ, પાન મસાલા, કાથો, પુસ્તક હોલસેલ, દુરસંચાર વિભાગના ઠેકેદાર, રેલ્વેને લગતુ કારખાનુ, બંગડી વેપાર, કાપડ, લીલી વસ્તુઓ, માર્કેટિંગનો બિઝનસ ઉપરાંત ફર્નિચર વગેરેના વ્યવસાય સાથે જોડાવા માંગતા હોવ તો તે માટે બુધ ગ્રહનુ શુભ અને બળવાન હોવુ જરુરી છે. તોજ તમે સફળ થશો.

સંપાદન કાર્ય, હોલસેલ વેચાણ, પુજા સામગ્રી
જો તમારી ઈચ્છા સંપાદન કાર્ય, હોલસેલ વેચાણ, પુજા સામગ્રી, મિઠાઈની દુકાન, પરફ્યુમ, ફિલ્મ મેકર, જમીન ખરીદ-વેચાણ, પીળી વસ્તુનુ વેચાણ, વક્તા, નેતા, શિક્ષણ વગેરે જેવા વ્યવસાય કરવાની હોય તો તે માટે તમારી કુંડળીનો ગુરુ ગ્રહ મજબુત હોવો જોઈએ.

શૃગાંર, શિલ્પ કાર્ય, સાહિત્ય
જો તમે શૃગાંર, શિલ્પ કાર્ય, સાહિત્ય, જાહેરાત, ટ્રાન્સપોર્ટ, હીરા બિઝનસ, ઉપરાંત સફેદ વસ્તુઓના વેચાણ, ખનીજ, પેન્ટીંગ, નિર્માણ કાર્ય, રેસલિંગ, ટીવી શો થિેયેટર વગેરેને લગતા કામો સાથે વ્યવસાય કરવા માટે શુક્ર ગ્રહ બળવાન હોવો જોઈએ.

જયોતિષ કાર્ય, કર્મકાંડ, લોખંડ
ઉપરાંત જયોતિષ કાર્ય, કર્મકાંડ, લોખંડ, વકિલ, ખનીજ વિભાગ, ટેકનિકલ વિભાગ, કાળી વસ્તુઓના વેપાર જેવાકે, તેલ, કાળા તલ, વગેરે તથા ટ્રાંસપોર્ટ, મરધા પાલન, લાકડા ઉદ્યોગ, લોખંડ અને વિજળી ને લગતા કામો, વાહન એજન્સી, ખેતી જેવા વ્યવસાયો માટે તમારો શનિ શુભ અને બળવાન હોવો જોઈએ.
સૂચના- ગ્રહોના બળવાન હોવાની સાથો-સાથ ગ્રહ કોઈ પાપ ભાવમાં ન હોવો જોઈએ, પાપ ગ્રહોની અસરમાં ન હોવો જોઈએ, અસ્ત ન હોવો જોઈએ, ઉપરાંત કમજોર કે નીચ ન હોવો જોઈએ. દ્વિતીયેશ, દ્વિતીય ભાવ, લાભ ભાવ, દશમેશ અને દશમ ભાવ સાથે સંબંધિત થઈ શુભ યોગ નિર્માણ કરતો હોય તો જ તમે એક સફળ બિઝનસમેન બની શકો છો.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી











Click it and Unblock the Notifications
