પુત્ર, ધન, નોકરી, પ્રતિષ્ઠા જીવનના તમામ સુખો ઈચ્છો છો તો કરો આ ટૂચકા

Posted By:
Subscribe to Oneindia News

દરેક વ્યક્તિને પોતાના જીવનમાં તમામ સુખ મળે તેવું હોતુ નથી. કંઈક ને કંઈક ખોટ તો રહી જ જતી હોય છે. સમસ્યાઓ એ જીવનનો ભાગ છે જે જીવન સાથે ચાલ્યા કરે છે. આ મુશ્કેલીઓ વ્યક્તિના જીવનને અસર કરે છે. કેટલીક વ્યક્તિ એવી હોય છે કે જે આ મુશ્કેલીઓમાંથી જલ્દી બહાર નીકળી શકતી નથી. જો કે આવી મુશ્કેલીઓને નાના નાના ઉપાયો દ્વારા દૂર કરી શકાય છે. આ માટે બહું વધારે મહેનતની જરૂર પડતી નથી.

HOME

દિકરીના જન્મબાદ પુત્રની ઈચ્છા ધરાવનારા લોકો દિકરીના નામકરણના દિવસે કન્યાના ચરણ સ્પર્શ કરતા પુત્ર જન્મની પ્રાર્થના કરે અને આખું કુટુંબ તે દિવસે જલેબી અને ખીરનો પ્રસાદ વિતરણ અને ગ્રહણ કરે. ત્યારે આજે અમે તમને આવા જ કેટલા ટૂચકા કે ટોટકા અહીં જણાવવાના છીએ. જે તમારા સ્વાસ્થ, ધન અને સુખને વધારવામાં મદદ કરી શકે છે.

સ્વાસ્થ્ય : જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બિમારીથી ગ્રસ્ત હોય અને દવા કરવા છતાં આરોગ્યમાં સુધારો ન આવતો હોય તો તેવી વ્યક્તિના તકિયાની નીચે સહદોઈ કે પીપળના મૂળ રાખવાથી આરોગ્યમાં જલ્દી સુધારો આવે છે.

ધન : જો તમે ધન ઈચ્છો છો તો દક્ષિણ દિશા કે પશ્ચિમ દિશા તરફ માથુ કરીને સુવો. જ્ઞાનમાં વધારો કરવા પૂર્વ દિશા તરફ માથું મૂકીનો સુવું વધારે સારું મનાય છે.

ઘર : જે ઘરમાં મોટા પ્રસંગ માટે રસોઈ થતી હોય તે ઘરમાં કોલસો અને બનેલી બધી જ સામગ્રી ઘરના મંદિરમાં        થાળીમાં પીરસી ધરાવવાથી ઘરમાં ક્યારેય ભોજનની અછત વર્તાતી નથી.

વડિલ : ઘરના વડિલે ક્યારેય ઘરે ખાલી હાથ ન આવવું જોઈએ. ઘરે આવતા કંઈક ને કંઈક જરૂર લાવવું. જેનાથી ઘરમાં બરકત આવે છે.

ભાગ્ય : ઘરની દરેક ઘડિયાળો ચાલુ રાખવી જોઈએ. ઘડિયાળના રોકાવાથી ઘરના લોકોનું ભાગ્ય પણ રોકાઈ જાય છે.

લક્ષ્મી : વર્ષમાં એકવાર કોઈપણ અમાસના દિવસે ખીર અને નારીળેય લઈ આખા ઘરમાં ફેરવી ઘરના મુખ્ય દ્વાર પર તોડવું અને ખીરને કુતરાને ખવડાવવું આમ કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે.

મૃત્યુ : મૃત્યુની પીડામાંથી મુક્તિ મેળવવા માટે લોટમાં કાળા તલ અને સરસવનું તેલ મેળવી જાડી રોટલી બનાવી રોગીના ઉપરથી 7 વખત ઉતારી ભેંસ કે ગાયને ખવડાવી દેવાથી મુશ્કેલી દૂર થાય છે.

વિદ્યાર્થી : વિદ્યાર્થી વર્ગે બુધ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મંગળવાર કે શનિવારે સુંદર કાંડનો પાઠ કરવો જોઈએ.

ભણતર : જે બાળકનું મન વાંચવામાં ન લાગતુ હોય તેને પ્રત્યેક રવિવારે સૂર્ય પૂજન અને મીઠા વિનાનુ ભોજન આપવું. ત્યારબાદ લાલ વસ્તુની સાથે ગોળ અને માચિસ દાન કરવાથી માતા સરસ્વતીની કૃપા જળવાઈ રહે છે.

English summary
Astro Tips For Son, House, Job, Money in Gujarati.Read Here more.
Please Wait while comments are loading...