જ્યોતિષ: શું કરવું, જ્યારે નોકરી સકંટમાં હોય?

કહેવાય છે જ્યોતિષ શાસ્ત્રમાં તમામ મુશ્કેલીઓનો હલ છે. અને તેમાં પણ નોકરી જેવી માહામૂલી વસ્તુની વાત હોય તો પછી પૂછવું જ શું?

નોકરી છે જ તેવી વસ્તુ દિવસભર કામ કર્યા બાદ પણ તેની પર ક્યારેક ને ક્યારેક સંકંટના વાદળો છવાય જ છે. અને અમુક લોકો પાસે જ તો નોકરી એકમાત્ર આજીવિકાનું કારણ હોય છે. અને તે પણ તેમની જોડેથી જીતું રહે ત્યારે તેમની પર મુશ્કેલીઓનો પહાડ પડી જાય છે.

કારણ કે આજના કોમ્પિટીશનના જમાનામાં તરત બીજી નોકરી મળવી તેટલી પણ સરળ નથી હોતી. ત્યારે આજે અમે જ્યોતિષ મુજબ જો તમારી નોકરી સંકંટમાં હોય ત્યારે શું કરવું તે જણાવીશું. જો કે આ ઉપાય ત્યારે જ અને માત્ર ત્યારે જ કરવા જ્યારે તમારી નોકરી સંકંટમાં હોય. જુઓ આ ફોટોસ્લાઇડર...

મેષ

મેષ

આ રાશિના લોકો કાં તો શાંતિ અને વિનયી હોય છે કાં તો પછી ખૂબ જ ચાલાક. પણ તેમનામાં એક વાત સામાન્ય હોય છે કે તેમને ગુસ્સો બહુ જલ્દી આવે છે. ત્યારે આવા સમયે તેમને તેમના ગુસ્સા પર કાબુ રાખવો જોઇએ. અને ગાયની લીલો ચારો અને લીલા અંકુરિત મગ ખવડાવા જોઇએ.

વૃષભ

વૃષભ

મહેનતુ અને સૌમ્ય તેવા આ રાશિના લોકો ગંભીર પ્રકૃતિના હોય છે. માટે ધણીવાર તેમને તેમની નોકરી જવાનું કારણ યોગ્ય રીતે સમજાતું નથી. નોકરી પર સંકંટ આવવાથી તમે કે તમારી પત્નીને નિયમિતરૂપે વૈભવ લક્ષ્મીની આરાધના કરવી.

મિથુન

મિથુન

આ લોકોને ક્યારેક લડવામાં કે ડર બતાવામાં આવે તો તે સારી રીતે કામ કરે છે. પણ સાર્વજનિક ઇનસ્લટ થાય તો તે નોકરી છોડીને જતા રહે છે. તમારા પર જો નોકરીનો સંકંટ આવે તો તમારે બજરંગ બાણ પાઠ કરવા જોઇએ.

કર્ક

કર્ક

આ રાશિના લોકોએ બોસને બધુ જ કહેવું જોઇએ. જેથી પાછળથી કોઇ મુશ્કેલી ના થાય. નોકરી પર જ્યારે સંકંટ આવે ત્યારે કેળું ખાવાનું રાખો અને માથા, છાતી પર અને નાભિમાં કેસરનું તિલક કરો.

સિંહ

સિંહ

આ લોકોને કોઇની હેઠળ કામ કરવું નથી ગમતું. જોબમાં અડચણ થાય તો શનિવારે પીપળાના ઝાડની દિવો પ્રગટાવો અને વૃક્ષને પાણી પાવ.

કન્યા

કન્યા

સૌમ્ય પ્રકૃતિવાળા આ લોકોનું ઓફિસમાં શોષણ વધુ થાય છે. તેમણે હનુમાન ચાલીસાના 7 વાર પાઠ કરવા જોઇએ જો તેમની નોકરી પર સકંટ હોય તો.

તુલા

તુલા

આ રાશિના લોકો ન્યાયપ્રિય હોય છે અને કશું પણ અયોગ્ય થાય તે સહન નથી કરી શકતા. તેમણે સમજૂતીનો માર્ગ અપવાનો જોઇએ. તેમણે ગુરુવારનું વ્રત કે પોખરાજ ધારણ કરવું જોઇએ.

વૃશ્ચિક

વૃશ્ચિક

સ્પષ્ટવાદી સ્વભાવના કારણે ધણીવાર તમારા બોસ તમને પસંદ ના કરે તેવું બની શકે. આ લોકોએ મંગળવારનું વ્રત કરવું જોઇએ અને સાઢે 10 રત્તીનું એક મોતી ધારણ કરવું જોઇએ.

ધનુ

ધનુ

નોકરી પર સંકંટ પડે તો ગાયને લોટ અને પનીર 40 દિવસ સુધી ખવડાવા જોઇએ. અને શુક્રવાર શરૂ કરવા જોઇએ.

મકર

મકર

તમારો આળસુ સ્વભાવ તમારી પ્રગતિમાં બાધક બને છે. તમારે વિષ્ણુજીની આરાધના કરવી જોઇએ.

કુંભ

કુંભ

શિવાષ્ટકના પાઠ કરવા આ રાશિના જાતકો માટે લાભકારી છે. તો નોકરી પર સંકંટ આવે તો આમ જરૂરથી કરજો.

મીન

મીન

જો તમારી કોઇ ઇર્ષા કરે છે તો તમારે તમારા બોસને અવગત કરવા જોઇએ. નોકરી પર સંકંટ આવતા આદિત્ય હદય સ્ત્રોતના પાઠ અને સાડા આઠ રત્તીનું માણિક્ય ધારણ કરવું જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X