Astrology News : મંગળ અને ગુરુનો થશે સંયોગ, નવપંચમ યોગથી 4 રાશિનું ખુલશે ભાગ્ય

Astrology News : વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તમામ ગ્રહો ગોચર કરે છે, જેમાં તે એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. આવામાં જ્યારે એક રાશિમાં એક કરતા વધુ ગ્રહ ભેગા થાય તેને સંયોગ થાય છે, અને તેનાથી રાજયોગ બને છે.

અત્રે નોંધનીય છે કે, 1 જુલાઈથી મંગળ કર્ક રાશિમાં તેની યાત્રા સમાપ્ત કરીને સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. કર્ક મંગળની કમજોર રાશિ માનવામાં આવે છે. નવપંચમ યોગ ગુરુ અને મંગળના સંયોગથી બનેલો છે. આ શુભ યોગ બનવાના કારણે 4 રાશિના લોકોને ધન અને સફળતાનો લાભ મળી રહ્યો છે.

Astrology News

મેષ રાશિ પર નવપંચમ રાજયોગની અસર - મેષ રાશિના લોકો માટે નવપંચમ યોગ ખૂબ જ શુભ સાબિત થવાનો છે. જ્યોતિષીય ગણતરી મુજબ આ સમયે દેવગુરુ ગુરુ મેષ રાશિમાં અને સૂર્ય સિંહ રાશિમાં છે, જેના કારણે ગુરુની દ્રષ્ટિ મંગળ પર છે.

આવી સ્થિતિમાં મેષ રાશિના લોકોના માન-સન્માનમાં વધારો થઈ શકે છે. આવા સમયે કોઈ સારા સમાચાર પ્રાપ્ત થશે. નોકરીમાં સફળતા મેળવવા માટે આવનારો સમય ઘણો સારો હોય શકે છે. તમે પ્રભાવશાળી લોકો સાથે વાતચીત કરી શકો છો.

કર્ક રાશિ પર નવપંચમ રાજયોગની અસર - નવપંચમ યોગ કર્ક રાશિના લોકો માટે વરદાનથી ઓછો નથી. તમને અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે. લેવડ-દેવડના મામલામાં તમારી જીત થશે.

આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની ખરીદી તમારા માટે શુભ સાબિત થશે. નોકરી કરતા લોકોને લાભની સારી તક મળી શકે છે. તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.

સિંહ રાશિ પર નવપંચમ રાજયોગની અસર - ગુરુ અને મંગળના સંયોગથી નવપંચમ યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સિંહ રાશિમાં મંગળ હંમેશા યોગ કારક છે. ગુરૂ ભાગ્ય સ્થાનથી મંગળદેવ પર નજર રાખી રહ્યા છે, આવી સ્થિતિમાં આ સમય તમારા માટે ભાગ્યમાં વધારો કરી શકે છે.

આ સમયગાળા દરમિયાન અધૂરા કાર્યોમાં તમને સફળતા મળી શકે છે. વેપારમાં સારો ફાયદો થવાની સંભાવના છે. આ શુભ યોગથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સફળતા મળી શકે છે.

તુલા રાશિ પર નવપંચમ રાજયોગની અસર - નવપાંચમ યોગ કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યો છે. તમે તમારી આવકમાં સારો વધારો જોશો.

આ સમયગાળી દરમિયાન તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે. તમારા દ્વારા બનાવેલી યોજનામાં તમને સફળતા મળશે. આ સાથે ઉધાર આપેલા પૈસા જલ્દી પરત મળવાની સંભાવના છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X