For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Basant Panchami 2022: લગ્ન માટે વસંત પંચમી કેમ છે વણજોયુ મુહૂર્ત? પ્રેમ મેળવવા માટે પણ ઉત્તમ દિવસ

વસંત પંચમીનો દિવસ શુભ કાર્યો માટે ઉત્તમ હોય છે. લગ્ન માટે વસંત પંચમી કેમ છે વણજોયુ મુહૂર્ત? જાણો અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વસંત પંચમી 5 ફેબ્રુઆરીએ છે. આ દિવસે પંચમી તિથિ પ્રાતઃ 03 વાગીને 47 મિનિટે શરુ થઈ રહી છે જે 06 ફેબ્રુઆરીએ પ્રાતઃ 03 વાગીને 46 મિનિટ સુધી રહેશે. વસંત પંચમીનો દિવસ શુભ કાર્યો માટે ઉત્તમ હોય છે. આ દિવસે લોકો લગ્ન, મુંડન, નામકરણ, ઘર-ગાડીનુ ખરીદ-વેચાણ કરે છે. કહેવાય છે કે આ દિવસે થતા લગ્નને વિશેષ આશીર્વાદ મળે છે અને જોડાનુ બંધન સાત જન્મ સુધી રહે છે. માનવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે જ ભગવાન શિવ અને પાર્વતીનો તિલકોત્સવ થયો હતો. આ દ્રષ્ટિએ પણ લગ્ન માટે આ દિવસ ઘણો શુભ હોય છે.

વસંત પંચમી સ્વયંસિદ્ધ મુહૂર્ત હોય છે

વસંત પંચમી સ્વયંસિદ્ધ મુહૂર્ત હોય છે

આ વર્ષે 5 ફેબ્રુઆરી ઉપરાંત 6 ફેબ્રુઆરીએ પણ શુભ વિવાહ મુહૂર્ત છે. ફેબ્રુઆરી પછી માર્ચમાં માત્ર બે લગ્નના મુહૂર્ત છે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં 5, 6, 7, 9, 10, 11, 12, 18, 19, 20 અને 22 તારીખ લગ્ન માટે શુભ છે. વાસ્તવમાં વસંત પંચમી સ્વયંસિદ્ધ મુહૂર્ત હોય છે. એવામાં વિશેષ સંયોગોના કારણે એ દિવસ વધુ ખાસ બની જાય છે.

વસંત પંચમીના દિવસે ગણપતિની વિશેષ પૂજા કરવી જોઈએ

વસંત પંચમીના દિવસે ગણપતિની વિશેષ પૂજા કરવી જોઈએ

એવુ પણ માનવામાં આવે છે કે જો ઘણા બધા પ્રયત્નો છતાં પણ લગ્ન ફિક્સ ન થઈ શકતા હોય તો વસંત પંચમીના દિવસે ગણપતિજીની વિશેષ પૂજા કરવી જોઈએ. આમ કરવાથી વિઘ્નહર્તા બધા વિઘ્નો હરી લે છે અને જાતકના લગ્ન જલ્દી થઈ જાય છે.

દેવી દૂર્ગાનુ પૂજન કરવુ જોઈએ

દેવી દૂર્ગાનુ પૂજન કરવુ જોઈએ

જો કોઈ પતિ-પત્ની વચ્ચે તણાવ ચાલી રહ્યો હોય અને જેમના દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ આવી રહી હોય એ લોકોએ પણ વસંત પંચમીના દિવસે પીળા ફૂલોથી દેવી દૂર્ગાનુ પૂજન કરવુ જોઈએ. આનાથી બંને વચ્ચેનો તણાવ અને અંતર દૂર થઈ જાય છે. એટલુ જ નહિ જો તમે કોઈને પ્રેમ કરતા હોય અને એ તમારી તમામ કોશિશો છતાં પણ ન મળી રહ્યો હોય તો તમે વસંત પંચમીના દિવસે કામદેવની પૂજા કરો, તમને તમારો સાચો પ્રેમ મળી જશે.

આ છે વસંત પંચના પંચાંગ

આ છે વસંત પંચના પંચાંગ

સૂર્ય અને ચંદ્રમાનો સમય
સૂર્યોદય - 7:09 AM
સૂર્યાસ્ત - 6:12 AM
ચંદ્રોદય - 05 ફેબ્રુઆરી 10:00 AM
ચંદ્રાસ્ત - 05 ફેબ્રુઆરી 10:25 PM

અશુભ કાળ
રાહુ - 9:55 AM - 11:17 AM
યમ ગંડ - 2:03 PM - 3:26 PM
કુલિક - 7:09 AM - 8:32 AM
દુમુહૂર્ત - 08:37 AM - 09:21 AM
વર્જ્યમ- 04:39 AM - 06:19 AM

શુભ કાળ
અભિજીત મુહૂર્ત - 12:18 PM - 01:02 PM
અમૃત કાળ - 11:18 AM - 12:55 PM
બ્રહ્મ મુહૂર્ત- 05:33 AM - 06:21 AM

English summary
Basant Panchami on 5th February, Basant Panchami is auspicious for marriage and Love.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X