For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લડસ્ટોન, એક એવો પત્થર જેમાં છે ચમત્કારિક ગુણ

રત્નોની દુનિયામાં એક જાણીતું નામ છે બ્લડ સ્ટોન. પોતાના ચમત્કારિક ગુણ માટે આ પત્થર પ્રાચીનકાળથી ચર્ચામાં રહ્યો છે. પૂર્વના દેશોમાં આ પત્થર સન સ્ટોક નામથી જાણીતો છે.

|
Google Oneindia Gujarati News

રત્નોની દુનિયામાં એક જાણીતું નામ છે બ્લડ સ્ટોન. પોતાના ચમત્કારિક ગુણ માટે આ પત્થર પ્રાચીનકાળથી ચર્ચામાં રહ્યો છે. પૂર્વના દેશોમાં આ પત્થર સન સ્ટોક નામથી જાણીતો છે. માન્યતા છે કે આ પત્થર ધારણ કરનાર વ્યક્તિનો વાળ પણ વાંકો થતો નથી. માન્યતા એ પણ છે કે આ પત્થર ધારણ કરવાથી શોર્ય, સાહસ અને નીડરતા આવે છે. સાથે જ આ પત્થર સારુ આરોગ્ય પણ આપે છે. આ સ્ટોન વિશે પશ્ચિમી દેશોમાં એક કથા ખૂબ જ જાણીતી છે.

આ કથા અનુસાર જ્યારે ઈસા મસીહને ક્રોસ પર લટકાવાયા હતા ત્યારે તેમની હથેળી અને પગના પંજામાંથી જે લોહી નીકળ્યું, તે નીચેની લીલીછમ ધરતી પર પડ્યું. લોહી નીચે પહોંચતા જ પત્થર બની ગયું અને બ્લડસ્ટોનનું નિર્માણ થયું. કદાચ એટલે જ બ્લડસ્ટોનનો રંગ લાલ લીલો હોય છે. લીલા રંગના આ પત્થરમાં વચ્ચે વચ્ચે લાલ નિશાન હોય છે. પશ્ચિમી દેશોમાં આ પત્થરને અત્યંત પવિત્ર મનાયો છે. અને લોકો તેને શ્રદ્ધાથી પોતાના ઘરમાં સ્થાન આપે છે.

બ્લડ સ્ટોનના આરોગ્યકારક ગુણ

બ્લડ સ્ટોનના આરોગ્યકારક ગુણ

બ્લડસ્ટોન પહેરવાથી શારિરીક રીતે ઘણાં લાભ થાય છે. તે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. લોહીને શુદ્ધ કરવાની સાથે સાથે લિવર, કિડની, બ્લેડર અને આંતરડાની સફાઈ કરીને તેમની કાર્યપ્રમાણી સુધારે છે. આ પત્થર ધારણ કરવાથી તમામ ટોક્સિન બહાર નીકળી જાય છે અને શરીનની નસોમાં બ્લડ સર્ક્યુલેશન વધુ સારી રીતે થાય છે. એટલે સુધી કે આ પત્થર કોલેસ્ટ્રોલ પણ નિયંત્રિત કરે છે. એનિમિયા, લ્યુકેમિયા, ટ્યુમરને પણ ઠીક કરી શકે છે. માન્યતા એ પણ છે કે આ પત્થર લોઅર બેક પેનને પણ આરામ આપે છે. એટલે સુધી કે મચ્છર કરવડાની અસર પણ નથી થતી.

માનસિક આરોગ્ય માટે પણ લાભકારક

માનસિક આરોગ્ય માટે પણ લાભકારક

બ્લડસ્ટોનના આટઆટલા સ્વાસ્થ્યવર્ધક ગુણ તો છે જ પરંતુ માનસિક સ્થિતિ માટે પણ તે ઉપયોગી છે. બ્લડસ્ટોન ધારણ કરવાથી મગજની કોશિકાઓ મજબૂત બને છે. મગજ શાંત રહે છે. મોટામાં મોટા સ્ટ્રેસમાં પણ વ્યક્તિ આરામથી રહી શકે છે. નિર્ણય ક્ષમતા વધે છે. જો તમારું મગજ સ્થિર નથી રહેતું, કોઈ બાબતે જલ્દી નિર્ણય નથી લઈ શક્તા તો બ્લડસ્ટોન ધારણ કરવો જોઈએ. પબ્લિક સ્પીકિંગ કરવા ઈચ્છતી વ્યક્તિએ આ પત્થર જરૂર ધારણ કરવો જોઈએ. આ પત્થર શરીરમાં ઉર્જાનો સંચાર વધારે છે, જેથી સ્ટ્રેસ અને થાક નથી લાગતો.

બ્લડસ્ટોન દ્વારા મેડિટેશન

બ્લડસ્ટોન દ્વારા મેડિટેશન

મેડિટેશ એટલે ધ્યાન આજના સમયની મોટી જરૂરિયાત છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, યંગ કોર્પોરેટ્સને સ્ટ્રેસ રહિત રહેવું જરૂરી છે. નિયમિત ધ્યાન કરવાથી તણાવ દૂર તાય છે અને એકાગ્રતા વધે છે. બ્લડ સ્ટોન ધ્યાન દરમિયાન એકાગ્ર થવામાં મદદ કરે છે. તે મગજને શાંત કરે છે. જ્યારે તમે ધ્યાન કરવા બેસો તો બ્લડસ્ટોન શરીરને અડે તેવી રીતે ધારણ કરો.

English summary
benefits characteristics effects astrology bloodstone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X