For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુદ્ધ પૂર્ણિમાના દિવસે જોવા મળશે વર્ષનો અંતિમ સુપરમૂન, વૈશાખ સ્નાન સમાપ્ત થશે

બુદ્ધ પૂર્ણિમાના દિવસે જોવા મળશે વર્ષનો અંતિમ સુપરમૂન, વૈશાખ સ્નાન સમાપ્ત થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વૈશાખ મહિનાની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો માટે તેને બુદ્ધ પૂર્ણિમાના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે પવિત્ર વૈશાખ સ્નાનનું સમાપન પણ થાય ચે માટે આ દિવસ દાન-પુણ્ય, વ્રત વગેરે માટે ઘણો મહત્વપૂર્ણ અને સર્વ સિદ્ધિદાયક માનવામાં આવે છે. આ વર્ષે 7 મે 2020ને ગુરુવારે બુદ્ધ પૂર્ણિમા આવી રહી છે. આ પૂર્ણિમાનું વ્રત રાખવાનું મોટું મહત્વ છે. જે લોકો વૈશાખ સ્નાન નથી કરતા તેમને પણ આ પૂર્ણિમાના દિવશે વિશેષ અનુષ્ઠાન જરૂર કરવું જોઈએ. આનાથી આખો મહિનો પુણ્ય લાભ પ્રાપ્ત કરી શકાય છે. આ દિવસે સુપરમૂન પણ જોવા મળશે. એટલે કે ચંદ્રમા પોતાના આકારથી મોટો અને ચમકીલો જોવા મળશે.

વૈશાખ સ્નાનની સમાપ્તિ પર શું કરવું

વૈશાખ સ્નાનની સમાપ્તિ પર શું કરવું

વૈશાખ સ્નાનને વર્ષના સૌથી મોટા પર્વમાનો એક માનવામાં આવે છે. વૈશાખ સ્નાન કરનારા શ્રદ્ધાલુ આખા મહિને સૂર્યોદય પહેલા ઉઠી પવિત્ર નદીમાં અથવા પવિત્ર નદીઓના જળથી સ્નાન કરે છે અને આખો મહિનો ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરતા વ્રત રાખે છે. બુદ્ધ પૂર્ણિમા 7 મે વૈશાખ સ્નાને સમાપ્ત થઈ રહી છે. જે લોકોએ વૈશાખ સ્નાન કર્યું છે તેઓ વૈશાખ પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી પવિત્ર નદીઓના જળ પોતાના સ્નાન કરવાના પાણીમાં નાખીને સ્નાન કરે. સૂર્યની પ્રાથના કરવી અને વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા સંપન્ન કરે. પૂર્ણિમાની કથાનું શ્રવણ કરવું. દિવસભર નિરાહાર રહો. સાંજે ચંદ્રના દર્શન અને પૂજા કરો. બ્રાહ્મણ ભોજન કરાવો અથવા જરૂરતમંદ ગરીબોને ભોજન કરાવો અને દાન-દક્ષિણા પ્રદાન કરો. બ્રાહ્મણો અને ઘરના વૃદ્ધોના આશિર્વાદ લઈ વ્રતની પૂર્ણાહુતિ કરો.

જલકુંભ દાનથી સંકટ દૂર થશે

જલકુંભ દાનથી સંકટ દૂર થશે

વૈશાખ પૂર્ણિમાના દિવસે જલકુંભનું દાન કરવામાં આવે છે. આનાથી યમરાજાની પીડાથી મુક્તિ મળે છે. આકસ્મિક રૂપે આવતા સંકટોમાંથી મુક્તિ મળે ચે અને રોગોમાંથી છૂટકારો મળે છે. આના માટે એક માટીનો ઘડો લાવો. તેને શુદ્ધ જળથી ધોઈ ફરી શુદ્ધ જળથી ભરો. આના પર સ્વસ્તિક બનાવો અને લાલ દોરો બાંધવો. આ ઘડાને કોઈ યોગ્ય બ્રાહ્મણને દાન આપો.

ખીર ચંદ્રને અર્પિત કરો

ખીર ચંદ્રને અર્પિત કરો

બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને ખીર અર્પિત કરવાથી માનસિક રોગ, માનસિક તણાવ અને માનસિક સંકટોથી મુક્તિ મળે છે. આના માટે દૂધ- ચોખાની ખીર બનાવો અને તેમાં ખાંડની જગ્યાએ મિશ્રી ઉમેરો. ગુલાબના ફૂલની પાંખુડીઓ નાખો અને આ ખીરને થોડી મિનિટ સુધી ચંદ્રની રોશનીમાં રાખો. જે બાદ ખીરને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો અને પરિજનોને પણ ખવડાવો. આનાથી ચંદ્ર સાથે જોડાયેલા દોષ પણ સમાપ્ત થઈ જાય છે.

વર્ષનો અંતિમ સુપરમૂન

વર્ષનો અંતિમ સુપરમૂન

બુદ્ધ પૂર્ણિમાનો દિવસ આ વર્ષે 2020નો અંતિમ સુપરમૂન હશે. આ દિવસે ચંદ્રમા પૃથ્વીની નજીક આવી જશે અને તેનો આકાર વધુ ચમકીલો થઈ જશે. પૃથ્વીથી ચંદ્રમાની દૂરી 3,84,400 કિમી હોય ચે, પરંતુ આ દિવસે આ દૂરી ઘટીને 3,61.184 કિમી રહી જશે. જે બાદ આગલો સુપરમૂન 27 એપ્રિલ 2021ના રોજ જોવા મળશે.

જો સાચો હોય તમારો પ્રેમ તો આ ઉપાયોની મદદથી મેળવો પાર્ટનરનો સાથજો સાચો હોય તમારો પ્રેમ તો આ ઉપાયોની મદદથી મેળવો પાર્ટનરનો સાથ

English summary
Buddha Jayanti celebrate on Vaishakh Purnima and you will see Super MOON ON 7th May 2020, here is full details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X