Budhaditya Yog 2023 : સૂર્ય બુધની યુતિથી પાંચ રાશિને થશે લાભ, બુધાદિત્ય યોગથી ખુલશે કિસ્મત

Budhaditya Yog 2023 : વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળામાં એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. જ્યારે એક રાશિમાં એક કરતા વધુ ગ્રહો એકઠા થાય ત્યારે સંયોગ અથવા યુતિ બનાવે છે. જ્યોતિષ શાસ્ત્રોમાં ગ્રહોના રાજા સૂર્યદેવને માનવામાં આવે છે.

14મી એપ્રિલના રોજ સૂર્યની રાશિમાં પરિવર્તન આવ્યું છે અને 14મી મે સુધી સૂર્ય મેષ રાશિમાં રહેવાનો છે. મેષ રાશિમાં બુધ ગ્રહ પહેલેથી જ હાજર છે. સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ્યા બાદ આ બંને ગ્રહો એકસાથે બુધાદિત્ય રાજયોગ રચવાના છે. જેની શુભ અસર કેટલીક રાશિઓ પર જોવા મળશે.

Budhaditya Yog 2023

મેષ રાશિના જાતકોને બુધ અને સૂર્યના સંયોગથી શુભ પરિણામ મળશે, આ સમય દરમિયાન નોકરી કે, ધંધામાં મોટો ફાયદો થવાનો છે. આ સમય દરમિયાન જીવન સાથી સાથે સંબંધ સારા રહેશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચારની અપેક્ષા છે. આ સાથે અવિવાહિત લોકોના લગ્ન થઇ શકે છે.

સૂર્ય અને બુધના સંયોગથી કર્ક રાશિના લોકોના ભાગ્યમાં ઉન્નતિ થશે. નોકરીમાં પ્રગતિ, ધનલાભ અને સફળતા માટે આ સમય સારો રહેશે. પારિવારિક જીવન સુખી રહેશે. નાના ભાઈ-બહેનોનો સહયોગ મળશે. વ્યાપારીઓની આવકમાં વધારો થઈ શકે છે. આ સાથે નોકરી કરતા લોકોને પણ પ્રમોશન મળી શકે છે.

સિંહ રાશિનો સ્વામી સૂર્ય ગ્રહ છે. સૂર્ય અને બુધનો આ સંયોગ સિંહ રાશિના લોકોને લાભ આપશે. આ સાથે નોકરી ધંધામાં પ્રગતિ થશે. આ સમય દરમિયાન અટકેલા પૈસા પાછા મળી શકે છે. અટકેલા કામ પૂરા થશે.

ધન રાશિના લોકો માટે બુધ અને સૂર્યનો સંયોગ ફળદાયી સાબિત થશે. જો તમે નોકરી શોધી રહ્યા છો, તો તમને સારી તકો મળશે. આ સાથે જો તમે ભાગીદારીમાં વેપાર કરવા માંગો છો, તો આ એક શ્રેષ્ઠ તક છે.

કુંભ રાશિના જાતકો માટે સૂર્ય અને બુધનો સંયોગ લાભદાયી સાબિત થશે. આ સમય દરમિયાન અચાનક કોઈને લાંબી યાત્રા પર જવાનું મન થઈ શકે છે. મીડિયા ક્ષેત્રે કામ કરતા લોકોને નવી તકો મળશે. આ સાથે તમારા પિતા સાથે તમારા સંબંધો સુધરશે. પ્રમોશનના ચાન્સ પણ બની રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X