Chanakya Niti : નહીં રહે પૈસાની અછત, ચાણક્યની આ નીતિઓનું કરો પાલન
Chanakya Niti : નવા વર્ષની શરૂઆત થવાની સાથે જ લોકો નવા નવા પ્રણ લઇ રહ્યા છે. ઘણા લોકો પૈસા બચાવવા માટે અમુક નિયમ બનાવે છે. જો તમે પણ પૈસા બચાવવાનું વિચારી રહ્યા છો તો, તમારે ચાણક્યની આ નીતિ અપનાવવી જોઇએ.
જો તમે તમારૂ જીવન સુખમય બનાવી રાખવું છે અને માતા લક્ષ્મીનો ઘરનો સ્થાયી વાસ ઇચ્છો છો, તો તમારે ચાણક્યની નીતિનું પાલન કરવું જોઇએ.

આચાર્ય ચાણક્ય કહે છે કે, દરેક વ્યક્તિને લક્ષ્મીની ઈચ્છા હોય છે, પરંતુ દરેકને મા લક્ષ્મીનો આશીર્વાદ નથી મળતો. તો આવી સ્થિતિમાં ઘરમાં આર્થિક સમૃદ્ધિ અને મા લક્ષ્મીના આશીર્વાદ માટે ચાણક્ય નીતિનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
ખોટો ડોળ કરશો નહીં - માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે ચાણક્ય કહે છે કે, દેખાડો બિલકુલ ન કરો. વ્યક્તિએ પોતાની જાતને જૂઠ અને દેખાડો વગેરેથી દૂર રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ વસ્તુઓ માણસને અંધકાર તરફ લઈ જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ ગરીબ બની જાય છે. મા લક્ષ્મીના આશીર્વાદને જાળવી રાખવા માટે જરૂરી છે કે, વ્યક્તિએ ધન, સુંદરતા અને હોદ્દાનું બિલકુલ પ્રદર્શન ન કરવું જોઈએ.
ઝઘડાથી દૂર રહો - એવું કહેવાય છે કે, જે ઘરમાં ઝઘડા, કંકાસ અને કલેશ હોય છે, ત્યાં વ્યક્તિને ક્યારેય દેવી લક્ષ્મીની કૃપા નથી મળતી. એટલું જ નહીં, જે ઘરોમાં વડીલોનું સન્માન, સ્ત્રીઓનું સન્માન અને બીજાના હિતની અવગણના કરવામાં આવે છે. માતા લક્ષ્મી પણ ત્યાં ક્યારેય વાસ કરતી નથી. આવી સ્થિતિમાં આ વાતોનું ધ્યાન રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા મળે છે.
યથા શક્તિ અનુસાર દાન કરો - એવું માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ મુક્તપણે દાન કરે છે, તો તેની સંપત્તિમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ ખુલ્લા દિલથી દાન કાર્ય કરવું જોઈએ. આમ કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
