Chandra Grahan 2022: ભારતમાં આજે દેખાશે વર્ષનુ છેલ્લુ ચંદ્ર ગ્રહણ, જાણો કયા શહેરમાં કેટલો સમય દેખાશે
વર્ષ 2022નુ અંતિમ ચંદ્રગ્રહણ આજે સાંજે થવા જઈ રહ્યુ છે. અહીં જાણો કયા શહેરમાં કેટલો સમય દેખાશે.
Chandra Grahan 2022 in Timings: વર્ષ 2022નુ અંતિમ ચંદ્રગ્રહણ આજે સાંજે થવા જઈ રહ્યુ છે. આજે કારતક પૂનમ પણ છે. ગ્રહણ દરમિયાન ચંદ્ર પૃથ્વીના પડછાયાના સૌથી અંધારાવાળા ભાગમાં પ્રવેશ કરશે. જેના કારણે ચંદ્રનો રંગ લાલ થઈ જશે. જેને બ્લડ મૂન નામ આપવામાં આવ્યુ છે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ ગ્રહણને વૈદિક ધર્મમાં સારુ માનવામાં આવતુ નથી. તમને જણાવી દઈએ કે આ વખતે આ ગ્રહણ મેષ અને ભરણી નક્ષત્રમાં થશે.

ભારતીય સમય મુજબ ચંદ્રગ્રહણ 8 નવેમ્બરની સાંજે લગભગ 5:32 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 7.27 વાગ્યા સુધી ચાલશે. આ ગ્રહણ એશિયન ટાપુઓ, દક્ષિણ/પૂર્વ યુરોપ, ઑસ્ટ્રેલિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પેસિફિક એટલાન્ટિક અને હિંદ મહાસાગરમાં જોઈ શકાય છે. આવો જાણીએ ભારતના કયા ભાગોમાં આ ગ્રહણ કેટલા સમય માટે દેખાશે.
- દિલ્લી: રાજધાનીમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. તે સાંજે 05:28થી શરૂ થઈને સાંજે 07:26 સુધી રહેશે.
- કોલકત્તા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં આ ચંદ્રગ્રહણ સાંજે 04:55 વાગે શરૂ થશે. અહીં લોકો સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોઈ શકશે. તે સાંજે 07:26 વાગે સમાપ્ત થશે.
- મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. જે મુંબઈમાં 06:04 વાગે શરૂ થશે અને સાંજે 07:26 વાગે સમાપ્ત થશે.
- બેંગલુરુ: બેંગલુરુમાં પણ આંશિક ચંદ્રગ્રહણ દેખાશે. જે સાંજે 05:49થી શરૂ થશે અને સાંજે 07:26 વાગે સમાપ્ત થશે.
- નોઈડા: દિલ્લીને અડીને આવેલા નોઈડામાં પણ આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. જે સાંજે 05:30 વાગે શરૂ થશે અને 07:26 વાગે સમાપ્ત થશે.
- ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં પણ આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. જે સાંજે લગભગ 05:33 વાગ્યાથી શરૂ થશે. ચંદીગઢ: પંજાબ-હરિયાણાની રાજધાનીમાં પણ આંશિક ચંદ્રગ્રહણ દેખાશે. જે સાંજે 05:30 વાગે તેના તેજસ્વી રંગમાં દેખાશે.
- હૈદરાબાદ: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ચંદ્રગ્રહણ સાંજે 05:43 વાગે જોઈ શકાશે. અહીં પણ તે આંશિક રીતે દેખાશે.
- ચેન્નાઈ: તમિલનાડુની રાજધાનીમાં ગ્રહણ આંશિક રહેશે. જે સાંજે 05:42થી શરૂ થશે અને 07:26 વાગે સમાપ્ત થશે.
- શ્રીનગર: અહીં માત્ર આંશિક ગ્રહણ જોવા મળશે. જે સાંજે 05:31થી શરૂ થશે અને 07:26 કલાકે સમાપ્ત થશે.
વિજ્ઞાન મુજબ જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ ત્રણેય એક રેખામાં હોય છે. તેથી ચંદ્રનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચતો નથી અને અંધારુ થઈ જાય છે. ચંદ્રગ્રહણ હંમેશા પૂનમ પર જ થાય છે.












Click it and Unblock the Notifications
