For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chhath Puja 2021: આજે 'ખરના', સૂર્યદેવને ધરાવાશે ગોળ-ખીરનો પ્રસાદ, પછી શરુ થશે 36 કલાકનુ નિર્જળા વ્રત

છઠની શરૂઆત સોમવારથી થઈ ચૂકી છે. આજે સૂર્યદેવને પ્રસાદ ધરાવ્યા બાદ 36 કલાકનુ નિર્જળા વ્રત શરૂ થઈ જશે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લોકઆસ્થાના પર્વ છઠની શરૂઆત સોમવારથી થઈ ચૂકી છે. આજે વ્રતનો બીજો દિવસ છે જેને 'ખરના' કહેવામાં આવે છે. આજે સૂર્યદેવને પ્રસાદ ધરાવ્યા બાદ 36 કલાકનુ નિર્જળા વ્રત શરૂ થઈ જશે. આજે પ્રસાદ તરીકે ગોળની ખીરની પરંપરા છે અને સાથે લોકો મોટી રોટલી પણ ખાય છે. આજે લોકો ચૂલા પર ભોજન બનાવે છે. છઠનુ વ્રત ઘણુ સંયમવાળુ છે, આમાં સ્વચ્છતાનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આજના પ્રસાદમાં ખીર ઉપરાંત મૂળો, કેળા, ચોખાનો ઉપયોગ થાય છે અને લોકો ભોજન બનાવવા માટે સૂકા લાકડાનો ઉપયોગ કરે છે.

36 કલાકનુ કઠોર વ્રત શરૂ થશે

36 કલાકનુ કઠોર વ્રત શરૂ થશે

આ પર્વ છે આસ્થા, તપ અને વિશ્વાસનો. આજનો પ્રસાદ ગ્રહણ કર્યા બાદ 36 કલાકનુ કઠોર વ્રત શરૂ થઈ જાય છે કે જે સૂર્ય ભગવાનને સવારે અર્ધ્ય આપ્યા બાદ જ ખતમ થાય છે. આમાં વ્રત કરનારે લાદી પર ધાબળો કે ચાદર પાથરીને સૂવાનુ હોય છે. મહિલાઓએ સાડી જ્યારે પુરુષોએ ધોતી પહેરીને વ્રત કરવાનુ હોય છે. કુલ મળીને જે પણ આ વ્રત કરે છે તે પારંપરિક પોષાકમાં જ કરે છે કારણકે આ વ્રત આપણી સંસ્કૃતિને પણ પ્રદર્શિત કરે છે.

ઉગતા અને ડૂબતા સૂર્યની થાય છે પૂજા

ઉગતા અને ડૂબતા સૂર્યની થાય છે પૂજા

તમને જણાવી દઈએ કે આ એકલુ એવુ વ્રત છે જેમાં ડૂબતા સૂરજ અને ઉગતા સૂરજની પૂજા કરવામાં આવે છે. લોકો પોતાના સંતાનની લાંબી ઉંમર માટે આ વ્રત રાખે છે. કહેવાય છે કે ડૂબતો સૂરજ તમારા જીવન ચક્ર વિશે જણાવે છે જ્યારે ઉગતો સૂરજ તમને આશા અને નવા વિચારો વિશે જણાવે છે.

ખરનાના આગલા દિવસે છઠ પૂજાનો મુખ્ય દિવસ હોય છે

ખરનાના આગલા દિવસે છઠ પૂજાનો મુખ્ય દિવસ હોય છે

આજે 'ખરના' છે જેનો અર્થ છે શુદ્ધિકરણ. આ દિવસને લોહંડા પણ કહેવાય છે. માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં છઠ માતાનુ આગમન થાય છે. 'ખરના'ના આગલા દિવસે છઠ પૂજાનો મુખ્ય દિવસ હોય છે. આ દિવસે છઠ માતા અને સૂર્ય દેવની પૂજા કરવામાં આવે છે.

ઉગતા સૂર્યને અર્ધ્ય અપાશે

ઉગતા સૂર્યને અર્ધ્ય અપાશે

આ વર્ષે છઠની મુખ્ય પૂજા 10 નવેમ્બરના રોજ છે. આ દિવસે ડૂબતા સૂર્યને પહેલા અર્ધ્ય આપવામાં આવશે. આના આગલા દિવસે છઠ પૂજાનુ સમાપન થશે, આ દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે અને ત્યારબાદ પારણા કરીને વ્રત ખોલવામાં આવે છે.

English summary
Chhath Pooja second day is called Kharna. The festival will then conclude on November 11 with Usha Ardhya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X