મૈત્રીપૂર્ણ સ્વભાવ ધરાવે છે કુંભ રાશિના બાળકો

Posted By:
Subscribe to Oneindia News

જો તમારુ બાળક 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી વચ્ચે જન્મેલુ હોય તો તમારુ સંતાન સ્માર્ટ, ચાલાક અને ખાસ પ્રકારનું છે. કુંભ રાશિમાં જન્મેલુ બાળક વિશ્લેષણાત્મક અને તાક્રિક હોય છે. તેમના કાર્યો તદ્દન સ્પષ્ટ હોય છે અને તેઓ પોતાના પરિણામને લઈ સભાન હોય છે. કુંભ રાશિનું સંતાન ધરાવતા વાલીઓ વિસ્તારથી જાણે પોતાના બાળકની લાક્ષણિકતાઓ.

ઊર્જાથી ભરપૂર

ઊર્જાથી ભરપૂર

કુંભ રાશિનું બાળક ઊર્જા, લાગણી અને બુદ્ધિથી ભરપૂર હોય છે. તેમને નવા લોકોને મળવું, નવી વસ્તુઓનો ઉપયોગ કરવો અને નવા સ્થાનો પર જવું હંમેશા ગમે છે. તેઓ હંમેશા સક્રિય અને વ્યસ્ત રહેવાનો પ્રયત્ન કરે છે.

માનસિક રીતે ગેરહાજર

માનસિક રીતે ગેરહાજર

એવું નથી કે તેઓ તમને સાંભળતા નથી કે તેઓ તમને ઈગ્નોર કરે છે પણ તેમનું મગજ સતત ચાલતુ રહે છે અને ખૂબ જ ઝડપથી ચાલે છે. તે ભૂલી જાય છે કે તમે તેને શું કહ્યુ હતુ. તેઓ એક સમયે અનેક વસ્તુઓ વિશે વિચારે છે, જેથી તમને લાગશે કે તે તમારી અનદેખી કરી રહ્યા છે.

અત્યંત લાગણીશીલ

અત્યંત લાગણીશીલ

કુંભ રાશિના બાળકો અત્યંત લાગણીશીલ હોય છે. તેમને પોતાની ઉંમરના બાળકોની કંપની ગમે છે. તેઓ પ્રાકૃતિક પ્રકૃતિ ધરાવે છે. તેઓ કુદરતના પ્રેમી હોય છે. કુંભ રાશિના બાળકો બોલાયેલા શબ્દો પર ખૂબ જ ધ્યાન આપે છે, અજાણ્યામાં પણ કહેવાયેલા શબ્દો પણ તેમને જલ્દીથી દુઃખી કરી જાય છે. આ વાતો તેમના વ્યક્તિત્વના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેમના મગજ પર પણ ઘણો પ્રભાવ પાડે છે.

મૈત્રીપૂર્ણ સ્વભાવ

મૈત્રીપૂર્ણ સ્વભાવ

તેમનો સ્વભાવ મોહક, આકર્ષક અને મૈત્રીપૂર્ણ હોય છે. કુંભ રાશિના બાળકને પ્રેમની ખૂબ જરૂર હોય છે. તેમના માતા પિતાએ તેમની પૂરતી સંભાળ લેવી જોઈએ, તેમને માન આપવું જોઈએ અને તેમની સાથે મૈત્રી કરવી જોઈએ. તેમને બળવાખોરી ગમતી નથી.

અંતરજ્ઞાની

અંતરજ્ઞાની

કુંભ રાશિના બાળકો કલ્પનાશીલ અને રચનાત્મક હોય છે. કુંભ રાશિના બાળકો કાલ્પનિક દુનિયામાં રહે છે. તેમની અંતરજ્ઞાનની શક્તિ મજબૂત હોય છે. જેથી સમસ્યાઓ આવે તે પહેલા તે માટે યોગ્ય ઉકેલ શોધી કાઢે છે.

English summary
Know nature and personality of Aquarius children according to Aatrology.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.