
રાશિ અનુસાર લગાવો ગુલાલ અને થઇ જાવ માલામાલ!
[પં.અનુજ કે. શુક્લ] હોળી પ્રકૃતિના નવવર્ષનો ઉત્સવ છે. હોળીમાં જાતિ, ધર્મ, સંપ્રદાય અને ઊંચ-નીચના સામાચિક નિયમ તૂટી જાય છે. કદાચ જો પૃથ્વી પરથી આ સામાજિક રૂઢિવાદ નીકળી જાય તો ધરતી સ્વર્ગ સ્વર્ગ બની જાય. દ્વેષ અને વેરજેરને પ્રેમના રંગથી ધોઇ નાખવી જ વાસ્તવીક હોળી છે.
શાસન અને પ્રશાસનની દંડાધિકારી પોલીસ છે તો પ્રકૃતિના દંડાધિકારી વ્યક્તિ છે. જ્યારે આપણે જાણ્યે-અજાણ્યે કોઇને પ્રતાડીએ છીએ, તો પ્રકૃતિ તેની સજા આપણને વ્યક્તિના માધ્યમથી આપે છે. જો આપ એકબીજા સાથે ઇર્ષ્યા-દોષ, છલ-કપટ અને વાદ-વિવાદ દૂર કરીને એક-બીજા પ્રત્યે સોહાર્દ તથા પ્રેમ બનાવી રાખશો તો અક્ષય ઉર્જાના દંડથી બચી રહેશો.
આવો અહીં જોઇએ કે ધૂળેટીના દિવસે આપ કોને કયો રંગ લગાવશો જેથી આપના જીવનમાં ખુશીઓ જ ખુશીયો આવે.. જુઓ સ્લાઇડરમાં...

મેષ
ભત્રીજા અને ભત્રીજીઓને લાલ ગુલાલ લગાવીને હોળી રમવી. હનુમાનજીને 11 ગુલાબના ફૂલ ચઢાવો અને તેમાંથી ફૂલ લઇને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. એવું કરવાથી આખું વર્ષ મા લક્ષ્મીની કૃપા બની રહેશે.

વૃષભ
સાસરીપક્ષના લોકોની સાથે ચમકવાળા ગુલાલથી હોળી રમવી જેનાથી સંબંધોમાં મધુરતા બની રહે છે. હોળીના દિવસે શિવજી પર લાલ ગુલાલનું લેપન કરવાથી આવનારી સમસ્યાઓનું શમન થશે અને મનોકામના પૂર્ણ થશે.

મિથુન
મિત્રગણોની સાથે લીલો રંગ લગાવી અથવા ગુલાલ લગાવીને મસ્તી કરો. ગણેશજી પર લીલો ગુલાલ ચઢાવો તથા ગણેશ સ્ત્રોતનું પાઠ કરો.

કર્ક
આજના દિવસે આપની માતાને ગુલાલ લગાવો અને દરેક બાધાને દૂર કરી આગળ વધી શકશો. હોળીના દિવસે શિવ-પાર્વતીને ગુલાલ ચઢાવો અને મિશ્રીનો ભોગ લગાવી વિધિવત પૂજન કરો.

સિંહ
પોતાના પિતાને ગુલાલનો તિળક લગાવીને તેમનાથી આશિર્વાદ મેળવો. હોળીના દિવસે સવારે વહેલા જળમાં ગુલાલ અને ગુલાબનું ફૂલ મૂકીને સૂર્યદેવને અર્પણ કરો.

કન્યા
શનિ દેવની સ્તુતિ કરો અને તેમને આસમાની ગુલાલ અથવા કાળા તલ ચઢાવો. પોતાની બહેન અને ફોઇને આસમાની ગુલાલ ચોક્કસ લગાવો.

તુલા
હોળીના દિવસે તમારી પત્નીને બ્રાઇટ રંગનો ગુલાલ લગાવો જેનાથી આપની વચ્ચે પ્રેમ બની રહેશે. મા લક્ષ્મી સ્ત્રોતનું પઠન કરો.

વૃશ્ચિક
આજના દિવસે તમારા ભાઇઓ લાલ ગુલાલ ચોક્કસ લગાવો જેનાથી અંદરોઅંદર પ્રેમમાં વધારો થશે. હનુમાનજીના જમણી બાજુ પર લાલ ગુલાબ લગાવો.

ધનુ
તમારી સંતાનની સાથે પીળા રંગ સાથે ગુલાલથી હોળી રમવાથી નારાજગી દૂર થઇને એક-બીજાના પ્રત્યે પ્રેમ ઉભરાશે. કેળા પર દૂધનો અભિષેક કરવાથી ધન-ધાન્યમાં વધારો થશે.

મકર
મકર રાશિના જાતકોએ મિત્રો અને સ્નેહિજનોને વાદળી રંગના ગુલાલથી રંગવા, તેમજ શનિ દેવને પણ કાળા રંગનો ગુલાલ અને અને તલ અર્પણ કરવા.

કુંભ
કુંભ રાશિના જાતકો વૃદ્ધ વ્યક્તિઓની સાથે આસમાની અને ગુલાબી રંગની સાથે હોળી રમો જેનાથી શનિ દેવની કૃપા આપની પર હંમેશા બની રહેશે. કાલભૈરવનું પૂજન કરવાથી આર્થિક સ્થિતિ સુદ્રઢ બનશે.

મીન
મીન રાશિના જાતકો પોતાના ગુરુને પીળા રંગનો ગુલાલ ચોક્કસ લગાવે. એવું કરવાથી ગુરુની કૃપાથી આપ દિવસ-રાત ઉન્નતિ કરશો. હોળી દહન સમયે છાણીયા અગ્નિમાં નાખવાથી બાધાઓ દૂર થાય છે.