Astro Tips: બિમારી અને મૃત્યુના ભયમાંથી છૂટકારો મેળવવા કરો આ ઉપાય
વ્યક્તિને પોતાના જીવનમાં સૌથી વધારે ડર મૃત્યુનો હોય છે, તેની સાથે જ વ્યક્તિને બિમારીઓનો પણ તેટલો જ ડર હોય છે. કારણ કે તેનાથી માત્ર પીડિત વ્યક્તિને જ નહિં પણ આખા કુટુંબને મુશ્કેલી ભોગવવી પડે છે.
વ્યક્તિને પોતાના જીવનમાં સૌથી વધારે કોઈ ડર હોય તો તે છે મૃત્યુનો. મૃત્યુની સાથે જ બિમારીઓનો ડર પણ વ્યક્તિને માનસિક રીતે તોડી નાખે છે, કારણ કે તેનાથી માત્ર બિમારી વ્યક્તિ જ હેરાન નથી થતી પણ આખુ કુટુંબ તેનાથી હેરાન થાય છે. સાથે જ આર્થિક ખુવારી આવે તે જુદી. જ્યોતિષ પ્રમાણે વ્યક્તિનું બિમાર પડવું કે નહિં તે તેના ગ્રહો પર આધાર રાખે છે. જો ગ્રહ દશા સારી ન હોય તો જ્યોતિષ શાસ્ત્રમાં આ ગ્રહ દશા સારી કરવા માટેના ઉપાય હોય છે. દુનિયાભરના લોકોનો જ્યોતિષમાં વિશ્વાસ વધતો જઈ રહ્યો છે.

કુંડળીનો છઠ્ઠા ભાવ
આજે અમે તમને આવા જ કેટલાક ઉપાયો જણાવિશું જેને કરવાથી બિમારીઓમાંથી બચી શકાય છે. સાથે જ મૃત્યુનો ભય પણ ઓછો થાય છે. જન્મકુંડળીમાં છઠ્ઠો ભાવ રોગ, બિમારી દર્શાવે છે. તેમાં બેસતા અશુભ ગ્રહો પ્રમાણે વ્યક્તિ રોગનો ભાગ બને છે. જો છઠ્ઠા ભાવમાં અશુભ ગ્રહની દશા કે અતર્દશા હોય તો ભયંકર રોગ થાય છે. પરિણામે બિમારીઓ વિશે કુંડળીના છઠ્ઠા ભાવ અને તેમાં હાજર ગ્રહો અને તેના ભાવ પર અન્ય ગ્રહોની દ્રષ્ટિથી જાણી શકાય છે.

મગજ, આંખ, મોઢુ, કાન અને ગળાને લગતા રોગો
કુટુંબમાં જો કોઈ વ્યક્તિના મગજ, આંખ, મોઢુ, કાન અને ગળાને લગતા રોગો છે તો સતત સાત રવિવાર સુધી સૂર્યનો આ ઉપાય કરવો જોઈએ. જેમાં રોગીના તકિયા નીચે શનિવારે તાંબાનો એક સિક્કો મુકો. રવિવારે સૂર્યોદય વખતે ઉઠો અને એક તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તે સિક્કો તેમાં નાખો. પછી આ જળ ઉગતા સૂર્યને અર્પિત કરો. આવું સતત સાત રવિવાર સુધી કરો. તેનાથી રોગી સ્વસ્થ થઈ જશે.

હૃદય, ફેફસા, પેટ, કિડની, લિવરને લગતા રોગો
હૃદય, ફેફસા, પેટ, કિડની, લિવરને લગતા રોગો ધરાવતી વ્યક્તિએ સાત સોમવાર સુધી આ ઉપાય કરવો. આ પ્રમાણે સોમવારે ચાંદીના એક કળશમાં કાચુ દૂધ, ગંગાજળ અને થોડા ચોખા નાખો. આ કળશને રોગી વ્યક્તિનો હાથ લગાવો અને પછી શિવ મંદિરમાં જઈ શિવલિંગ પર મહામૃત્યજંય મંત્રનો જાપ કરતા તેને અર્પિત કરો. મહામૃત્યુંજય મંત્રનો જાપ સાત કે 11 વખત કરો અને આટલા સમયમાં જ કળશની સામગ્રી શિવલિંગ પર નાખી દો. આમ સાત સોમવાર સુધી કરવાથી રોગી જલ્દી સારો થઈ જાય છે.

હાડકા, સાંધા, નબળાઈ, લોહીની ખામી, સ્ત્રી રોગ
હાડકા, સાંધા, નબળાઈ, લોહીની ખામી, સ્ત્રી રોગ, એનિમિયા, હાથ-પગની નબળાઈ જેવી બિમારીઓને દૂર કરવા માટે મંગળદેવનો ઉપાય કરવો. જેમાં કોઈ મંગળવારથી શરૂ કરી બીજા મંગળવાર સુધી દરરોજ આ ઉપાય કરવો. જેમાં કાળા પત્થરની શિવલિંગ પર ગંગાજળ મિશ્રિત જળ અર્પિત કરો. શિવલિંગ પર લાલ ચંદન લગાવો અને બીલીપત્ર સાથે લાલ ફૂલ અર્પિત કરો. આ મંગળવાર સુધી આઠ દિવસ સુધી કરવાથી આ સમસ્યા દૂર થશે.












Click it and Unblock the Notifications
