Diwali 2017 : દિવાળી પર લક્ષ્મીપૂજા માટે જરૂરી સામગ્રીનું લિસ્ટ

દિવાળીમાં પૂજા કરવા માટે આ સામગ્રીની જરૂર પડે છે, તેના વિના તમે દિવાળીમાં પૂજા કરી શકતા નથી. ત્યારે જાણો આ સામગ્રી વિષે અહીં.

હિંદુ ધર્મમાં ઉજવાતા તહેવારોમાં સૌથી મોટો તહેવાર એ દિવાળી છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દિવાળી કુલ 5 દિવસો સુધી ઉજવવામાં આવતો તહેવાર છે. જેમાં ધનતરેસ, કાળી ચૌદશ ત્યારબાદ દિવાળી અને પછી બેસતુ વર્ષ અને ભાઈ-બીજ ઉજવાય છે. દિવાળીના દિવસે લોકો પૂજા કર્યા બાદ આતશબાજી કરે છે. દીવા પ્રગટાવે છે અને મિઠાઈઓનું સેવન કરે છે, મિત્રોને ભેંટ આપે છે, તેમના ઘરે જાય છે. આ વર્ષે દિવાળી 19 ઓક્ટોબરે આવી રહી છે. દિવાળીના દિવસે સામાન્ય દિવસોની જેમ પૂજા થતી નથી. આ દિવસે પૂજા કરવાની એક ખાસ વિધિ હોય છે અને કેટલીક ખાસ સામગ્રીઓની તેમાં જરૂર પડે છે.

જો તમે આ વર્ષે વિધિ-પૂર્વક પૂજા કરવા ઈચ્છો છો તો આ આર્ટીકલ તમારા માટે અગત્યનો છે. આ લેખમાં તમને પૂજા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે તે નીચે મુજબ જણાવેલ છે.

પૂજાની થાળી

પૂજાની થાળી

લક્ષ્મીપૂજનની થાળી તૈયાર કરવા માટે પૂજાનો આ સામાન ખૂબજ સામાન્ય છે. જે મોટેભાગે દરેક ઘરમાં તમને મળી રહેશે. દિપક, એક ઘંટડી, અગરબત્તી, ચંદનની લાકડી અથવા પેસ્ટ. હવે જાણો પૂજાની થાળી કેવી રીતે સજાવશો? તમે ઈચ્છો તો એક થાળીમાં આ તમામ સામગ્રીને ભેગી કરી શકો છો. આ દિવસે બજારમાં પૂજા માટે સુંદર-સુંદર થાળીઓ હોય છે. તેમાંથી એક ગોળ થાળીને પસંદ કરો. આ થાળીમાં એક સ્વસ્તિક બનાવો અને તેને બનાવવા માટે તમે ચંદનની પેસ્ટનો ઉપયોગ કરો. થાળીની વચ્ચે એક દિવો મુકો. હવે તેમાં અગરબત્તી અને ઘંટડી સાઇડમાં મુકો. થાળીમાં શંખ મુકો. થાળીના બાકીના ભાગમાં ફૂલો મુકો. તેનાથી થાળી સુંદર દેખાશે.

લક્ષ્મી પૂજા માટે જરૂરી વસ્તુઓ

લક્ષ્મી પૂજા માટે જરૂરી વસ્તુઓ

ઓમ લખેલો ચાંદીનો સિક્કો અથવા તમે સોનાનો સિક્કો પણ લઈ શકો છો. માટીનો દીવો, ધૂપદાની, દીપક માટીનો બનેલો, માચીસ, પૂજા થાળી, દૂઘ, ચોખા, ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ, સિલ્કનું વસ્ત્ર, મિઠાઈઓ, અગરબત્તી, ફૂલ, કમળનું ફૂલ, પાણીની સાથે કળશ, આરતી માટે થાળી

ધ્યાનમાં રાખવાની બાબતો

ધ્યાનમાં રાખવાની બાબતો

  • પૂજા દરમિયાન એ વાતનું ધ્યાન રાખવું કે પૂજાની થાળીમાં સિક્કો જરૂર મુકવો. ઘણા લોકો નાની અને મોટી દિવાળીના દિવસે અલગ-અલગ સિક્કા મુકે છે.
  • કેટલાક લોકો આ સિક્કા ન મુકતા 11, 21, 31 કો 101 સિક્કા મુકે છે. એક મોટી થાળી લો અને તેમાં બધા જ દીવા મુકો.
  • તેમાના એક મોટા દીવાને દેશી ઘીથી ભરો અને બાકીના સરસીયા તેલથી ભરો.

ધ્યાન રાખો

ધ્યાન રાખો

  • પૂજાની થાળીમાં ચાંદલા કરવા માટે કુંકુ, હળદર, ચંદન અને ચોખા રાખો. જે સ્થાને ભગવાનની મૂર્તિને રાખો છો ત્યાં સિલ્કનું કપડુ પાથરો અને ભગવાનને સ્થાપિત કરો. દરેક વર્ષે નવી મૂર્તિ રાખવી અગત્યની છે.
    • પૂજા માટેનું ખાસ મહત્વ હોય છે, જે તમે પંચાંગમાં જોઈ શકો છો. મોટેભાગે સાંજના સમયે પૂજા કરવામાં આવે છે.
    • પૂજામાં ભગવાનને પ્રસાદ માટે ખીર, બતાશા, મિઠાઈઓ ચઢાવો. આ રીતે પૂજા માટેની તમામ સામગ્રી તૈયાર કર્યા બાદ પૂજા કરવાની શરૂ કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X