For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી પર આ ઉપાયો સાથે કરો મા લક્ષ્મીની પૂજા, ઘરમાં આવશે ખુશીઓ અને વરસશે ધન

દિવાળીની પૂજા પહેલા અમે તમને જણાવવામાં જઈ રહ્યા છે કે ઘરમાં સમૃદ્ધિ, ધન-ધાન્યની વૃદ્ધિ માટે શું ઉપાય કરશો?

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હિંદુ ધર્મમાં સુખ-સમૃદ્ધિનો સૌથી મોટો તહેવાર છે આજે. કારતક મહિનાની અમાસના દિવસે મનાવાતો આ પર્વ આજે 4 નવેમ્બર(ગુરુવાર)ના રોજ છે. આ દિવસે ધનની દેવી મા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરીને દિવાળીના પર્વને મનાવવામાં આવે છે. વિધિ વિધાન સાથે પૂજા કરવાથી મા લક્ષ્મી અને ભગવાન ગણેશ પાસે સુખ-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. એવામાં દિવાળીની પૂજા પહેલા અમે તમને જણાવવામાં જઈ રહ્યા છે કે ઘરમાં સમૃદ્ધિ, ધન-ધાન્યની વૃદ્ધિ માટે શું ઉપાય કરશો?

maa

સનાતન ધર્મમાં દિવાળીના તહેવારનુ ખાસ મહત્વ છે. મા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા દ્વારા લોકો પોતાના ઘર અને જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. પૂજા પહેલા ઘરને સજાવવામાં આવે છે અને મા લક્ષ્મીને દીવાની રોશની વચ્ચે સ્વાગત કરવામાં આવે છે. આસ્થા છે કે વિધિ વિધાનથી પૂજા કરવાથી મા લક્ષ્મી તમારા પર ધનની વર્ષા કરે છે. દિવાળીની રાતને સિદ્ધિ આપનારી કહેવામાં આવે છે. માન્યતા છે કે આ રાતે જો કોઈ ભક્ત યોગ્ય પૂજા અને અનુષ્ઠાન કરો તો અવશ્ય રીતે સફળ થાય છે.

જો કોઈ વ્યક્તિ દેવા સહિત ધન સંબંધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ હોય તો દિવાળી પર અમુક ખાસ ઉપાયો કરીને તે આ પીડાઓથી પાર થઈ શકે છે. તો જાણો શું કરવા પડશે?

1. દિવાળીની રાતે પૂજા માટે 5 સોપારી(ખંડિત ન હોવી જોઈએ). આ સાથે પાંચ કોડી અને હળદર લો. પછી આ બધાને ગંગાજળથી પવિત્ર કરીને લાલ રંગના સાફ કપડામાં પોટલી બનાવીને બાંધી દો. પછી આ પોટલીને લક્ષ્મી પૂજન કરતી વખતે તેની પણ પૂજા કરો અને પછી મા લક્ષ્મીજીના ચરણોમાં રાખી દો. આગલા દિવસે તેને ઉઠાવીને પોતાની એ જગ્યાએ જ્યાં તમે પૈસા રાખતા હોય, જેમ કે તિજોરી, ગલ્લો કે અલમારીમાં રાખી દો. માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં બરકત આવશે અને દેવામાંથી મુક્તિ મળશે.

2. વળી, સુખ-સંપન્નતા અને દેવા મુક્તિ માટે દિવાળીના દિવસે ગરીબ લોકોને મિઠાઈ, કપડા જેવી વસ્તુઓનુ દાન કરવુ જોઈએ. જો બની શકે તો જમાડવા જોઈએ. આમ કરવાથી લક્ષ્મી મા પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહિ થાય. આ પવિત્ર કામને દિવાળીની અમાસ ઉપરાંત દરેક અમાસની તિથિએ કરવી જોઈએ. આનાથી દેવામાંથી મુક્તિ મળશે.

3. પૂજન સમયે માતાને કમળના ફૂલ અને કમલગટ્ટાની માળા ચડાવવી જોઈએ. જો કમલગટ્ટાની માળા ન મળે તો 5 કમળ અર્પિત કરી શકો છો. આનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે કારણકે મા લક્ષ્મીને કમળ અતિ પ્રિય છે. તે કમળના આસન પર બિરાજમાન થાય છે. એવામાં ધન સંબંધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત કમલગટ્ટાની માળાથી લક્ષ્મીના 'ओम ह्रीं महालक्ष्मी च विद्महे विष्णुपत्नीं च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ह्रीं ओम,। મંત્રનો જાપ દિવાળીની રાતે કરવો જોઈએ. માન્યતા છે કે જો આ મંત્રનો નિયમિત રીતે 1008 વાર જાપ કરવામાં આવે તો દેવામાંથી મુક્તિ મળે છે.

English summary
Diwali 2021: Lakshmi Poojan for prosperity Diwali remedies for wealth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X