Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Diwali 2021: વાંચો દિવાળીની કથા

પ્રભુ શ્રીરામના અયોધ્યા પાછા આવવાની ખુશીમાં દિવાળી મનાવાય છે. વાંચો, અહીં દિવાળી કથા.

નવી દિલ્લીઃ દિવાળીનો દિવસ આસ્થા, ભરોસો, વિશ્વાસ, ત્યાગ, હર્ષ, ખુશી અને સચ્ચાઈનો માનક છે. કહેવાય છે કે રાવણનો વધી કરીને 14 વર્ષનો વનવાસ ભોગવીને પ્રભુ શ્રીરામ, માતા સીતા અને અનુજ લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા આવ્યા હતા. એ દિવસ કારતક મહિનાની અમાસનો હતો. લોકોએ પોતાના ઘરોને રામના આવવાની ખુશીમાં દીવાથી સજાવ્યા હતા માટે આ દિવસે દીવા પ્રગટાવવાની પરંપરા છે અને માટે તેને દિવાળી કહેવામાં આવે છે.

મા લક્ષ્મી અને વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પૂજા

મા લક્ષ્મી અને વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પૂજા

આ દિવસે લોકો મા લક્ષ્મી અને વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પૂજા કરે છે કારણકે મા લક્ષ્મી જ સુખ અને સંપન્નતાની દેવી છે. તેમના આશીર્વાદ વિના સંસારનુ કોઈ પણ કામ પૂરુ થતુ નથી પરંતુ લક્ષ્મી એટલે કે ધનનો ખર્ચ કરવા માટે માનવીની વિવેક-બુદ્ધિ ઠીક હોવી જરૂરી છે માટે આ દિવસે મા લક્ષ્મી સાથે વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ પ્રભુ શ્રી ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે. આ પર્વ વિશે બીજી પણ ઘણી કથાઓ છે જેમાંથી એક ઘણી પ્રચલિત છે જેને દિવાળીના દિવસે જરૂર સપરિવાર સાંભળવી જોઈએ.

વૃક્ષ પર મા લક્ષ્મીનો વાસ હતો

વૃક્ષ પર મા લક્ષ્મીનો વાસ હતો

એક ગામમાં એક સાહૂકાર રહેતો હતો, તે ખૂબ ઈમાનદાર અને બુદ્ધિમાન હતો પરંતુ ગરીબ હતો. તેને એક સુંદર અને સુશીલ દીકરી હતી. તે દીકરી પીપળાના વૃક્ષમાં રોજ જળ ચડાવતી હતી. એ વૃક્ષ પર મા લક્ષ્મીનો વાસ હતો. મા લક્ષ્મીએ એક દિવસ એ સાહૂકારની દીકરીને કહ્યુ કે તે એની સાથે મિત્રતા કરવા માંગે છે, શું તે એમની મિત્ર બનશે? આના પર એ છોકરીએ કહ્યુ કે તે પોતાના પિતાને પૂછીને કહેશે. એ છોકરીએ પોતાની બધી વાત પિતાને જણાવી દીધી, જેને સાંભળ્યા બાદ સાહૂકારે હા કરી દીધી.

ઘરે આવવાનુ આમંત્રણ આપ્યુ

ઘરે આવવાનુ આમંત્રણ આપ્યુ

મા લક્ષ્મીએ સાહૂકારની દીકરીને પોતાના ઘરે બોલાવી અને ત્યારબાદ સાહૂકારની દીકરી અને મા લક્ષ્મી બંને બહેનપણીઓ બની ગઈ. એક દિવસ મા લક્ષ્મીએ સાહૂકારની દીકરીને પોતાના ઘરે બોલાવી અને ત્યાં તેમની ઘણી આવ-ભગત થઈ. સાહૂકારની દીકરીને ઘણુ સારુ લાગ્યુ. જ્યારે તે ઘરમાંથી જવા લાગી ત્યારે લક્ષ્મીજીએ તેમને પૂછ્યુ કે તે તેમને પોતાના ઘરે બોલાવી રહી છે? સાહુકારની દીકરીએ તરત જ તેમને પોતાના ઘરે આવવાનુ આમંત્રણ આપી દીધુ.

ઘરની સ્થિતિ ઠીક નહોતી

ઘરની સ્થિતિ ઠીક નહોતી

પરંતુ જ્યારે તે ઘરે પાછી આવી તો ખૂબ ઉદાસ થઈ ગઈ કારણકે તેના ઘરની સ્થિતિ તો ઠીક નહોતી પરંતુ તેના પિતાએ કહ્યુ કે તુ ઘરને સાફ તો કરી શકે છે. સાહૂકારની દીકરી તરત જ સાફ-સફાઈમાં લાગી ગઈ અને પોતાના ઘરને કાચ જેવુ ચમકાવી દીધુ. ત્યારે એક સમડી ક્યાંકથી હીરાનો હાર તેમના ઘરે મૂકી ગઈ. સાહૂકાર અને તેની દીકરી ખૂબ ખુશ થયા અને તેમણે તેને વેચીને પૈસા ભેગા કર્યા અને તેનાથી ઘરમાં પકવાન બનાવ્યા. થોડી વાર પછી મા લક્ષ્મી અને ગણેશ ભગવાન તેમના ઘરે પધાર્યા. જ્યાં સાહૂકાર અને તેમની દીકરીએ એ બંનેની ઘણી આવ-ભગત કરી. જેનાથી બંને ઘણા પ્રસન્ન થયા અને સાહૂકાર અને તેમની દીકરીને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ સાહૂકાર પાસે કોઈ વસ્તુની કમી ન થઈ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X