રવિવારે સ્નાન પહેલા કરો આ ત્રણ કામ, ચમકી જશે કિસ્મત
રવિવારે સ્નાન પહેલા કરો આ ઉપાય, થશે અઢળક લાભ
વૈદિક જ્યોતિષમાં સૂર્યને ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે. જન્મકુંડલીમાં સૂર્ય બળવાન હોય તો જાતકે જીવનમાં ક્યારેય અસફળતાનો સામનો નથી કરવો પડતો. તેને જીવનમાં ભરપૂર માન-સન્માન, પ્રતિષ્ઠા અને સરકારી નોકરીમાં મોટું પદ હાંસલ થાય છે. એવા વ્યક્તિઓ પોતાના સુકર્મોના બળ પર સૂર્યની સમાન ચમકે છે, પરંતુ જો કુંડલીમાં સૂર્ય નબળો હોય તો વ્યક્તિએ અનેક અડચણોનો સામનો કરવો પડે છે. તે નાનામાં નાની સફળતા મેળવવા માટે પણ તરસતો રહે છે. ત્યારે જો તમારી કુંડલીમાં પણ સૂર્ય કમજોર હોય તો સૂર્યોદય પહેલા અહીં જણાવેલ ઉપાય કરવાથી તમારી કિસ્મત પણ ચમકી ઉઠશે.

જન્મકુંડલીમાં સૂર્યનો પ્રભાવ
સૂર્ય જો જન્મકુંડલીમાં અશુભ પ્રભાવ પાડી રહ્યો હોય. તમારા જીવનમાં પ્રગતિનો પંથ નથી દેખાઈ રહ્યો. અન્યો માટે ઘણું બધું કરવા છતાં તમને માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા હાંસલ નથી થતા તો કોઈપણ રવિવારે સૂર્યોદય સમયે નહાતી વખતે પાણીમાં લાલ ચંદન, કેસર અને થોડા ચોખા નાખવા અને 'ॐ ધૃણિઃ સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરતાં કરતાં સ્નાન કરવું. આ પ્રયોગ દર રવિવારે કરવો.

આ લાભ મળશે
- જો તમે સતત આ પ્રયોગ 51 રવિવાર એટલે કે એક વર્ષ સુધી કરશો તો ક્યારેય કોઈપણ કાર્યમાં અસફળ નહીં થાઓ. નોકરીમાં પ્રગતિ થશે.
- માન-સન્માનમાં કમી અનુભવી રહ્યા હોવ તો આ પ્રયોગ સતત 31 રવિવાર સુધી કરો. જેનાથી પરિવાર અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા જળવાઈ રહેશે.
- સૂર્ય કમજોર હોવાના કારણે નેત્ર રોગ થાય છે. જો તમને પણ કોઈ પ્રકારના નેત્ર રોગ હોય તો 27 રવિવાર સુધી આ પ્રયોગ કરવો.
- આર્થિક સ્થિતિમાં મજબૂતી માટે 31 રવિવાર સુધી આ પ્રયોગ કરો અને સ્નાન બાદ તાંબાના લોટાથી સૂર્યને અર્ધ્ય આપો.
- દરેક રવિવારે સૂર્ય યંત્ર પર લાલ ચંદન અર્પણ કરવાથી કુંડલીના સમસ્ત ગ્રહ દોષ સમાપ્ત થઈ જાય છે.
- ઘરના પૂર્વ ભાગમાં તાંબાનુ સૂર્ય યંત્ર સ્થાપિત કરવાથી વાસ્તુદોષ સમાપ્ત થઈ જાય છે.
- જો કોઈ પ્રકારના ત્વચા રોગથી પરેશાન હોવ તો રવિવારે મીઠા વિનાનો ખોરાક લેવો.
- સૂર્યની મજબૂતી માટે સવા પંચ કેરેટનો માણિક સોનાની અંગૂઠીમાં રવિવારે ધારણ કરવી.
- લગ્ન ન થઈ શકતા હોય તો રવિવારે સવા કિલો ઘઉંમાં લાલ ચંદન અને તાંબાના ચોરસ ટૂકડા રાખીને ગરીબોને દાન કરો.

વાસ્તુદોષ દૂર કરવા માટે આ ટિપ્સ અપનાવો
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
