મા લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો આ ઉપાય જરૂર કરો
મા લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો આ ઉપાય જરૂર કરો
સુખ-સમૃદ્ધિની ઈચ્છા કોને ના હોય, પ્રત્યેક વ્યક્તિ પોતાના જીવન દરમિયાન મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તેવું ઝંખતો હોય છે. જ્યોતિચાર્ય પંડિત શિવકુમાર શર્મા મુજબ જ્યોતષમાં સુખ સમૃદ્ધિ માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને તમારી સુવિધાનુસાર કરી શકાય છે. તમે પણ અહીં જાણો મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કયા ઉપાય કરી શકાય છે.

કોઈને દગો આપીને ધન ભેગું ના કરો
જીવનમાં હંમેશા ધ્યાન રાખો કે કોઈ પાસેથી કોઈપણ ચીજ મફતમાં ના લો. તેનું મૂલ્ય જરૂર ચૂકવો. કોઈપણ વ્યક્તિને દગો આપી ધન એકઠું ના કરો. આવું ધન બહુ વધુ સમય સુધી નથી ટકી શકતું. આવું ધન તે વ્યક્તિ અને તેના પરિવારને કરજામાં ધકેલી દે છે. આવું કરનારા વ્યક્તિ ગમે તેટલાક પ્રયત્નો કેમ ના કરે, સમૃદ્ધિ અને સફળતા નથી મળી શકતી.

કમાણીનો થોડો ભાગ દાન કરો
ગમે તેટલી આવક કેમ ના હોય, પરંતુ દર મહિને તેનો થોડો ભાગ ધાર્મિક કાર્યોમાં અથવા દાન-પૂર્ણમાં ખર્ચ કરો. આવું કરવાથઈ વ્યક્તિ પર મા લક્ષ્મીની હંમેશા કૃપા બની રહે છે. તેના પરિવારમાં હર્ષ, ઉલ્લાસ અને સહયોગનું વાતાવરણ બની રહે છે. આવા વ્યક્તિ પોતાના દાયિત્વોની પૂર્તિ માટે પર્યાપ્ત ધન કમાઈ લે છે.
દરેક સ્ત્રીને સન્માન આપો
સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવી છે. એવામાં પ્રત્યેક સ્ત્રીને સન્માન આપો. ઘરની વ્યવસ્થા પત્નીને સોંપો. માતા-પિતાને આવકનો એક નિશ્ચિત ભાગ જરૂર આપો. ઘરમાં કોઈ મોટું કામ થઈ રહ્યું હોય તોવડીલો અને સ્ત્રીઓને આગળ રાખો.
આટલી સાવધાની રાખો
જો મા લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો રાત્રીના સમયે ચોખા, દુધ, મૂળા વગેરે વસ્તુઓનું શક્ય હોય ત્યાં સુધી સેવન કરવાનું ટાળો.

આ ઉપાય કરો
શુક્રવારે સવા સો ગ્રામ આખા બાસમતી ચોખા અને સવા સોગ્રામ મિસ્રીને એક સફેદ રૂમાલમાં બાંધી મા લક્ષ્મી પાસે તમારી ભૂલોની માફી માંગતા તમારા ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરવાની પ્રાર્થના કરો અને તેને નદીમાં વહતા જળમાં પ્રવાહિત કરી દો. ધીરે ધીરે તમારો આર્થિક પક્ષ મજબૂત થતો જશે.
શ્રીસૂક્તનો પાઠ કરો
પ્રથમ નવરાત્રીથી નવમી તિથિ સુધી દરરોજ એકવાર શ્રીસૂક્તનો પાઠ જરૂર કરવો. આનાથી નિશ્ચિત રૂપે તમારા પર મા લક્ષ્મીની કૃપા બની રહેશે.

લાલ કપડું
તમારા ઘરના પૂજા સ્થળ અને તિજોરીમાં હંમેશા લાલ કપડું પાથરીને રાખો. સંધ્યામાં પત્ની અથવા ઘરના કોઈપણ સ્ત્રી નિયમપૂર્વક ત્યાં અગરબત્તી કરે. જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર જરૂર પડશે.

પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરો
દરેક પૂર્ણિમામાં નિયમપૂર્વક કેસર અને મિશ્રી નાખી સાબુદાણાની ખીર બનાવો અને પછી તેને મા લક્ષ્મીને અર્પિત કરતા તમારા જીવનમાં ચિર સ્થાઈ સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. જે બાદ બધા સભ્યો આ ખીરના પ્રસાદનું સેવન કરો.












Click it and Unblock the Notifications
