Shani Trayodashi 2023 : શનિ ત્રયોદશી પર કરો આ ઉપાય, સાડા સાતી અને ઢૈયામાં મળશે રાહત

Shani Trayodashi 2023 : હિન્દુ ધર્મમાં શનિ ત્રયોદશીનું મહત્વ વિશેષ છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરીને, તમે જન્માક્ષરમાંથી શનિ દોષ, શનિ સાડા સાતી અને ઢૈયાની આડઅસરોને ઘટાડી શકો છો.

Shani Trayodashi 2023 : પંચાગ અનુસાર દરેક મહિનામાં બે પ્રદોષ વ્રત આવે છે. જેમાં એક કૃષ્ણ પક્ષ અને એક શુક્લ પક્ષમાં હોય છે. ત્રયોદશી તિથિ બાદના દિવસે હવોના કારણે તેને ત્રયોદશી પ્રદોષ વ્રત પણ કહેવામાં આવે છે.

પંચાંગ અનુસાર ફાગણ માસનો શુક્લ પક્ષ શનિવારના રોજ આવી રહ્યો છે. આ કારણે તેને શનિ ત્રયોદશી કહેવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની સાથે શનિદેવની પૂજા કરવાથી શુભ ફળ મળશે.

આ સાથે જ કુંડળીમાંથી શનિની સાડા સાતી અને ઢૈયા પણ સમાપ્ત થશે. જાણો, શનિ ત્રયોદશીના દિવસે કયા ઉપાય કરવાથી તમને શનિ દોષમાંથી મુક્તિ મળી શકે છે.

ક્યારે છે શનિ ત્રયોદશી 2023?

ક્યારે છે શનિ ત્રયોદશી 2023?

પંચાંગ અનુસાર, ફાગળ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 4 માર્ચ, શનિવારની સવારે 11.43 કલાકે શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે, 5 માર્ચ, રવિવારના રોજ બપોરે 02.07 કલાકે સમાપ્ત થશે.

શનિ ત્રયોદશી વ્રતનું મહત્વ

શનિ ત્રયોદશી વ્રતનું મહત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિ ત્રયોદશીનું વ્રત કરવાથી વ્યક્તિનું ભાગ્ય ખુલે છે. શનિની સાડા સાતી અને ઢૈયાથી મુક્તિની સાથે સાથે ચંદ્ર દોષ, માનસિક અને શારીરિક સમસ્યાઓથી પણ મુક્તિ મળશે. ભગવાન શનિ અને ભગવાન શિવની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તથશે.

છાંયા દાન કરો

છાંયા દાન કરો

શનિ ત્રયોદશીના દિવસે છાયાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી કુંડળીમાં શનિની સાડા સાતી અને ઢૈયાની અશુભ અસરઓછી થાય છે.

છાયાનું દાન કરવા માટે આજે સવારે એક વાસણમાં સરસવનું તેલ ભરીને તેમાં એક રૂપિયાનો સિક્કો મૂકો. આ પછી તેમાંતમારો ચહેરો જૂઓ અને પછી શનિ મંદિરમાં જઈને દાન કરો.

રોટલી ખવડાવો

રોટલી ખવડાવો

જન્મકુંડળીમાંથી ભગવાન શનિની અશુભ અસરને ઓછી કરવા માટે શનિ ત્રયોદશીના દિવસે સાંજે સરસવનું તેલ લગાવ્યા બાદ કાળાકૂતરાને રોટલી ખવડાવો.

બિલિપત્ર ચડાવો

બિલિપત્ર ચડાવો

શનિ ત્રયોદશીને પ્રદોષ વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલા માટે આ દિવસે શનિદેવની પૂજા કરવાની સાથે ભગવાન શિવની પણપૂજા કરો. શિવલિંગ પર 108 બિલિપત્ર અને પીપળાના પાન ચઢાવો. આમ કરવાથી તમને શુભ ફળ મળશે.

પીપળાના વૃક્ષની કરો પૂજા

પીપળાના વૃક્ષની કરો પૂજા

શનિની પીડામાંથી મુક્તિ મેળવવા માટે શનિ ત્રયોદશીના દિવસે પીપળના મૂળમાં દૂધ ચઢાવો. આ સાથે 5 મીઠાઈઓ ચઢાવો. આ સાથેપીપળના ઝાડ નીચે બેસીને સુંદરકાંડનો પાઠ કરો અને અંતે સાત પરિક્રમા કરો.

આ વસ્તુઓનું દાન કરો

આ વસ્તુઓનું દાન કરો

શનિ દોષથી મુક્તિ મેળવવા માટે શનિ ત્રયોદશીના દિવસે અડદની દાળ, કાળા ચંપલ, છત્રી, ધાબળા વગેરેનું દાન કરવું જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X