ધનતેરસ પર ભૂલથી પણ ના કરતા આ 10 ભૂલ, મોંઘી પડશે
ધનતેરસ પર ભૂલથી પણ ના કરતા આ 10 ભૂલ, મોંઘી પડશે
25 ઓક્ટોબર એટલે કે આજે ધનતેરસનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ધનતેરસના દિવસે સૌભાગ્ય અને સુખની વૃદ્ધિ માટે મા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. આજના દિવસે સાંજે પરિવારની મંગળકામના માટે યમ નામનો દીપક પ્રગટાવવામાં આવે છે. લક્ષ્મી-કુબેરની પૂજા દરમિયાન કેટલીય સાવધાની વરતવાાં આવે છે. આવો જાણીએ કે આ દિવસે કયા નિયમોનું પાલન ન કરવું જોઈએ.

ઘરમાં ભંગાર ન રાખવો
આમ તો દિવાળી પહેલા જ લોકો ઘરના એક એક ખૂણાની સફાઈ કરે છે પરંતુ તમારા ઘરમાં ધનતેરસના દિવસ સધી ભંગાર અથવા ખરાબ સામાન પડ્યો હશે તો તમારા ઘરમાં સાકારાત્મક ઉર્જા નહિ આવે. ઘરમાં કોઈપણ જૂનો કે બેકાર સામાન્ય પડ્યો હોય તે તેને આજે જ ફેંકી દો.

મુખ્ય દરવાજે ગંદકી ન થાય
ઘરના મુખ્ય દરવાજા સામે બેકાર વસ્તુઓ બિલકુલ ન રાખવી. મુખ્ય દરવાજાને નવા અવસરો સાથે જોડીને જોવામાં આવે છે. માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજા દ્વારા ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે માટે આ સ્થાન હંમેશા સાફ સુથરું હોવું જોઈએ.

માત્ર કુબેરની જ પૂજા ન કરવી
જો તમે ધનતેરસ પર માત્ર કુબેરની પૂજા કરવાના છો તો આ ભૂલ ના કરવી. કુબેર સાથે માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિની ઉપાસના પણ જરૂર કરવી, નહિ તો આખું વર્ષ બીમાર રહી શકો.

કાચનાં વાસણ ન ખરીદવાં
એવી માન્યતા છે કે આ દિવસે કાચના વાસણ ન ખરીદવા જોઈએ. ધનતેરસના દિવસે સોના-ચાંદીની કોઈ વસ્તુ અથવા નવી વસ્તુ ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે.

ખરીદીમાં આખો દિવસ ન વિતાવવો
મોટા ભાગના લોકોને એટલી જ ખબર હોય છે કે ધનતેરસના દિવસે માત્ર નવી વસ્તુઓ ખરીદવામાં આવે છે. બલકે આ દિવસે ખરીદી સિવાય દીવા પણ પ્રગટાવવામાં આવે છે. આ દિવસે ઘરના પ્રવેશ દ્વાર પર દીપક જરૂર પ્રગટાવવા આનાથી પરિવારમાં હંમેશા ખુશીઓ બની રહેશે.

દિવસના સમયે ઊંઘવું નહિ
ધનતેરસના દિવસે બપોરે અથવા સાંજના સમયે ઊંઘવું ન જોઈએ, આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આજે ઈચ્છો તો બપોરે થોડો આરામ કરી શકો છો. આ દિવસે શક્ય હોય તો રાત્રી જાગરણ કરવું.

ઘરમાં ઝઘડા ન કરવા
ધનતેરસના દિવસે ઘરમાં બિલકુલ ઝઘડા ન કરવા. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો ઘરની સ્ત્રીઓનું સન્માન કરો. આજના દિવસે લડાઈ-ઝઘડાથી દૂર જ રહો.

કોઈને ઉધાર ન દો
ધનતેરસના દિવસે કોઈને પણ ઉધાર આપવાથી બચવું. આ દિવસે તમારા ઘરની લક્ષ્મીનો પ્રવાહ બહાર ન થવા દો.

લોખંડ ન ખરીદવું
ધનતેરસના દિવસે લોખંડનો કોઈપણ સામાન ન ખરીદવો. આ દિવસે લોખંડ ખરીદવું શુભ નથી મનાતું. માનવામાં આવે છે કે આ દિવસે લોખંડ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

નકલી મૂર્તિઓની પૂજા ન કરવી
આ દિવસે નકલી મૂર્તિઓની પૂજા ન કરવી. સોના, ચાંદી અથવા માટીની બનાવેલ મા લક્ષ્મીની મૂર્તિની પૂજા કરો. સ્વાસ્તિક અને ॐ જેવા પ્રતિકોને સિંદુર, હળદર કોઈ શુભ ચીજથી બનાવવા. નકલી પ્રતિકોને ઘરમાં ન લાવવા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
