સપનામાં દેખાય પૈસા તો જાણો તેનો શું અર્થ થાય છે?

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

સપના વિના જીવન શક્ય નથી. દરેકનું સ્વપ્ન હોય છે કે તેનું એક ઘર હોય, ફેમેલી હોય. પણ દરેક વ્યકિત નસીબદાર નથી હોતી. જીવનમાં દરેક વ્યકિતને તમામસુખ મળતા નથી આ એક વાસ્તવિકતા છે. આજના દોડભાગ ભર્યા જીવનમાં પૈસો બધુ તો નથી પણ પૈસા વિના ચાલે તેવું પણ નથી. વિના પૈસા આપણી જરૂરિયાતો પૂરીં થઈ શકતી નથી. દિવસ-રાત જાગતા-સુતા લોકો પૈસાના જ સપના જોયા કરે છે. પણ શું ખરેખર સપનામાં પૈસા દેખાવાથી તમે અમીર બની શકો છો? તમે ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો કે સપનામાં પૈસા દેખાય તો તેનો શો અર્થ થાય છે ? આજે અમે તમને જણાવિશું કે સપનામાં પૈસાનું દેખાવું શું દર્શાવે છે.

money

નોટ

સપનામાં પૈસા દેખાવા એ શુભ સંકેત છે પણ તે ત્યારે જ શક્ય છે કે જ્યારે તમે સપનામાં નોટો જુઓ. જ્યોતિષ અનુસાર જો તમે સપનામાં બહું બધી નોટો જુઓ તો તેનો અર્થ એ છે કે તમારી કિસ્મત ચમકવાની છે.

સિક્કા

સપનામાં સિક્કા દેખાવાનો અર્થ છે કે તમે દેવાદાર બનવાના છો અથવા તમારા પર આર્થિક મુશ્કેલી આવવાની છે. સપનામાં સિક્કાનું દેખાવું અશુભ સંકેત છે. કોઈ પૈસા આપે તો..જો સપનામાં તમને કોઈ વડિલ તરફથી પૈસા મળે તો તેનો અર્થ એ છે કે તમને અથવા બિઝનસમાં મોટું પ્રોફિટ થવાનું છે અથવા પ્રમોશન થવાનું છે. તમે કોઈને પૈસા આપો તો..જો સપનામાં તમે જુઓ કે તમે કોઈને પૈસા આપી રહ્યા છો અને તે નોટો છે તો તેનો અર્થ એ છે કે તમે દેવામુક્ત થવાના છો અથવા તમે કોઈની આર્થિક મદદ કરશો, જેનાથી તમને માનસિક શાંતિ મળશે. જ્યારે તમે કોઈને સિક્કા આપો છો તો તેનો અર્થ એ છે કે તમે કોઈ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થશો, કારણ કે સિક્કા એ દરિદ્રતાની નિશાની છે.

English summary
Receiving money in a dream is often a very positive symbol for the dreamer. Losing money in a dream is often anxiety-provoking for the dreamer

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.