સપનામાં પાણીનુ દેખાવુ આપે છે ધનના સંકેત, જાણો ક્યારે મળે છે અશુભ પરિણામ

સપનામાં પાણી દેખાવુ પણ અલગ-અલગ સંકેત આપે છે અને આ એ વાત પર નિર્ભર કરે છે કે પાણીનો સ્ત્રોત શું છે.

નવી દિલ્લીઃ સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપનામાં દેખાતી દરેક વસ્તુને વાસ્તવિક જીવનમાં કોઈને કોઈ કનેક્શન જરુર હોય છે. સપનામાં દેખાતી વસ્તુનો અર્થ જાણવા માટે આપણા સહુમાં ઉત્સુકતા પણ રહેતી હોય છે. ઘણી વાર સપનામાં દેખાતી વસ્તુઓ ભવિષ્યમાં થનારી ઘટનાઓની સૂચક હોય છે. સપનામાં પાણી દેખાવુ પણ અલગ-અલગ સંકેત આપે છે અને આ એ વાત પર નિર્ભર કરે છે કે પાણીનો સ્ત્રોત શું છે.

સપનામાં વરસાદનુ પાણી દેખાવુ

સપનામાં વરસાદનુ પાણી દેખાવુ

જે રીતે વરસાદ પ્રકૃતિનો સુંદર હિસ્સો છે એ જ રીતે સપનામાં વરસાદ દેખાવો શુભતાનુ પ્રતીક છે. આનો અર્થ છે કે તમને જલ્દી કોઈ ખુશખબરી મળવાની છે. તમને કોઈ કામમાં સફળતા મળવાની આશા છે.

સપનામાં પૂરનુ પાણી દેખાવુ

સપનામાં પૂરનુ પાણી દેખાવુ

સામાન્ય જીવનમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. સાથે જ સપનામાં પૂરનું પાણી જોવું પણ અશુભ કહેવાય છે. જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. ક્યાંકથી ખરાબ સમાચાર મળવાની પણ સંભાવના છે.

સપનામાં કૂવાનુ પાણી દેખાવુ

સપનામાં કૂવાનુ પાણી દેખાવુ

સપનામાં કૂવાનું પાણી જોવુ એ શુભ સંકેત છે. તમને ગમે ત્યાંથી સારા સમાચાર મળી શકે છે. તમને અચાનક નાણાકીય લાભ પણ મળી શકે છે.

સપનામાં નદીનુ પાણી જોવુ

સપનામાં નદીનુ પાણી જોવુ

સપનામાં નદીનુ પાણી જોવુ શુભ માનવામાં આવે છે. તમારી કોઈ જૂની ઈચ્છા પૂરી થઈ શકે છે. આવનારા સમયમાં તમને સુવર્ણ તક મળવાની પણ સંભાવના છે. તમને તમારા કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. બીજી તરફ જો તમે તમારી જાતને નદીના પાણીમાં તરતા જુઓ છો તો તે પણ શુભતાનુ પ્રતીક છે.

સપનામાં દરિયાનુ પાણી જોવુ

સપનામાં દરિયાનુ પાણી જોવુ

સપનામાં દરિયાનું પાણી જોવુ સારુ નથી માનવામાં આવતુ. તે જીવનમાં ઉતાર-ચઢાવ સૂચવે છે. નજીકના ભવિષ્યમાં તમારી કોઈ સાથે ઝઘડો થઈ શકે છે. જો તમે તમારા સપનામાં સમુદ્રનુ પાણી જોશો તો તમને તમારી વાણી પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તમારા કડવા શબ્દો વિવાદનુ કારણ બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X