દુર્ગા સપ્તમી અને શનિવારના અનોખા સંયોગ, આજે કરો આ ઉપાય

Posted By:
Subscribe to Oneindia News

નવરાત્રીના સાતમા દિવસે ત્રણ આંખો વાળી કાલરાત્રીની પૂજા-અર્ચના થાય છે. આ વખતે આસો સાતમ શનિવારનો દિવસે હોવાને કારણે માતા કાલરાત્રિ અને શનિદેવ બંનેના સમન્વય કારણે આજના દિવસની મહિમા બમણી થઈ જાય છે. આજે અમે તમને જણાવીશુ કે માતા કાલરાત્રિ અને શનિદેવ બંનેની કૃપા તમારા પર રહે તે માટે કેવા ઉપાય કરવા.

તમારા પર થતી રહે ધનવર્ષા, તે માટે કરો આ ઉપાય

માં કાલરાત્રિ કે જેમનો રંગ કાળો હોવાને કારણે તેમને કાલરાત્રિ કહેવામાં આવે છે. અસુરોના રાજા રક્તબીજને મારવા માટે દુર્ગા માતાએ તેમને ઉત્પન્ન કરી હતી. કાલરાત્રિનુ રુપ જોઈએ તો, વિખરાયેલા વાળ, ચમકતા આભુષણો, શ્વાસ લેતા આગની જવાળાઓ નીકળે છે, જમણા હાથમાં તલવાર, નિચલા હાથ આશિર્વાદ માટે, ડાબા હાથમાં મશાલ અને નીચેના હાથથી ભક્તોને માતા નીડર બનાવે છે.

માતા કાલરાત્રિ અને શનિદેવ વચ્ચેનો સંબંધ

માતા કાલરાત્રિ અને શનિદેવ વચ્ચેનો સંબંધ

અંધકારને દુર કરનારી અને કાલથી રક્ષા કરનારી માતા કાલરાત્રિ અને શનિદેવનો સંબંધ અનોખો છે. શનિદેવ અને માતા કાલરાત્રિ બંનેનુ સ્વરુપ કાળા રંગનુ છે. માં કાલરાત્રિ અસુરોનો નાશ કરનારી અને શનિદેવ પણ પાપી અત્યાચારીઓના દંડ માટે જાણીતા છે.

અનોખો સંબંધ

અનોખો સંબંધ

સપ્તમી તિથી નો સ્વામી સુર્ય છે અને શનિદેવના પિતા પણ સુર્ય દેવ છે. માટે માં કાલરાત્રિ અને શનિદેવનો ભાઈ-બહેનનો સંબંધ થયો. મહત્વની વાત તો એ છે કે, આ નવરાત્રીએ સપ્તમી તિથી શનિવારે આવી રહી છે. આવો જાણીએ આ શુભ સંયોગમાં કેવી રીતે કરશો માતા કાલરાત્રિની પુજા જેનાથી શનિની કૃપા પણ તમારા પર રહે.

પુજા વિધી

પુજા વિધી

સપ્તમી ના દિવસે માં કાલરાત્રિને ગોળ ચઢાવો અને ગરીબોમાં ગોળનો પ્રસાદ વહેંચો જેનાથી શનિદેવનો દુષ્પ્રભાવ ઓછો થાય છે. દુર્ગા સપ્તમીના દિવસે માતા કાલરાત્રિને દુધમાં મધ ભેળવી ભોગ લગાડવાથી શનિદેવનો ખરાબ પ્રભાવ શાંત થાય છે. આજે સપ્તમીના દિવસે શપ્તશતીનો પાઠ કરવાથી શનિની સાડાસાતીનો પ્રભાવ ઓછો થઈ જાય છે.

મંત્ર જાપ

મંત્ર જાપ

‘‘या देवी सर्वभूतेषु मां कालरात्रि रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो मनः'' આ મંત્રનો જાપ કરવા માત્રથી શનિદેવનો ખરાબ પ્રકોપ ખતમ થઈ જેશે. દુ્ગા સપ્તમીને દિવસે "ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै" મંત્રની એક માળા જાપ કરવાથી શનિદેવનો ખરાબ પ્રભાવ ઓછો થાય છે.

શનિદેવ ને ખુશ કરવા આમ કરશો

શનિદેવ ને ખુશ કરવા આમ કરશો

શનિદેવ ગરીબોના દાતા છે, માટે સપ્તમીના દિવસે કાળા અડદની દાળની ખીચડી બનાવી તેને ગરીબોમાં વહેંચો. જેનાથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર રહેશે.શનિદેવને ખુશ કરવા સપ્તમીના દિવસે શનિ સ્ત્રોતનો પાઠ કરો ઉપરાંત બીલી, આમળા અને સરસીયાના તેલથી હવન કરો.

English summary
Durga saptsami pooja to make shani happy and to reduce bad impact.
Please Wait while comments are loading...