Dussehra 2023 : વિજ્યાદશમી પર બની રહ્યા છે બે શુભ યોગ, જાણો શુભ મુહૂર્ત
Dussehra 2023 : હિંદુ ધર્મમાં વિજ્યાદશમી ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. તેને દશેરા પણ કહેવામાં આવે છે. લંકાના રાજા રાવણને હરાવીને ભગવાન રામ દ્વારા ધર્મની પુનઃસ્થાપનાની યાદમાં આ તહેવાર આસો મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિજ્યાદશમીના દિવસે રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજી અને દુર્ગા માતાની પૂજા અને શસ્ત્ર પૂજન કરવામાં આવે છે.

વિજ્યાદશમીની તિથિ - આ વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 23 ઓક્ટોબરની સાંજે 5.44 કલાકથી શરૂ થશે, અને 24 ઓક્ટોબરની બપોરે 3.14 કલાકે સુધી ચાલશે. તેથી 24મી ઓક્ટોબરના રોજ વિજ્યાદશમીની ઉજવણી કરવામાં આવશે.
શુભ યોગ - આ વર્ષે વિજ્યાદશમીના દિવસે બે શુભ યોગ બની રહ્યા છે. 24 ઓક્ટોબરની સવારે 6:27 થી બપોરે 3:38 સુધી રવિ યોગ છે. 25મી ઓક્ટોબરની સાંજે 6.38 થી 6.28 સુધી રવિ યોગ રહેશે. દશેરા વૃદ્ધિ યોગ 24 ઓક્ટોબરની બપોરે 3.40 કલાકથી શરૂ થશે અને આખી રાત ચાલશે.
પૂજાની રીત અને મહત્વ - એવું માનવામાં આવે છે કે, ભગવાન રામે નવરાત્રીના નવ દિવસ સુધી દેવીની પૂજા કરી હતી, અને દસમા દિવસે રાવણનો વધ કર્યો હતો. વિજ્યાદશમીના દિવસે રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજી અને દુર્ગા માતાની પૂજા અને શસ્ત્ર પૂજન કરવામાં આવે છે.
દશેરાને સૌથી શુભ મુહૂર્ત માનવામાં આવે છે, તેથી આ દિવસે ઘરેણાં, વાહન અને મકાનની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવા કામની શરૂઆત કરવા માટે પણ આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. જેથી કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.












Click it and Unblock the Notifications
