For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દશેરાના દિવસે કરી લો એક કામ, વૈવાહિક જીવન બની રહેશે ખુશહાલ

દશેરાના દિવસે અમુક ખાસ ઉપાય કરીને તમે જીવનમાં સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલી શકો છો. આ દિવસે કરેલા ઉપાયોનુ ફળ આખુ વર્ષ મળે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

શારદીય નવરાત્રિના નવ દિવસીય ઉત્સવ બાદ દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. દશેરા તહેવારની ધૂમ દેશભરમાં રહે છે. દશેરાને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. આ દિવસે મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો અંત કરીને સૃષ્ટિની રક્ષા કરી હતી. સનાતન હિંદુ ધર્મમાં આ તિથિ ખૂબ જ શુભ માનવામાં આવી છે. દશેરાના દિવસે સર્વસિદ્ધ મુહુર્ત બને છે. આ તિથિ વર્ષના સૌથી પવિત્ર અને ફળદાયી દિવસોમાંનુ એક માનવામાં આવે છે. દશેરાના દિવસે અમુક ખાસ ઉપાય કરીને તમે જીવનમાં સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલી શકો છો. આ દિવસે કરેલા ઉપાયોનુ ફળ આખુ વર્ષ મળે છે.

રંગોળી બનાવો

રંગોળી બનાવો

તમે મા લક્ષ્મીને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ દશેરા પર ઘરના ઉત્તર-પૂર્વ અર્થાત ઈશાન ખૂણામાં લાલ રંગના ફૂલ, રોલી કે કુમકુમથી રંગોળી બનાવો. તમે ઈચ્છો તો અષ્ટકમળ બનાવી શકો છો. આ ઉપાય કરીને ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

નીલકંઠના દર્શન

નીલકંઠના દર્શન

વર્તમાન સમયમાં તો પક્ષીઓની ઝલક મેળવવી દુર્લભ થઈ ગઈ છે. કહેવાય છે કે દશેરાના દિવસે નીલકંઠ પક્ષીના દર્શનથી સૂતેલુ ભાગ્ય પણ ખુલી જાય છે. જો નસીબનો સાથ મળે તો આ દિવસે નીલકંઠ પક્ષીના દર્શન જરુર કરો.

શસ્ત્ર પૂજા

શસ્ત્ર પૂજા

દેશના ઘણા ભાગોમાં દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવાની પરંપરા છે. વિજયાદશમીના દિવસે વિજય મુહુર્તમાં અસ્ત્ર-શસ્ત્રનુ પૂજન કરો. આમ કરવાથી શત્રુ પક્ષનો નાશ થાય છે અને તેમના પર તેમનો વિજય સુનિશ્ચિત થાય છે.

ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવાનો ઉપાય

ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવાનો ઉપાય

જો તમે ઘરમાં નકારાત્મકતાથી પરેશાન હોય અને તમને ખરાબ શક્તિઓનો પ્રભાવ લાગી રહ્યો હોય તો આ ઉપાય કામ લાગશે. દશેરાના દિવસે રાવણ દહનમાંથી નીકળેલી રાખ લો અને તેમાં સરસિયાનુ તેલ મિલાવીને ઘરની દરેક દિશામાં છાંટી દો, લાભ થશે.

શમી પૂજનનુ ખાસ મહત્વ

શમી પૂજનનુ ખાસ મહત્વ

વિજયાદશમીના દિવસે શમી વૃક્ષની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. તમે પૂજામાં શમીના પત્તા પણ શામેલ કરી શકો છો. એવુ પણ માનવામાં આવે છે કે શમીના વૃક્ષની માટી પૂજા સ્થાનમાં રાખવાથી ઘરમાં નકારાત્મક અને ખરાબ શક્તિઓની અસર ખતમ થઈ જાય છે. આ દિવસે શમીના વૃક્ષની નીચે દીપક પ્રગટાવવાથી માર્ગમાં આવતા અવરોદો દૂર થાય છે.

ખુશહાલ વૈવાહિક જીવન માટે ઉપાય

ખુશહાલ વૈવાહિક જીવન માટે ઉપાય

જો લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવી રહી હોય અને કલેશનો માહોલ રહેતો હોય તો દશેરાના દિવસે તમારે પાન ખાવુ જોઈએ. હા, વિજયાદશમીના દિવસે પાન ખાવુ ખૂબ શુભ માનવામાં આવ્યુ છે. આનાથી વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે અને સૌભાગ્ય વધે છે.

English summary
Dussehra Vastu Tips: Try these remedies for luck, wealth and happy married life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X