For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રાતઃ કાળમાં જોયેલુ સપનુ ત્રણ દિવસમાં આપે છે શુભ-અશુભ ફળ

કોઈ સપનાનુ ફળ ક્યારે અને કેટલા દિવસમાં મળશે, મળશે કે નહિ આ બધી બાબતો વિશે જાણો અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સપના બધા લોકો જોતા હોય છે. ઘણા લોકોને સપનાના શુભ-અશુભ ફળ તરત મળી જાય છે તો ઘણા લોકોને ઘણા દિવસો અને વર્ષો પછી મળે છે. વાસ્તવમાં કોઈ સપનાનુ ફળ ક્યારે અને કેટલા દિવસમાં મળશે, મળશે કે નહિ આ બધી બાબતો સપનુ જોવાના સમય પર નિર્ભર કરે છે. સ્વપ્ન શકુન શાસ્ત્ર ગ્રંથ અનુસાર રાત્રિના પ્રથમ પહોરમાં જોવામાં આવેલ સપનાનુ શુભ કે અશુભ ફળ એક વર્ષમાં મળે છે. બીજા પહોરનુ છ મહિનામાં, ત્રીજા પહોરનુ ત્રણ મહિનામાં, ચોથા પહોરનુ સપનુ એક મહિનામાં અને પ્રાતઃકાળના સપનાનુ ફળ ત્રણ દિવસમાં શુભ કે અશુભ ફળ મળે છે.

સપનુ અને તેનુ ફળ

સપનુ અને તેનુ ફળ

સપનામાં ભગવાના દર્શન થાય તો પ્રતિષ્ઠા, કાર્યમાં સિદ્ધિ. સાપ મારવાનુ દેખાય તો કષ્ટથી બચવુ. વિકરાળ દેવતા જુઓ તો તે વિપત્તિ સૂચક છે. મંદિરમાં જવાનો અર્થ છે રોગ થવો. અપ્સરા દર્શન થાય તો સુંદર સ્ત્રીનો ભોગ થાય. પિશાચ દેખાય તો કષ્ટ અને દુઃખનુ સૂચક છે. ભૂત દેખાય તો છેતરાવાનુ સૂચક છે. સાધુ અને ઋષિના દર્શન થાય તો કાર્ય સિદ્ધ થાય. નવા દાંત નીકળવાનો અર્થ છે સુંદર પુત્રની પ્રાપ્તિ. દાંત પડતા દેખાય તો અશુભ સમાચાર મળે. શરીર મોટુ દેખાવાનો અર્થ છે રોગ આવવો. ગુરુના દર્શન થાય તો અપયશનો નાશ થાય.

સપનાનો અર્થ

સપનાનો અર્થ

સપનામાં વાળ કપાતા જુઓ તો દેવામાંથી મુક્તિ થાય. હિંસક પશુ-પક્ષી, જાનવર દેખાય તો કોઈ આપત્તિ આવવાનુ સૂચક છે. સ્વયંને ભોજન કરતા જુઓ તો ધન હાનિના સંકેત છે. ચિતા બળતી દેખાય તો ધન લાભનુ સૂચક છે. તાંબા કે પૈસા જુઓ તો ધન હાનિ, દરિદ્રતા. પૂર્ણ ચંદ્ર દેખાવાથી મોટાપણુ મળી શકે. કિલ્લો દેખાવો- પ્રગતિનો સંકેત. મદિરા પીવો - દુઃખ મળવુ. જાન જોવી - રોગ આવવો. રોટલી ખાવી - ખુશખબરી મળવી.

સપના વિશે જણાવવુ જોઈએ કે નહિ?

સપના વિશે જણાવવુ જોઈએ કે નહિ?

ઘણી વાર લોકો પોતે જોયેલા સપનાને સવારે ઉઠતા જ પરિવારને જણાવી દે છે. શકુન શાસ્ત્રનુ એ વિશે કહેવુ છે કે સપના વિશે કોઈને જણાવી દેવાથી તેનુ ફળ નથી મળી શકતુ પરંતુ સાથે જ કહેવામાં આવ્યુ છે કે સપના વિશે જણાવતા પહેલા તેના શુભ અશુભ ફળનો વિચાર કરી લેવો જોઈએ. જો સપનાનુ શુભ ફળ મળવાનુ હોય તો તેના વિશે ન જણાવવુ જોઈએ પરંતુ જો અશુભ ફળ મળવાનુ હોય તો તેના વિશે પરિવારને જણાવવુ જોઈએ જેથી તેનુ અશુભ ફળ ન મળી શકે.

English summary
Early morning dreams actually came true. Is it right?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X