• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિથુન રાશિમાં હાજર છે સૂર્ય-રાહુ, હવે શુક્ર પણ કરશે પ્રવેશ

|
Google Oneindia Gujarati News

29 જૂને શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યો છે, અને તે વૃષભ રાશિમાંથી મિથુનમાં આવશે. મિથુન રાશિમાં પહેલાથી જ રાહુ અને સૂર્યની હાજરી છે. વ્યક્તિના જીવનમાં પ્રેમ અને લાભ માટે શુક્ર ગ્રહ મહત્વપૂર્ણ હોય છે. મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. હવે મિથુન રાશિમાં શુક્ર, સૂર્ય અને રાહુ એક સાથે ભેગા થવાથી તમામ 12 રાશિ પર કોઈને કોઈ અસર જરૂર પડશે. ચાલો જાણીએ કે શુક્રના ગોચરથી કઈ રાશિને લાભ થશે અને કોને નુક્સાન થશે.

મેષ

મેષ

મેષ રાશિ માટે શુક્રનું આ ગોચર સફળતાની સાથે ધનનો યોગ બનાવે છે. આ દરમિયાન તમને પોતાના પર ગર્વ મહેસૂસ થશે. તમારામાં સહયોગની ભાવના વધશે. કામકાજ માટે યાત્રા કરવી પડી શકે છે, જે સફળ થશે.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિમાંથી જ શુક્ર નીકળીને મિથુનમાં જઈ રહ્યો છે. જેને કારણે તમારી કમ્યુનિકેશન સ્કીલ સુધરશે. તમારી આર્થિક સ્થિતિ સારી બનાવવા માટે કેટલાક સારા આઈડિયા પણ વિચારી શકે છે. તમારી લવ લાઈફ સારી રહેશે. શુક્રના આ ગોચરથી પાર્ટનર સાથે તમારા સંબંધો સુધરી શકે છે.

મિથુન

મિથુન

શુક્રનું ગોચર મિથુન રાશિમાં થવાનું છે. આર્થિક રીતે આ સમય તમારા માટે અનુકુળ છે. જો જાતક પોતાની જિંદગીમાં લાઈફ પાર્ટનર શોધી રહ્યા છે, તો તમારા સબ્રનો અંત આવશે. તમારી જિંદગીમાં કોઈ ખાસ આવી શકે છે, અને તમે ઉંમરની પરવા નહીં કરો.

કર્ક

કર્ક

આ ગોચરને કારણે તમારા ખર્ચા વધી શકે છે. શક્યતા એ છે કે તમે આ ખર્ચા તમારા માટે જ કરશો. ઘરમાં માહોલ સારો રહેશે. પૈસાના કારણે જો તમારા કામ અટક્યા હોય તો મુશ્કેલી દૂર થઈ શકે છે. પ્રેમ જીવન સારું રહેશે.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકો માટે આ ગોચર લાભદાયક રહેશે. તમારા માટે સ્થિતિ અનુકૂળ રહેશે. તમારા ખર્ચા ઘટશે અને બચત કરવામાં સફળ થશો. પરિવારનો સાથ મળશે. કાર્યક્ષેત્રમાં સમય અનુકૂળ રહેશે. આરોગ્ય સામાન્ય રહેશે.

કન્યા

કન્યા

કન્યા રાશિના જાતકોએ કામકાજ પર ધ્યાન રાખવાની જરૂ છે. ઓફિસમાં પોતાનું કામ પુરુ કરવા આકરી મહેનત કરવી પડી શકે છે. તમારે સફળતા મેળવવા માટે ફોકસની સાથે સાથે દ્રઢ નિશ્ચયની પણ જરૂર છે. સફળતા માટે તમારે આળસ છોડવી પડશે. રોમેન્ટિક લાઈફ સારી રહેશે. પાર્ટનરનો સાથ મળશે. ધન લાભનો અવસર મળી શકે છે.

તુલા

તુલા

તુલા રાશિના જાતકો માસે નસીબવંતો સમય શરૂ થઈ શકે છે. પરંતુ ફક્ત નસીબના ભરોસે ન રહો. ભાગ્યનો સાથ ત્યારે જ મળશે જ્યારે તમે મહેનત કરસો લવ લાઈફમાં પાર્ટનરનો સાથ મળશે આરોગ્ય સારું રહેશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકોના દાંપત્ય જીવનમાં ઉતાર ચડાવ આવી શકે છે. તમારા જીવનસાથીના આરોગ્યને લઈ પરેશાની થઈ શકે છે. માનસિક રીતે દબાણ મહેસૂસ કરશો. પાર્ટનર સાથે તમારા આરોગ્યનો પણ ખ્યાલ રાખો. માનસિક શાંતિ માટે ધ્યાન અને યોગ કરો. તમે નિર્ણય લેતા સમયે સહજ મહેસૂસ નહીં કરો. અને તમારે આર્થિક નુક્સાન સહન કરવું પડશે.

ધન

ધન

આ ગોચરને કારણે તમરા પાર્ટનરની ઈચ્છાશક્તિ પર અસર પડી શકે છે. એવી શક્યતા છે કે તમને સહયોગ ન મળે. કામકાજમાં સ્થિતિ સારી બની રહેશે. આરોગ્ય માટે આ સમય ઠીક રહેશે.

મકર

મકર

મકર રાશિના જાતકો સંભાળીને રહો. તમારા દુશ્મનો વધી શકે છે. તમારા બાળકોના ભવિષ્યની ચિંતાથી તમે પરેશાન રહેશો. કાર્યક્ષેત્રમાં ફોકસની જરૂર છે. લોકો તમારી ખામી શોધશે, તેમને તક ન આપો.

કુંભ

કુંભ

આ રાશિના લોકોને નામ અને શોહરત મળી શકે છે. ધન લાભના સંકેત મળી રહ્યા છે. તમે પોતાની જાતને રાજા સમજી શકો છો. તમે વધુ મેળવવાની આશા રાખશો આ દરમિયાન તમે થોડી મહેનત કરીને લાભ મેળવી શકો છો. રોમાન્ટિક લાઈફ સારી રહેશે.

મીન

મીન

તમારે તમારા માતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે લાંબા સમય બાદ વાહન ખરીદવા ઈચ્છી રહ્યા છો તો સારો સમય છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે, પરંતુ તે આશા પ્રમાણે ન થાય તેવી શક્યતા છે. મુસાફરી કરવાથી બચો. જો મુસાફરી કરવી જ પડે તો સાવધ રહો.

English summary
effect of venus transit in gemini
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X