ભગવાન વિષ્ણુનો પ્રિય અધિકમાસ 18 સપ્ટેમ્બરથી, મહત્વ જાણો
ભગવાન વિષ્ણુનો પ્રિય અધિકમાસ 18 સપ્ટેમ્બરથી, મહત્વ જાણો
નવી દિલ્હીઃ હિન્દુ કેલેન્ડર મુજબ દરેક ત્રણ વર્ષે એકવાર અધિક માસ હોય છે, જેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ વખતે 18 સપ્ટેમ્બરથી અધિકમાસ શરૂ થઈ રહ્યો છે, જે 16 ઓક્ટોબર 2020 સુધી ચાલશે. અધિકમાસમાં ભગવાન વિષ્ણુની પૂજા, જપ, દાન, ધ્મ, યોગ વગેરે ફળદાયી હોય છે. માન્યતા છે કે કોઈપણ અન્ય મહિનામાં કરેલા દાન પૂણ્યની અપેક્ષા અધિકમાસમાં કરેલા પુણ્ય વધુ ફળ આપે છે.

પુરુષોત્તમ મહિનાનું મોટું માન
હિન્દુ ધર્મની માન્યાઓ મુજબ દરેક જીવ પંચમહાભૂતાઓ પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુથી મળીને બને છે. અધિકમાસમાં ચિંતન, મનન, ધ્યાન જપ, પૂજા, દાન, મંત્ર યોગ વગેરે દ્વારા વ્યક્તિ પોતાના આ પાંચેય તત્વોમાં સંતુલન સ્થાપિત કરી શકે છે. આ આખા મહિને વ્યક્તિ પોતાના ધાર્મિક અને આધ્યાત્મિક પ્રયાસો બાદ પોતાની ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતી અને નિર્મળતા માટે પ્રયાસ કરે છે. જ્યોતિષીય દ્રષ્ટિએ પણ આ મહિનો મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. આ મહિને ગ્રહોની સ્થિતિ કંઈક એવી થાય છે કે મનુષ્ય પોતાની જન્મકુંડળીમાં રહેલા ગ્રહોને સકારાત્મક બનાવી શકે છે.

ત્રણ વર્ષે એકવાર આવે છે અધિકમાસ
વશિષ્ઠ સિદ્ધાંત મુજબ હિન્દુ કેલેન્ડર સૂર્ય મહિનો અને ચંદ્ર મહિનાની ગણતરી પર આધારિત છે. અધિકમાસ ચંદ્ર વર્ષનો એક વધારાનો ભાગ છે, જે દર 32 મહિના 16 દિવસ અને 8 કલાકના અંતરથી આવે છે. તેનું પ્રાકટ્ય સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચે અંતરનું સંતુલન બનાવવા માટે હોય છે. ભારતીય પંચાંગની ગણતરી પદ્ધતિ મુજબ દરેક સૂર્ય વર્ષ 365 દિવસ અને 6 કલાકનું હોય છે, જ્યારે ચંદ્ર વર્ષ 354 દિવસનું માનવામાં આવે છે. બંને વર્ષ વચ્ચે લગભગ 11 દિવસનો અંતર હોય છે, જે દર ત્રણ વર્ષમાં લગભગ એક મહિના બરાબર થઈ જાય છે. આ અંતરને જ દૂર કરવા માટે દરેક ત્રણ વર્ષમાં એક ચંદ્ર માસ અસ્તિત્વમાં આવે છે, જે વધારાોન હોવાથી અધિકમાસ કહેવાય છે. આ મહિનાના અધિપતિ દેવતા ભગવાન વિષ્ણુ હોવાના કારણે તેને પુરુષોત્તમ માસ કહેવાય છે.

અધિકમાસમાં શું કરવું?
- અધિકમાસમાં કેટલાય લોકો વ્રત રાખી સંયમ અને નિયમોનું પાલન કરે છે. આ માસમાં સૂર્યોદયથી પહેલા ઉઠી સ્નાન કરી ગાયત્રી મત્રનો જાપ કરતા ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાનું મોટું મહત્વ છે. આાથી આંતરિક શુદ્ધતા આવે છે અને રોગોથી મુક્તિ મળે છે.
- આ મહિનામાં ભાગવત કથાનું શ્રવણ, શ્રીમદ્ભગવત ગીતાનો પાઠ, વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ વગેરે કરવાથી સુખ, સૌભાગ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
- આ આખા મહિનામાં વ્રત, તીર્થ સ્નાન, વિષ્ણુ યજ્ઞ વગેરે કરી શકાય ચે. મહામૃત્યુંજય, રૂદ્ર જપ વગેરે અનુષ્ઠાન પણ કરવાનું વિધાન છે. સંતાન જન્મના કૃત્ય જેમ કે ગભ્રાધાન, પુસંવન, સીમંત વગેરે સંસ્કાર પણ કરી શકાય છે.
અધિકમાસનું વ્રત કેવી રીતે કરવું
- અધિકમાસમાં વ્રતીએ આખા મહિને વ્રત કરવાનું હોય છે.
- જમીન પર ઉંઘવું, એક સમયે સાત્વિક ભોજન, ભગવાન શ્રી હરિના નામ મંત્ર જાપ, પૂજા, હવન, હરિવંશ પુરાણ, શ્રીમદ્ભગવત, રામાયણ, વિષ્ણુ સ્તોત્ર, રુદ્રાભિષેકનો પાઠ વગેરે કર્મ પણ કરવાં જરૂરી રહે છે.
- અધિકમાસના સમાપન પર સ્નાન, દાન, બ્રાહ્મણ ભોજ વગેરે કરાવી વ્રતનું ઉદ્યાપન કરવું જોઈએ.












Click it and Unblock the Notifications
