• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પક્ષીઓના પીંછાના આ કારગર ઉપાયો તમે ક્યારેય નહિં જાણ્યા હોય !

By Lekhaka
|

પ્રકૃતિની દરેક વસ્તુ મહત્વની અને ઉપયોગી હોય છે, તમે વસ્તુની ઉપયોગીતાને ન જાણતા હોવ તે જુદી વાત છે. જો કે કોઈ પણ વસ્તુને અનઉપયોગી કહી શકાય નહિં. ઝાડ-પાન, જનાવર દરેકનું પોતાનું અલગ અલગ મહત્વ છે. આજે અમે વાત કરીશું પક્ષીઓના પીંછાની. જે વ્યકિતની મુશ્કેલીઓના નિદાનમાં કેટલા ઉપયોગી સાબિત થઈ શકે છે.

bird

કાગડાનું પીંછું

નજર લાગી હોય-જો કોઈને નજર લાગી હોય તો શુક્રવારની સાંજે કાગડાની પાંખ રોગીના માથા નીચે મુકી દો. ત્યારબાદ એક પાત્રમાં પાણી ભરી તેની પાંખોથી રોગી ઉપર છાંટો. આમ કરવાથી નજરદોષમાંથી છૂટકારો મળે છે.

યાદશક્તિ વધારવા-શુક્રવારની રાત્રે 7 પાંખોને ધોઈ સફેદ દોરાથી બાંધી બીજા દિવસે ધૂપ-દીપ કરી દોરો છોડી પોતાના જમણા હાથમાં બાંધવાથી યાદશક્તિ સારી બને છે. ફોલ્લી-ગુમડા માટે-શુક્રવારના દિવસે કાગડાનું પીંછુ લઈ સ્વચ્છ પાણીમાં પલાળી બીજા દિવસે પાણીને ધીમા તાપે ઉકાળો. જ્યારે પાણી અડધુ રહી જાય તો સ્વચ્છ વાસણમાં ભરીને રાખો. જ્યારે પણ શરીર પર ફોલ્લી-ગુમડા થાય તો આ જળને તે સ્થાને લગાવાથી જલ્દી જ લાભ થાય છે. વિજય પ્રાપ્તિ માટે-જો કોઈ કાર્યમાં સફળતા મેળવવા ઈચ્છો છો અથવા સ્પર્ધામાં વિજય ઈચ્છો છો તો મંગળવારે ગાયના ઘીમાં શાકર ભેળવી કાગડાને રોટલી ખવડાવો. સ્પર્ધામાં જતી વખતે કગડાની પીઠ પરનું પાંખ ખીસ્સામાં રાખવાથી જરૂર જીત હાંસલ થાય છે.

ચામાચિડિયાનું પીંછું

વિવાદમાં વિજય-રવિવારના દિવસે ચામાચિડિયાનું પીંછુ બાળી તેની ભસ્મને તાવીઝમાં ભરી જમણી ભુજામાં બાંધવાથી કોર્ટના કામમાં વિજય મળે છે.

ચીલનું પીંછુ

જો કોઈ શત્રુ તમને હેરાન કરી રહ્યો હોય તો ચીલના પાંચ પીંછા શત્રુના માથાથી સ્પર્શ કરાવી કીકરના મૂળમાં મુકો. જલ્દી જ તમારા શત્રુઓ તમને હેરાન કરવાનું બંધ કરી દેશે.

ઘુવડનું પીંછું

આજીવિકા માટે-જે લોકો કામ-ધંધાને લઈ ખૂબ હેરાન રહેતા હોય. તેઓ રવિવારના દિવસે પંચમી તિથિએ ચીલનું પીંછુ લઈ ગુગલની ધુની આપી સળગાવો. પછી તે ભસ્મને લાલ કપડામાં બાંધી જમણી ભુજાએ બાંધો. તેનાથી આજીવિકા માટે કરેલા પ્રયત્નો સફળતા મળશે. કોઈની પાસેથી કામ કઢાવવા-કોઈ વ્યકિતથી તમને અગત્યનું કામ હોય, પણ તે કરી ન રહી હોય તો ઘુવડનું પીંછુ લઈ ગુગલની ધૂપ આપી સિંદૂરથી પૂજન કરી પૂર્ણિમાંની રાત્રે તમારા

ખિસ્સામાં રાખી લો. પછી જેની પાસેથી કામ કઢાવવું હોય તેની પાસે જાવ તમને જરૂર સફળતા મળશે. પરીક્ષામાં સફળતા માટે-પરીક્ષા શરૂ થવાની હોય તેના 11 દિવસ પહેલા ઘુવડના સાત પીંછા એક સફેદ દોરામાં બાંધી તેનું પૂજન કરી તકીયા નીચે રાખી લો. આ 7 દિવસ સુધી કરો અને આઠમાં દિવસે રાત્રે 5 પીંછા પરીક્ષા ખંડ કે સ્ટડી રૂમની બહાર દાટી દો અને બચેલા પીંછાને એક સફેદ કપડામાં બાંધી જમણા ખિસ્સામાં રાખી પરીક્ષા આપવા જાવ.

English summary
Feathers are ways that Spirit sends us signs.The reason why people of so many native cultures also wore feathers on their heads in various forms, is because they saw them as a sacred connection to God the Creator, and the Divine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more