Gajlaxmi Yoga 2023 : હોળી બાદ સર્જાશે ગજલક્ષ્મી યોગ, ત્રણ રાશિની ખુલી જશે કિસ્મત

Gajlaxmi Yoga 2023 : 22 એપ્રીલના રોજ ગુરુ મંગળની રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જેના કારણે ગજલક્ષ્મી યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં, આ ત્રણ રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે.

Gajlaxmi Yoga 2023 : હિન્દુ ધર્મમાં હોળીનું મહત્વ વિશેષ છે. નાના-મોટા દરેક લોકો હોળી-ધુળેટીના તહેવારોની રાહ જોતા હોય છે. આ વર્ષે હોળીનો તહેવાર 7 માર્ચ અને ધૂળેટીનો તહેવાર 8 માર્ચના રોજ ઉજવવામાં આવશે.

આ વર્ષે ગ્રહ ગોચરને કારણે હોળી બાદ રાજયોગ સર્જાશે. આ રાજ યોગ છે ગજલક્ષ્મી રાજયોગ. જેની અસર તમામ 12 રાશિ પર પડશે.

હોળી બાદ બનશે ગજલક્ષ્મી રાજયોગ

હોળી બાદ બનશે ગજલક્ષ્મી રાજયોગ

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ગતિ અને રાશિ પરિવર્તનનું વિશેષ મહત્વ છે. ગ્રહોની ચાલમાં પરિવર્તનના કારણે શુભ અને અશુભ યોગ બનેછે, જેના કારણે દેશવાસીઓનું જીવન પ્રભાવિત થાય છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઘણા મોટા ગ્રહોની રાશિ પરિવર્તન થવા જઈ રહી છે.

વર્ષના પ્રથમ મહિનામાં સૌથી વધુ અસરકારક અને ધીમી ગતિએ ચાલતા ગ્રહ શનિનું રાશિચક્ર બદલાયું છે. હવે 13 મહિનામાં એકવાર સૌથીમોટો અને શુભ ગ્રહ દેવગુરુ ગુરુ પોતાની રાશિ બદલી નાખશે.

ક્યારે રચાય છે ગજલક્ષ્મી યોગ?

ક્યારે રચાય છે ગજલક્ષ્મી યોગ?

22 એપ્રીલ, 2023ના રોજ દેવગુરુ ગુરુ મેષ રાશિમાં ગોચર કરશે. ગુરુ છેલ્લા 13 મહિનાથી પોતાની રાશિ મીન રાશિમાં બેઠો હતો. જ્યારે ગુરુમેષ રાશિમાં ગોચર કરે છે, ત્યારે ચંદ્ર પહેલેથી જ ત્યાં હાજર હશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે મેષ રાશિમાં ગુરુ અને ચંદ્ર એક જ રાશિમાંહોય છે, ત્યારે ગજલક્ષ્મી રાજયોગ બને છે. આ રાજયોગ શુભ માનવામાં આવે છે.

જ્યોતિષના મતે ગજલક્ષ્મી રાજયોગથી ઘણી રાશિઓ પરશુભ પ્રભાવ જોવા મળશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી રહેશે. કારણ કે, પૈસાનો લાભ થશે. પૈસા અન્ય માધ્યમથી પ્રાપ્ત થશે.

મેષ પર ગજલક્ષ્મી રાજયોગની અસર

મેષ પર ગજલક્ષ્મી રાજયોગની અસર

હોળી બાદ મેષ રાશિમાં ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજલક્ષ્મી રાજયોગ બનશે. આ રાજયોગ તમારી રાશિના લગ્ન ગૃહમાં બનવા જઈ રહ્યોછે. તેનાથી તમને આર્થિક મોરચે મજબૂતી મળશે. નાણાકીય લાભ માટે ઉત્તમ તકો મળશે.

પ્રમોશન અને આવકમાં વધારો થશે

પ્રમોશન અને આવકમાં વધારો થશે

નોકરી કરતા લોકોના પ્રમોશન અને આવકમાં વધારો થશે. આ સમય દરમિયાન સમાજમાં તમારુ માન-સન્માન વધશે અને ભાગ્ય તમારોસાથ આપશે.

મિથુન પર ગજલક્ષ્મી રાજયોગની અસર

મિથુન પર ગજલક્ષ્મી રાજયોગની અસર

ગુરુ-ચંદ્ર દ્વારા રચાયેલો ગજલક્ષ્મી રાજયોગ પણ મિથુન રાશિના લોકો માટે શુભ સમયનો સંકેત છે. ભાગ્યના સાથને કારણે આ સમયગાળાદરમિયાન ઘણા અટકેલા કામો પૂરા થશે.

અટકેલા કામો હવે આસાનીથી પૂર્ણ થશે

અટકેલા કામો હવે આસાનીથી પૂર્ણ થશે

આ સાથે વેપારી વર્ગને ધંધામાં નફો થશે અને અનેક લાભની શક્યતાઓ ઊભી થશે. છેલ્લા કેટલાય દિવસો કે મહિનાઓથી અટકેલા કામોહવે આસાનીથી પૂર્ણ થશે.

ધન પર ગજલક્ષ્મી રાજયોગની અસર

ધન પર ગજલક્ષ્મી રાજયોગની અસર

મેષ રાશિમાં બનેલો ગજલક્ષ્મી રાજયોગ ધન રાશિના લોકો માટે શુભ અને સોનેરી તકો લઈને આવી રહ્યો છે. પૈસાના સારા સ્ત્રોત દેખાશે.કરિયરમાં પ્રગતિની સંભાવના છે.

ઘણી સારી નોકરીની ઓફર મળી શકે છે

ઘણી સારી નોકરીની ઓફર મળી શકે છે

આ સમય દરમિયાન જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે, તેઓને એક સાથે ઘણી સારી નોકરીની ઓફર મળી શકે છે. વ્યવસાયમાંતમે બનાવેલી યોજના હવે જમીન પર દેખાવા લાગશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X