Ganesh Utsav 2023 : ઘરમાં ગણેશ સ્થાપના કરતા પહેલા જાણી લો આ નિયમો
Ganesh Utsav 2023 : આ વર્ષ 19 સપ્ટેમ્બર, 2023, મંગળવારના રોજ ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. જેનું વિસર્જન 28 સપ્ટેમ્બર, 2023ના રોજ અનંત ચતૂર્થીના દિવસે થશે. ગણેશ ઉત્સવની શરૂઆત ભારદવા સુદ ચોથના દિવસે શરૂ થાય છે. આ દિવસે ઘરમાં ગણપતિના પંડાલમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપવામાં આવે છે.
ગણેશોત્સવનો આ તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે. આ દસ દિવસોમાં ગણપતિ બાપાની ખૂબ જ ધામધૂમથી પૂજા કરવામાં આવે છે. દસ દિવસની પૂજા બાદ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવે છે. જોકે, ગણેશ સ્થાપિત કરતા પહેલા કેટલાક નિયમો જાણવું ખૂબ જ જરૂરી છે.

ગણેશ સ્થાપનાના નિયમો - જો તમે પણ તમારા ઘરમાં ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપિત કરવા જઈ રહ્યા છો, તો તેની સ્થાપના ઉત્તર-પૂર્વ દિશામાં કરો. એ પણ ધ્યાનમાં રાખો કે મૂર્તિનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ.
ગણપતિ બાપાને સ્થાપિત કરતા પહેલા, તમે જ્યાં ભગવાન ગણેશની સ્થાપના કરવા જઈ રહ્યા છો, તે જગ્યાને સારી રીતે સાફ કરી લો. તે જગ્યાએ કોઈપણ પ્રકારની અશુદ્ધિ કે કચરો છોડશો નહીં.
આ પછી શુભ મુહૂર્તમાં બાપાની મૂર્તિની સ્થાપના કરો. ભગવાન ગણેશની સ્થાપના કર્યા બાદ, તેમની પૂજા કરો અને દરરોજ સવારે અને સાંજે આરતી કરો. બંને સમયે ભગવાન ગણેશને ભોજન અર્પણ કરો અને અગરબત્તી કરો.
એક વાતનું ધ્યાન રાખવું કે, એકવાર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત થઈ જાય તે પછી તેને ત્યાંથી હટાવવી નહીં. વિસર્જન સમયે જ મૂર્તિને ત્યાંથી હટાવી શકાય છે.
આ સાથે એક વાત પણ ધ્યાનમાં રાખો કે, ગણેશ ઉત્સવના 10 દિવસ સુધી નોન વેજ કે આલ્કોહોલ વગેરેનું સેવન ન કરો. તેમજ આવી વસ્તુઓ ઘરે લાવો નહીં. જો શક્ય હોય તો, આ સમયગાળા દરમિયાન લસણ અને ડુંગળી ખાવાનું પણ ટાળો.












Click it and Unblock the Notifications
