For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Garuda Purana : ગરૂડ પુરાણમાં જાણવ્યા છે સફળતાના રહસ્યો, ભૂલી જશો વિદેશી બુક્સના પાઠ

હિંદુ ધર્મમાં ગરુડ પુરાણ જ્યારે કોઈનું મૃત્યુ થાય, ત્યારે વાંચવામાં આવે છે, પરંતુ તેમાં માનવ જીવન વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. જો આ બાબતોનો અમલ કરવામાં આવે, તો તે વ્યક્તિને સફળતા પ્રાપ્ત કરતા કોઈ રોકી શકશે નહીં.

|
Google Oneindia Gujarati News

Garuda Purana : હિંદુ ધર્મમાં ગરૂડ પુરાણનું ખાસ મહત્વ છે. સનાતન ધર્મમાં 18 મહાપુરાણ છે, જેમાંથી એક ગરૂડ પુરાણ છે. ગરૂડ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરૂડ વચ્ચેનો વાર્તાલાપનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં જીવન અને મૃત્યુ સાથે જોડાયેલા ઘણા રહસ્યોનો ખુલાસો કરવામાં આવ્યો છે.

કોઈનું મૃત્યુ થાય ત્યારે વાંચવામાં આવે છે ગરુડ પુરાણ

કોઈનું મૃત્યુ થાય ત્યારે વાંચવામાં આવે છે ગરુડ પુરાણ

હિંદુ ધર્મમાં ગરુડ પુરાણ જ્યારે કોઈનું મૃત્યુ થાય, ત્યારે વાંચવામાં આવે છે, પરંતુ તેમાં માનવ જીવન વિશે ઘણી વાતો કહેવામાં આવીછે. જો આ બાબતોનો અમલ કરવામાં આવે, તો તે વ્યક્તિને સફળતા પ્રાપ્ત કરતા કોઈ રોકી શકશે નહીં.

એકાદશીનું વ્રત

એકાદશીનું વ્રત

સનાતન ધર્મમાં એકાદશી વ્રતને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ એકાદશીનું વ્રત સંપૂર્ણવિધિ-વિધાન સાથે કરે છે અને તેને પાછલા જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે. આ સાથે જ તેમને સફળતા પ્રાપ્ત કરવામાં પણ મદદ મળેછે.

તુલસીના પાન

તુલસીના પાન

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ શુભ છોડ માનવામાં આવે છે. તેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ હોય છે. આવી સ્થિતિમાં દરરોજ સવારેઉઠીને ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવા જોઇએ અને પછી તે પાનનું સેવન કરો. જેના કારણે વ્યક્તિ શારીરિક અને માનસિકરીતે સ્વસ્થ રહે છે, જે સફળતા મેળવવા માટે ખૂબ જ જરૂરી છે.

સ્વચ્છતાનું મહત્વ

સ્વચ્છતાનું મહત્વ

ગરુડ પુરાણ અનુસાર મા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ પસંદ છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ જીવનમાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.દરરોજ સ્નાન કરો અને પછી સ્વચ્છ કપડાં પહેરો. જે ઘરમાં ગંદકીનો વાસ હોય, ત્યાં મા લક્ષ્મીનો વાસ નથી.

ઇર્ષ્યા કરતા લોકોથી રહો દૂર

ઇર્ષ્યા કરતા લોકોથી રહો દૂર

ગરુડ પુરાણ અનુસાર કોઈપણ નવા કાર્યની શરૂઆત સકારાત્મક વિચારથી કરવી જોઈએ. નકારાત્મક વિચારસરણી સાથે શરૂ કરવામાંઆવેલા કાર્ય નિષ્ફળ થવાની સંભાવના છે. આવા સમયે આવા મિત્રો અથવા તમારી પ્રગતિની ઇર્ષ્યા કરતા લોકોથી અંતર રાખો.

ભૂખ કરતાં થોડું ઓછું ખાઓ

ભૂખ કરતાં થોડું ઓછું ખાઓ

જમતી વખતે વ્યક્તિએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, તેની માત્રા હંમેશા સંતુલિત હોવી જોઈએ. અસંતુલિત આહાર પાચનતંત્ર પર ખરાબઅસર કરે છે અને તેના કારણે ઘણી બીમારીઓ થઇ શકે છે. આવી સ્થિતિમાં તમારે ભૂખ કરતાં થોડું ઓછું ખાવું જોઇએ.

English summary
Garuda Purana : Know the success secrets from Garuda Purana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X