• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જન્મના મહિના મુજબ રત્ન ધારણ કરવાથી ખુલે છે બંધ નસીબના દ્વાર, જાણો તમારે કયુ રત્ન પહેરવુ?

જ્યોતિષના જાણકારો જણાવે છે કે મહિનાની દ્રષ્ટિએ તમારા માટે કયો સ્ટોન શુભ છે અને કયો સ્ટોન તમારા સિતારા ચમકાવશે.
By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જન્મના મહિના મુજબ રત્ન ધારણ કરવાથી તમારા ભાગ્ય અને ભવિષ્ય પર ખૂબ પ્રભાવ પડે છે. જન્મના મહિના મુજબ રત્ન પહેરવાથી ઘણા લાભ તો મળે જ છે સાથે તમારુ નસીબ પણ ખુલી જાય છે. આ રત્નો બધી ઈચ્છાઓ પૂરી કરે છે. જ્યોતિષના જાણકારો જણાવે છે કે મહિનાની દ્રષ્ટિએ તમારા માટે કયો સ્ટોન શુભ છે અને કયો સ્ટોન તમારા સિતારા ચમકાવશે.

જાન્યુઆરી

જાન્યુઆરી

જાન્યુઆરી મહિનામાં જન્મેલા લોકો થોડા અંતર્મુખી હોય છે. આ મહિને જન્મતા લોકો માટેનુ રત્ન ગાર્નેટ છે. આના ઉપયોગથી વ્યક્તિને ગૂઢ રહસ્યો સમજવામાં મદદ મળશે કારણકે તે એ વસ્તુઓ માટે કોઈ પણ હદે જઈ શકે છે જેને તે પ્રેમ કરે છે. વળી, આ વ્યક્તિઓને વધુ વફાદાર માનવામાં આવે છે અને જ્યારે પ્રિયજનોનો બચાવ કરવાની વાત આવે ત્યારે તે પીછેહટ નથી કરતા. તે પ્રેમની અભિવ્યક્તિમાં પણ ભાવુક નથી હોતા.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી મહિનામાં જન્મતા લોકો થોડા આધ્યાત્મિક અને થોડા ભાવુક હોય છે. વ્યક્તિગત રીતે આ લોકો પોતાની જ ધૂનમાં રહે છે. આ મહિના માટેનુ રત્ન છે એમેથિસ્ટ. આ વ્યક્તિ કોઈ પણ સંબધમાં બંધાવાને બહુ મહત્વ નથી આપતા. તેમને શાંતિ ગમે છે અને તેમને સપનાઓ જોનાર પણ કહેવામાં આવે છે. એમેથિસ્ટ ધારણ કરવાથી તેમનુ ભાગ્ય બદલાઈ શકે છે અને તેમને દરેક જગ્યાએ સફળતા મળે છે.

માર્ચ

માર્ચ

માર્ચમાં જન્મેલા વ્યક્તિઓ આકર્ષક અને મિલનસાર હોય છે. આ મહિનાનો બર્થસ્ટોન છે એક્વામરીન. માર્ચમાં જન્મેલા વ્યક્તિઓ અત્યાધિક ક્રિએટીવ હોય છે પરંતુ તે એ સમજવામાં અસમર્થ હોય છે કે બીજાના મનમાં શું ચાલી રહ્યુ છે માટે તે લાંબા સમય સુધી લગ્નના બંધનમાં બંધાઈ શકતા નથી. એક્વામરીનનો ઉપયોગ કરવાથી આ વ્યક્તિઓને કલામાં પોતાની ખુશી શોધવામાં મદદ મળશે અને કવિતા, સંગીત, ચિત્રકલા વગેરે માધ્યમથી પોતાની ભાવનાઓને વ્યક્ત કરવામાં પણ મદદ મળશે.

એપ્રિલ

એપ્રિલ

એપ્રિલમાં જન્મેલા વ્યક્તિઓ માટે ડાયમંડ સૌથી શુભ સ્ટોન છે. તેઓ ખૂબ જ પ્રેમભાવવાળા હોય છે. તેમને દોસ્તો અને પ્રેમીઓ તરીકે તેમની વફાદારી અને પ્રતિબદ્ધતા માટે પણ ઓળખવામાં આવે છે. તે એ લોકોની દેખરેખ અને સુરક્ષા માટે બહુ વિચારે છે જેમને તે ખૂબ પ્રેમ કરે છે અને તેમની સંભાળ રાખે છે.

મે

મે

મેમાં જન્મેલા લોકો હંમેશા બીજાના વિચારો, ભાવનાઓ સ્નેહને પ્રાથમિકતા આપે છે. આ મહિના માટેનો બર્થસ્ટોન પન્ના છે. આ સ્ટોનનો ઉપયોગ કરીને તેઓ ઘણા ઉદાર હ્રદયી બની જાય છે. તેમનુ આ ઉદાર વલણ પાછુ હટી શકે છે કારણકે તે સ્વયંની ભાવનાઓ અને મૂલ્યને બીજા દ્વારા સંચાલિત કે પ્રભાવિત કરવાની અનુમતિ આપે છે. તે પોતાની આસપાસની નાની-નાની વાતો અને તેમનાથી થતા પ્રભાવો પર પણ ધ્યાન આપે છે.

જૂન

જૂન

જૂન મહિનામાં જન્મેલા લોકો પોતાની દરેક વસ્તુમાં આકર્ષક હોય છે. આ મહિનાનુ બર્થસ્ટોન પર્લ છે. આ વ્યક્તિઓની શારીરિક બનાવટ સારી હોવા સાથે તે એક સારા વ્યક્તિત્વના સ્વામી હોય છે. આ બર્થસ્ટોનનો ઉપયોગ કરવાથી તેમને અહેસાસ થાય છે કે તે વધુ સપના જોનારાઓમાંના છે. તેઓ જીવનની એ વાસ્તવિકતાઓને નજરઅંદાજ કરે છે જે તેઓ જીવી રહ્યા છે. વળી, તે પોતાના કૌશલથી તમને આશ્ચર્યચક્તિ પણ કરી શકે છે કારણકે તે પોતાના લક્ષ્યમાં ખૂબ દ્રઢ, ઉજ્વળ અને સ્વતંત્ર હોય છે.

જુલાઈ

જુલાઈ

જુલાઈમાં જન્મેલા લોકો પોતાના વિશે વિચારતા પહેલા સામાન્ય રીતે બીજાની ખુશી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતા છે. આ મહિના માટેનો બર્થસ્ટોન રુબી છે. આ બર્થસ્ટોનનો ઉપયોગ કરવાથી આ વ્યક્તિઓને પોતાના જીવનમાં ઉચ્ચ મિત્રતા અને અન્ય સંબંધોને મહત્વ આપવામાં મદદ મળે છે. આવા લોકો કોઈને જે પણ વચન આપે તેને જરૂર નિભાવે છે.

ઓગસ્ટ

ઓગસ્ટ

જે વ્યક્તિઓનો જન્મ ઓગસ્ટ મહિનામાં થયો હોય તેમને બર્થસ્ટોન પેરિડોટ છે. આ વ્યક્તિઓ સ્વભાવે વધુ દયાળુ અને સહાનુભૂતિ રાખવા માટે જાણીતા છે. આ બર્થસ્ટોનનો ઉપયોગ કરવાથી તેમના આ ગુણમાં વધારો થાય છે. તેમને પ્રેમ અને દયાના વાહક તરીકે ઓળખવામાં આવે છે અને તે દરેક જગ્યાએ પ્રેમ અને દયાનો પ્રવાહ કરે છે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર

સપ્ટેમ્બરમાં જન્મેલા લોકો ઉચ્ચ આત્મ વિશ્વાસ ધરાવે છે. આ મહિનાનુ બર્થસ્ટોન નીલમ કે સેફાયર છે. આવા વ્યક્તિઓ એકલામાં સમય પસાર કરવાનુ પસંદ કરે છે. તે વાસ્તવમાં છવાયેલા રહેવાની પરવા નથી કરતા. આ વ્યક્તિઓ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યનુ ધ્યાન નથી રાખતા. તે પોતાના જીવનમાં કોઈ પણ કામ પૂરુ કરવામાં બહુ મુશ્કેલીથી સફળ થાય છે. વળી, તેઓ એક દયાળુ અને આકર્ષક વ્યક્તિત્વ સાથે જન્મે છે.

ઓક્ટોબર

ઓક્ટોબર

આ મહિનામાં જન્મેલા લોકો પોતાના જીવનમાં પરિવાર માટે એક વિશેષ સ્થાન ધરાવે છે. આ મહિના માટે બર્થ સ્ટોન ઓપલ છે. આ વ્યક્તિઓ હંમેશા કોઈ એવા વ્યક્તિની શોધમાં હોય છે જે પરિવારનુ મહત્વ સમજીને સારા જીવનસાથીની ભૂમિકા નિભાવે. આ બર્થસ્ટોનનો ઉપયોગ તેમના વાસ્તવિક અને આકર્ષક વ્યક્તિત્વને નિખારે છે. એ જોવામાં આવે છે કે આ લોકો ચુંબકીય રીતે બીજાને પોતાની તરફ આકર્ષે છે.

નવેમ્બર

નવેમ્બર

નવેમ્બર દરમિયાન જન્મેલા લોકો અદ્વિતીય હોય છે. આ મહિના માટે બર્થસ્ટોન પોખરાજ છે. આ વ્યક્તિઓને તેમના વ્યક્તિત્વ અને તેના દ્વારા કરાતા પ્રયાસો માટે ઓળખવામાં આવે છે. તે ઘણી વાર સમાજની અપેક્ષાઓ પર ખરા નથી ઉતરતા. આ બર્થસ્ટોનનો ઉપયોગ કરવાથી આ વ્યક્તિઓના નવા વિચારો મેળવવામાં મદદ મળશે જેની લોકો પ્રશંસા કરશે.

ડિસેમ્બર

ડિસેમ્બર

જે લોકો ડિસેમ્બરમાં જન્મ્યા છે તે જેમને પણ મળે તેમના પર પોતાની વિશેષ છાપ છોડે છે. આ મહિનાનો બર્થસ્ટોન ફિરોઝ કે ટર્કોએશ છે. આ વ્યક્તિઓને તેમના દયાળુ સ્વભાવ અને પ્રેમપૂર્ણ સ્વભાવ માટે ઓળખવામાં આવે છે. આ મહિને જન્મ લેનાર લોકો પોતાના જીવનમાં સ્વજનો અને તેમની પ્રાથમિકતાઓને વધુ મહત્વ આપે છે. તેઓ સ્વભાવે થોડા શર્મીલા હોય છે.

English summary
Gems according to the month of birth opens the door of destiny, know which gem you should wear?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X