ભાગ-7: પ્રગટેલો દીવો સપનામાં દેખાય તો સમજવું તમારું આયુષ્ય વધશે
[જ્યોતિષાચાર્ય અનુજ કે. શુક્લ] સ્વપ્નોની વ્યાખ્યા વાંચતા પહેલા તમે આંખો બંધ કરો અને યાદ કરો કે તમે આજે રાત્રે સ્વપ્નમાં શું જોયું. ત્યાર બાદ અમારી આ કોલમના તમામ ભાગને ધ્યાનથી વાંચો, નિશ્ચિત રીતે તમને ક્યાંક ને ક્યાંક જ્યોતિષની આ વિદ્યા પર વિશ્વાસ જરૂર થશે.
જે પ્રકારે સામુદ્રિક શાસ્ત્ર શરીરના અંગોના હિસાબથી કોઇપણ વ્યક્તિના વ્યક્તિત્વને જણાવે છે, તેવી જ રીતે આ વિદ્યામાં સ્વપ્નોની વ્યાખ્યા કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે સ્વપ્નમાં જો કોઇ ખરાબ વસ્તુઓ જોઇએ છીએ, જેમકે લાશ, કચરો, ભૂંડ, કહીએ છીએ કે આજે ઘણું જ ખરાબ સ્વપ્ન જોયું, જાણે શું થવાવું છે, પરંતુ જરૂરી નથી કે ખરાબ વસ્તુઓ જોવાથી ખરાબ જ થાય.
ઉદાહરણ તરીકે જો તમે સાંપને જુઓ છો, ધન આવવાની સંભાવના રહે છે, અને જો તમે સાંપને મરતા જુઓ છો તો શત્રુઓનો નાશ થાય છે. આ શ્રેણી ઘણી લાંબી છે, વાંચવા માટે એક-એક સ્લાઇડ ફેરવતા રહો.

વિમાન
સપનામાં તમને જો વિમાન દેખાય તો ખર્ચામાં વધારો થાય છે અને મુશ્કેલીઓ દૂર થાય છે.

સફેદ ફૂલ
સપનામાં સફેદ ફૂલ દેખાય તો દુ:ખોમાંથી છૂટકારો મળે છે.

સિંહાસન
સપનામાં સિંહાસન દેખાય તો ઘરમાં ખૂબ જ બધી મુશ્કેલીઓ આવે છે.

સળગતો દીવો
સળગતો દીવો સપનામાં દેખાતા આયુષ્યમાં વધારો થાય છે.

વાવાઝોડું અને વીજળી
વાવાઝોડું અને વીજળી તમારા સપનામાં દેખાવાનો અર્થ એ છે કે તમારી પર મોટી મુસીબત આવવાની છે.

પાન ખાવું
સપનામાં પાન ખાવું એટલે કે ટૂંક જ સમયમાં સુંદર સ્ત્રી મળશે.

સૂકાયેલું વૃક્ષ
ખૂબ જ બધાં દુ:ખો એક સાથે આવી પડે તેવી શક્યતા છે.

કૂવો
કૂવામાં પાણી દેખાતા આપને ખૂબ જ બધા ધન લાભ અથવા કોઇ પરિયોજનામાં સફળતા મળી શકે છે.

અંગ ભંગ જોવું
સપનામાં અંગ ભંગ દેખાવાનો અર્થ છે કે આપ મૃત્યુની નજીક જઇ શકો છો.

અર્થી
સપનામાં અર્થી જોવાનો સીધો અર્થ એ છે કે આપને રોગોથી છૂટકારો મળશે.

આકાશ
જો આપને સપનામાં સ્પષ્ટ આકાશ દેખાય, તો ધન પ્રાપ્તિની સ્થિતિ સુદ્રઢ થશે.

સપનામાં પાણીમાં ડૂબી રહ્યા હોવ
જો આપ સપનામાં પાણીમાં ડૂબી રહ્યા હોવ, તો આપની સંતાન અને પરિવાર પર કોઇ આપત્તિ આવવાની છે.

સપનામાં પાણી જોવું
સપનામાં પાણી દેખાવું અથવા તેની પર તરવાથી આપની પર સંકટ આવશે પરંતુ તેનો ઉકેલ નીકળી આવશે.

ચાર-પાંચ લોકો એક સાથે ભોજન કરી રહ્યા છે
જો આપ સપનામાં જોતા હોવ કે ચાર-પાંચ લોકો એક સાથે ભોજન કરી રહ્યા છે, તો તેનો અર્થ કોઇ પરિચિત, રિલેશન અથવા અન્ય કોઇના મૃત્યુની સૂચના મળશે.

બાળક ખોવાઇ જવું
જો આપે સપનામાં જોયું હોય કે કોઇ બાળક ખોવાઇ ગયું છે, તો આપને અન્ય કોઇ વ્યક્તિ પાસેથી કોઇ નજીકના સંબંધીના મૃત્યુની જાણ થશે.

પૂર્વજોને જોઇ રહ્યા હોવ
જો આપ સપનામાં પૂર્વજને જોઇ રહ્યા હોવ, તો આપના વંશમાં વૃદ્ધિ થશે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
