Grah Gochar 2023: જાણો વર્ષ 2023 માં કયો ગ્રહ કરશે ક્યારે ગોચર
જ્યોતિષ શાસ્ત્રમાં આવા ઘણા મોટા ગ્રહો છે, જેનું ગોચર દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ગ્રહોમાંથી સૂર્ય, બુધ, મંગળ અને શુક્ર એવા ગ્રહો છે, જે દર મહિને પોતાની રાશિ બદલે છે.
Grah Gochar 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દરેક ગ્રહો તેમના નિશ્ચિત સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે, જેની અસર તમામ 12 રાશિઓના જીવન પર થાય છે. વર્ષ 2023 શરૂ થવાનું છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ એટ જાણવા માટે અતિ ઉત્સાહિત રહે છે કે, નવું વર્ષ તેમના માટે કેવું રહેશે.

આ સાથે તેમને સમગ્ર વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારની આર્થિક તંગીનો સામનો કરવો પડશે કે નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક રાશિના લોકો માટે કેટલાક ગ્રહોનું ગોચર શુભ અને અશુભ રહે છે.

મોટા ગ્રહો વર્ષ 2023માં ક્યારે ગોચર કરશે
જ્યોતિષ શાસ્ત્રમાં આવા ઘણા મોટા ગ્રહો છે, જેનું ગોચર દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ગ્રહોમાંથી સૂર્ય, બુધ, મંગળ અનેશુક્ર એવા ગ્રહો છે, જે દર મહિને પોતાની રાશિ બદલે છે.
ઉલ્લેખનીય છે કે, શનિ અઢી વર્ષ બાદ રાહુ અને કેતુ 18 મહિના બાદ અને ગુરુ 12મહિના પછી ગોચર કરે છે. આવી સ્થિતિમાં વર્ષ 2023માં દરેક ગ્રહ તેના નિશ્ચિત સમયે ગોચર કરવા જઈ રહ્યા છે.
આવા સમયે આપણેજાણી લઇએ કે, શનિ, શુક્ર, ગુરુ, રાહુ-કેતુ અને મંગળ સહિત આ તમામ મોટા ગ્રહો વર્ષ 2023માં ક્યારે ગોચર કરશે.

સૂર્ય ગોચર 2023
સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સૂર્ય દર મહિને તેની રાશિ બદલે છે. સૂર્ય વર્ષમાં 12 વખત ગોચર કરે છે.આવી સ્થિતિમાં વર્ષ 2023માં પણ સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલશે.
- મકર રાશિ - 14 જાન્યુઆરી 2023
- કુંભ રાશિ - 13 ફેબ્રુઆરી 2023
- મીન રાશિ - 15 માર્ચ 2023
- મેષ રાશિ - 14 એપ્રીલ 2023
- વૃષભ રાશિ - 15 મે 2023
- મિથુન રાશિ - 15 જૂન 2023
- કર્ક રાશિ - 17 જુલાઈ 2023
- સિંહ રાશિ - 17 ઓગસ્ટ 2023
- કન્યા રાશિ - 17 સપ્ટેમ્બર 2023
- તુલા રાશિ - 18 ઓકટોબર 2023
- વૃશ્ચિક રાશિ - 17 નવેમ્બર 2023
- ધન રાશિ - 16 ડિસેમ્બર 2023

મંગળ ગોચર 2023
- મિથુન રાશિ - 13 માર્ચ 2023
- કર્ક રાશિ - 10 મે 2023
- સિંહ રાશિ - 1 જુલાઈ 2023
- કન્યા રાશિ - 18 ઓગસ્ટ 2023
- તુલા રાશિ - 3 ઓકટોબર 2023
- વૃશ્ચિક રાશિ - 16 નવેમ્બર 2023
- ધન રાશિ - 28 ડિસેમ્બર 2023

બુધ ગોચર 2023
- મકર રાશિ - 7 ફેબ્રુઆરી 2023
- કુંભ રાશિ - 27 ફેબ્રુઆરી 2023
- મીન રાશિ - 16 માર્ચ 2023
- મેષ રાશિ - 31 માર્ચ 2023
- વૃષભ રાશિ - 7 જૂન 2023
- મિથુન રાશિ - 24 જૂન 2023
- કર્ક રાશિ - 8 જુલાઈ 2023
- સિંહ રાશિ - 25 જુલાઈ 2023
- કન્યા રાશિ - 1 ઓકટોબર 2023
- તુલા રાશિ - 19 ઓકટોબર 2023
- વૃશ્ચિક રાશિ - 6 નવેમ્બર 2023
- ધન રાશિ - 27 નવેમ્બર 2023
- વૃશ્ચિક - 28 ડિસેમ્બર 2023

ગુરુ ગોચર 2023
મેષ રાશિ - 22 એપ્રીલ 2023

શુક્ર ગોચર 2023
- કુંભ રાશિ - 22 જાન્યુઆરી 2023
- મીન રાશિ - 15 ફેબ્રુઆરી 2023
- મેષ રાશિ - 12 માર્ચ 2023
- વૃષભ રાશિ - 6 એપ્રીલ 2023
- મિથુન રાશિ - 2 મે 2023
- કર્ક રાશિ - 30 મે 2023
- સિંહ રાશિ - 7 જુલાઈ 2023
- કર્ક રાશિ - 7 ઓગસ્ટ 2023
- સિંહ રાશિ - 2 ઓકટોબર 2023
- કન્યા રાશિ - 3 નવેમ્બર 2023
- તુલા રાશિ - 30 નવેમ્બર 2023
- વૃશ્ચિક રાશિ - 25 ડિસેમ્બર 2023

શનિ ગોચર 2023
કુંભ રાશિ - 17 જાન્યુઆરી 2023












Click it and Unblock the Notifications
